અમદાવાદની આ ક્લબ શહેરીજનોને આપશે નવું નજરાણું, બનશે વૈશ્વિક સ્તરનું એમ્યુઝમેન્ટ પાર્ક

ગુજરાતીઓ હરવા-ફરવાના અને ખાવાપીવાના શોખીન છે આ વાત સૌ કોઈ જાણે છે. તાજેતરમાં જ જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાત ના ફરવા ના સ્થળો એ લોકો ઉમટી પડ્યા હતા. આવા ફરવાના શોખીન લોકો માટે અમદાવાદ શહેરમાં જ એક નવું નજરાણું આકાર લેવા જઈ રહ્યું છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એમ્યુઝમેન્ટ પાર્ક બનવા જઈ રહ્યું છે.

image soucre

અમદાવાદ નજીક સાણંદ કલોલ રોડ પર એક વિશાળ જગ્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરના એમ્યુઝમેન્ટ પાર્ક નું નિર્માણ અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ કરવા જઈ રહી છે. કર્ણાવતી ક્લબના મૅનેજમેન્ટ દ્વારા 60 કરોડ માં આ વિશાળ જગ્યા ખરીદવામાં આવી છે. આ જગ્યામાં એક નવો રિસોર્ટ કમ ક્લબ બનાવવામાં આવશે. અહીં નવા સભ્યો પણ બનાવવામાં આવશે.

image soucre

આ રિસોર્ટમાં રમતગમત સંબંધિત સુવિધાઓમાં બાળકો માટે થીમ પાર્ક, બેડમિન્ટન, ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ સહિતની રમતો માટે મેદાન સાથે ફૂટબોલ અને ક્રિકેટ માટે ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે.

image soucre

અહીં ઓપન એર થિયેટર જિમ, કાર્ડ રૂમ સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે. અહીં ઇન્ફીનિટી પુલ અને સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક મુલાકાત દરમિયાન કર્ણાવતી ક્લબના સેક્રેટરી એ જણાવ્યું હતું કે આ 1,70,000.00 ચોરસ મીટરનો પ્લોટ ઔડા દ્વારા ફાળવવામાં આવ્યો છે. તેમાંથી આશરે 50 હજાર ચોરસ મીટર જમીનમાં વૈશ્વિક સ્તરનું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

image soucre

જોકે હાલ આ અંગે વધુ વિગતો સામે આવી નથી. પરંતુ એટલું નક્કી છે કે આગામી સમયમાં ગુજરાતવાસીઓ અને ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં રહેતા લોકોને ફરવા માટે વધુ એક ઉત્તમ સ્થળ મળવા જઈ રહ્યું છે.