લગ્ન પછી યુવકનું પોત પ્રકાશ્યું: લગ્નના એક મહિનામાં જ પરિણીતાને ભેંસને બાંધવાના ખીલ્લે બાંધી માર્યો ઢોર માર અને પછી..સમગ્ર ધટના જાણીને છૂટી જશે ધ્રુજારી

ઘરેલુ હિંસાના કાયદા પ્રમાણે કોઈ મહિલા હિંસાખોર સાથે લોહીસંબંધ, લગ્નસંબંધ, લગ્ન જેવા સંબંધ ધરાવતી હોય અથવા સંયુક્ત કુટુંબમાં સભ્ય તરીકે સાથે રહેતી હોય તેવી બહેનો, વિધવાઓ, માતાઓ, અપરિણીત મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. આ કાયદો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના લાભાર્થે ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પીડિત વ્યક્તિ મહિલા જ સંભવી શકે અને પુરુષ આનો લાભ મેળવવા આ કાયદા નીચે અસમર્થ છે. આ કાયદા નીચે મહિલા ઉપર ઘરના સભ્યો તથા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી શારીરિક હિંસા, માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્િથક હિંસાનો પણ સમાવેશ થાય છે.

image source

રક્ષણ અધિકારીને જરૂરી લાગે તો પોલીસની મદદ લઈ અદાલતના હુકમનું અમલીકરણ કરાવી મહિલાને પોતાના ઘરમાં રહેવા, બાળકની કસ્ટડી અપાવવાનો, વળતર ચુકવણી નિશ્ચિત કરાવી શકે. રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ થાય તો મહિલા લેખિતમાં અદાલત સમક્ષ ફરિયાદ કરી કોઈ પણ સમયે રક્ષણ અધિકારીની મદદ માગી શકે છે. આ કાયદામાં રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ
હુકમનો ભંગ કરનારને સજા અને દંડની પણ જોગવાઈ છે.

ભાવનગર જિલ્લામાં ઘરેલું હિંસાના બનેલાં બે કિસ્સામાં પરિણીતાને ત્રાસ આપવા બદલ પતિ સહિતના સાસરિયા વિરૃદ્વ ફરિયાદ નોંધાઈ છે.

image source

બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગરમાં પીયર ધરાવતાં અને મોરબીમાં વાવડી રોડ પર સાસરૃં ધરાવતાં રસીલાબેન વિપુલભાઈ પરમારને તેમના પતિ વિપુલ તથા સાસું રોશનબેન તથા સસરા પુજાભાઈએ લગ્નના એક માસ બાદ જ પરિણીતાને ત્રાસ આપવાનું શરૃ કરી દિધું હતું. એક વર્ષ પૂર્વે લગ્ન કરનાર પરિણીતાને લગ્નના એક માસ બાદ ભેંસને બાંધવાના ખીલેથી બાંધી માર મારી લગ્ન ખર્ચ પેટે રૃ.૫ લાખની માંગણી કરતાં પરીણિતા પીયરે આવતા રહ્યા હતા.

image source

જો કે, ત્રણ માસ બાદ સમાધાન થતાં ફરી સાસરે જતાં સાસુ-સસરા અને પતિએ ફરી માકૂટ કરી ઘર બહાર કાઢી મુકતાં પરિણીતા ફરી પીયર આવી ગયા હતા. દરમિયાનમાં આજે પરિણીતાના માતા-પિતાએ સાસુ-સસરાને ફોન કરતાં તેમણે મારી નાંખવાની ધમકી આપતાં અને છુટ્ટું થઇ જવાની બીકે લાગી આવતાં પરિણીતાએ ફિનાલઈ પી લેતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે, ઉક્ત હકિકતના
આધારે બોરતળાવ પોલીસે પતિ તથા સાસુ-સસરા વિરૃદ્વ ફરિયાદ નોંધી હતી.

image source

તો, મહુવામાં રહેતા અને અમદાવાદમાં સાસરૃં ધરાવતાં ગીતાબેને તેમના પતિ રણજીત ત્રિભુવન ગોહિલ, જેઠ અશોક ત્રિભુવન ગોહિલ તથા સસરા ત્રિભુવન ગોહિલે એક સંપ કરી પરિણીતાને ત્રાસ આપી માપકૂટ કરી તેને કાઢી મુકી બીજી લઈ આવવાની ધમકી આપ્યાની મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!