અહિં ગરમીનો કહેર, 90 વર્ષમાં સૌથી ગરમ રહ્યો જુલાઈનો પહેલો દિવસ, જાણો કેટલું નોંધાયુ તાપમાન

છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉત્તર ભારતમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે હવામાન ખાતાએ એવો નિર્દેશ કર્યો હતો કે 19મી જુનથી ચોમાસુ થંભી ગયુ છે. જુલાઈના બીજા સપ્તાહ સુધી તે સક્રિય થાય તેમ નથી. એટલે ઉતર પશ્ર્ચિમી અને મધ્ય ભારતના અનેક ક્ષેત્રોમાં ત્યાં સુધી હીટવેવની હાલત સર્જાય શકે છે. હવામાન ખાતાનાં વડા ડો.મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે 7 જુલાઈથી ચોમાસુ સીસ્ટમમાં થોડો સુધાર શરૂ થયાની શકયતા છે. જુલાઈના ત્રીજા તથા ચોથા સપ્તાહમાં નોર્મલ-સારો વરસાદ શકય છે.

image source

બંગાળની ખાડીમાં હળવુ દબાણ સર્જાતુ નથી. મધ્યસ્તરીય પશ્ચીમી પવનો જેવા કારણો પ્રવર્તમાન બ્રેક માત્ર જવાબદાર છે. દિલ્હી એનસીઆરમાં બફારાની ગરમીના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે દિલ્હી એનસીઆર વિસ્તારોમાં અને 3 જુલાઈએ વરસાદ પડવાની શકયતા છે. તેજ સમયે હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસુ આગળ વધવાના કારણે આવતા પાંચ છ દિવસોમાં કોઈ અનુકુળ સ્થિતિ વિકસીત થવાની અપેક્ષા નથી. દિલ્હીના લોકોને હાલ ગરમીથી રાહત મળશે નહી. સોમવારે તાપમાનનો પારો 42 ડીગ્રીને પાર કરી ગયો હતો અને આગામી કેટલાક દીવસો સુધી ચોમાસાની શરુઆતના સમાચાર નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમી વધશે અને આગામી 48 કલાકમાં તાપમાનનો પારો 43 ડીગ્રીને પાર કરી શકે છે. દેશના ઘણા ભાગોમાં ચોમાસાની ગતિ છેલ્લા બે અઠવાડીયામાં નોંધપાત્ર રીતે ચોમાસાની ગતી ધીમી પડી છે. દિલ્હીમાં પણ ચોમાસુ બેસતા વાર લાગશે. દિલ્હીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે 90 વર્ષમાં સૌથી ગરમ રહ્યો જુલાઈનો પહેલો દિવસ.

મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે

image source

દિલ્હીમાં ગરમીની માર સહન કરી રહેલા લોકોને રાહતના સંકેત નજર નથી આવી રહ્યા. લૂનો કહેર સહન કરી રહેલી દિલ્હીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગુરુવારે અહીં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. જે ગત 90 વર્ષોમાં જુલાઈ મહિનામાં નોંધાયેલ અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન છે.

1 જુલાઈ 1931 એ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હતુ

image source

દિલ્હીના સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. આ ગત 90 વર્ષમાં શહેરમાં જુલાઈ મહિનામાં નોંધાયેલ સૌથી વધારે તાપમાન છે. 1 જુલાઈ 1931 એ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હતુ. જુલાઈમાં 2 જૂલાઈ 2012ના રોજ નોંધાયેલ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયુ હતુ.

લૂનો કહેર

image source

દિલ્હીની ગરમી રોકાવાનું નામ નથી લઈ રહી. મૌસમ વિભાગ તરફથી કોઈ પણ રાહતના સમાચાર નથી આવી રહ્યા. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આ પ્રકારની લૂ ચાલતી રહેશે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યુ છે કે આવનારા 2 દિવસ સુધી ભારતીય રાજ્ય પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂ ચાલવાની શક્યતા છે.

અહીં 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું

image source

આઈએમડીએ કહ્યું કે નીચલા સ્તરો પર પાકિસ્તાનથી ઉત્તર પશ્ચિમ ભારત તરફથી શુષ્ક પશ્ચિમી-દક્ષિણ- પશ્ચિમી હવાઓના કારણે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અલગ અલગ કેટલાક ભાગોમાં ગરમીની લહેરની સ્થિતિ છે. આઈએમડીએ કહ્યું કે ગત કેટલાક દિવસોમાં મેદાની વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!