એવું શહેર જ્યાં ફક્ત 40 મિનિટનો હોય છે રાતનો સમય, કારણ જાણીને તમને પણ થશે આશ્ચર્ય

દુનિયાની દરેક જગ્યાઓ પોતાના ખાસ કારણોને લઈને સતત ચર્ચામાં રહેતી હોય છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ એક એવા શહેરને વિશે જ્યાંની વાત જાણીને તમને નવાઈ તો લાગશે અને સાથે તમને આશ્ચર્યનો પાર નહીં રહે.

image source

દુનિયામાં એક એવું શહેર છે જ્યાં 12 કલાક નહીં પણ ફક્ત 40 મિનિટની રાત હોય છે. આ શહેરમાં રાત 12 વાગીને 43 મિનિટે સૂરજ છૂપાય છે અને 40 મિનિટના અંતરે ફરીથી ઉગે છે. આ સ્થિતિ નોર્વેમાં જોવા મળે છે. અહીં અડધી રાતે સૂર્ય આથમે છે અને 40 મિનિટ બાદ ફરીથી ઉગી જાય છે. ચકલીઓ અને અનેક પક્ષીઓના શોરગુલ સાથે સવારની શુભ શરૂઆત પણ થઈ જાય છે. આવું અહીં એક કે બે દિવસ સુધી નહીં પણ વર્ષમાં લગભગ અઢી મહિના સુધી રહે છે. આ માટે આ જગ્યાને કન્ટ્રી ઓફ મિડનાઈટ સન પણ કહેવામાં આવે છે.

image source

અનેક વિવિધ નામથી જાણીતા આ શહેરનું એક અન્ય નામ હેમર ફેસ્ટ પણ છે. અહીં અડધી રાતે 12.43 મિનિટે સૂર્યના આથમવાનો નજારો જોવા મળે છે અને સાથે જ અડધી રાતે 1.30 મિનિટે દિવસની શરૂઆત એટલે કે સૂર્યોદયનો નઝારો જોવા મળે છે. અહીં ફક્ત 40 મિનિટ માટે સૂર્ય અસ્ત થાય છે. આ દેશમાં રાતનો સમય કલાકોને બદલે ફક્ત ગણતરીની 40 મિનિટમાં જ ખતમ થઈ જાય છે. આ પ્રક્રિયા અહીં અઢી મહિના સુધી ચાલતી રહે છે.

image source

નોર્વેને પોતાની સુંદરતા માટે પણ જાણીતું માનવામાં આવી રહ્યું છે. આ વિશ્વ વિખ્યાત જગ્યા છે. અહીં દુનિયાના અમીર મુલ્ક આવેલા છે એટલું જ નહીં અહીં રહેતા લોકો હેલ્થને લઈને ખૂબ જ સજાગ રહે છે. પણ આ વિશેષતાઓની સાથે નોર્વેની કોઈ ખાસિયત હોય તો તે તેની પ્રાકૃતિક સુંદરતા પણ છે. આ દેશ આર્કટિક સર્કલની અંદર આવેલો છે. મેથી જુલાઈની વચ્ચે લગભગ 76 દિવસ સુધી સૂરજ અહીં અસ્ત થતો નથી.

image source

આપની જાણકારી માટે જણાવી દઈએ કે નોર્વેમાં 40 મિનિટની રાત થવા પાછળ પણ એક ખગોળીય કારણ જવાબદાર છે. 21 જૂન અને 22 ડિસેમ્બરના સૂરજની રોશની ધરતીના સમાન ભાગોમાં ફેલાતી નથી. આ સમયે પૃથ્વી 66 ડિગ્રીના એંગલ પર ફરે છે. આ ઝુકાવના કારણે દિવસ અને રાતના સમયમાં અંતર આવે છે. નોર્વેમાં 40 મિનિટની રાત અને 21 જૂન વાળી સ્થિતિથી શરૂ થાય છે. આ સ્થિતિ અઢી મહિના સુધી કાયમ રહે છે. આ સમયે 66 ડિગ્રી ઉત્તરી અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ સુધી ધરતનો આખો ભાગ સૂરજની રોશનીમાં રહે છે, તેનાથી સૂરજ ફક્ત 40 મિનિટ માટે ડૂબવાની સ્થિતિ સર્જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત