આ મંદિરે રાત્રે 2થી સવારે 5 સુધી સામાન્ય ભક્તોને જવાની છે મનાઈ કારણ કે…

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં પર્વતની હારમાળા વચ્ચે શારદા માતાનું મંદિર આવેલું છે. માતાના દર્શન કરવા ભક્તોને અહીં 1063 પગથિયા ચઢવા પડે છે. સમગ્ર ભારતમાં માતા શારદાનું આ એકમાત્ર મંદિર છે. મૈહર નજીક ત્રિકૂટ પર્વત પર સ્થિત આ મંદિરને મૈહર દેવી મંદિર પણ કહેવામાં આવે છે. અહીં માતા શારદા સાથે માં કાલી, દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, શ્રી કાળ ભૈરવ, બ્રહ્મા દેવ, હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિર સાથે આલ્હા અને ઉદલની એક રોચક કથા અને માન્યતા જોડાયેલી છે. જેનાથી મોટાભાગના ભક્તો અજાણ હોય છે.

કોણ હતા આલ્હા અને ઉદલ ?

image source

આલ્હા અને ઉદલ શારદા માતાના અનન્ય ભક્તો હતા. તેમણે પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું હતું. એવું કહેવાય છે કે આ બંનેએ જંગલોની વચ્ચે શારદા દેવીનું મંદિર શોધ્યું હતું. પછી આલ્હાએ 12 વર્ષ સુધી આ મંદિરમાં તપસ્યા કરી, જેના કારણે દેવીએ તેમને અમરત્વના આશીર્વાદ આપ્યા. આજે પણ એવું માનવામાં આવે છે કે આલ્હા અને ઉદલ માતા શારદાના દરરોજ સૌથી પહેલા સવારે દર્શન કરવા આવે છે.

image source

માતા પાસેથી અમરત્વનું વરદાન પ્રાપ્ત કરનાર આલ્હા અને ઉદલ આજે પણ રોજ સવારે મંદિરમાં આવે છે. એવી માન્યતા છે કે આ કારણે જ આ મંદિરમાં કોઈ રાત્રે રોકાઈ શકતું નથી. મંદિર રાત્રે 2થી 5 કલાક સુધી બંધ રહે છે. આ સમય એવો છે જ્યારે કોઈપણ મંદિરમાં પ્રવેશ કરતા નથી. જો કોઈ આમ કરે તો તે મોતને ભેટે છે. આ મંદિરના પૂજારી પણ આ માન્યતાને સમર્થન કરે છે. આ લોકવાયકાના કારણે મોડી રાત્રેથી સવારે 5 કલાક સુધી મંદિરમાં કોઈ જતું નથી.

image source

મંદિરની પાછળ પર્વતોની નીચે એક તળાવ છે. તળાવથી 2 કિમી આગળ ગયા પછી એક અખાડો જોવા મળે છે, જેના વિશે એવું માનવામાં આવે છે કે આલ્હા અને ઉદલ અહીં કુસ્તી લડતા હતા. મંદિરની પાછળના તળાવને આલ્હા તળાવ કહેવામાં આવે છે.

મંદિર અંગે એવું પણ માનવામાં આવે છે કે રાજા દક્ષ પ્રજાપતિની પુત્રી સતી શિવજી સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ રાજા દક્ષને આ મંજૂર ન હતું. શિવ વિશે તેમની માન્યતા એવી હતી કે તેઓ ભૂત અને અઘોરીઓના સાથી હતા. પરંતુ સતી રાજી ન થઈ અને તેણે તેના આગ્રહ પર ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. બાદમાં રાજા દક્ષે યજ્ઞ કર્યો. જેમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી -દેવતાઓને હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ભગવાન શંકરને ઇરાદાપૂર્વક તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

image source

આ વાતથી સતીને તેનાથી ઘણું દુ:ખ થયું. તેમણે શિવજીનું અપમાન થતું જોઈ યજ્ઞ કુંડમાં કુદી જઈ આત્મવિલોપન કર્યું. ત્યારબાદ શિવજી ક્રોધિત થઈ સતિના શરીરને લઈ તાંડવ કરવા લાગ્યા. જ્યાં જ્યાં તેમના શરીરના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠ બન્યા જ્યારે આ જગ્યાએ માતાના ગળાનો હાર પડ્યો હતો. તેથી સતનાનું આ મૈહર મંદિર શક્તિપીઠ નથી. પરંતુ લોકોની આસ્થા એવી છે કે વર્ષોથી માતાના દર્શન માટે ભક્તોની ભીડ અહીં ઉમટે છે.