ટ્વીન સીટી અમદાવાદ – ગાંધીનગર વચ્ચે હવાઇ સફર

જો કોઇને અમદાવાદથી ગાંધીનગર જવું હોય તો ઓછામાં ઓછો અડધો કલાકથી માંડીને કલાક કે દોઢ કલાક સુધીનો સમય ગણી લેવાનો.. કારણ કે અમદાવાદના કયા સ્થળેથી ગાંધીનગરના કયા સ્થળે પહોંચવુ છે અને તેનાથી પણ મોટી સમસ્યા રસ્તા પર કેટલો અને કેવો ટ્રાફિક નડશે..

image soucre

પરંતુ અમદાવાદ અને પાટનગરવાસીઓની આ સમસ્યાનો હવે અંત આવી જશે.. અમદાવાદથી ગણતરીની મિનીટોમાં ગાંધીનગર પહોંચી શકાશે.. અને તે જ રીતે પાટનગરથી ગણતરીની મિનીટોમાં આર્થિક રાજધાની અમદાવાદ આવી જવાશે..

  • o અમદાવાદ – ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે
  • o ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે દેશના 10 શહેરોમાં 82 રૂટ પર એર કોરિડોર બનશે
  • o ગુજરાતમાં હવે એર એમ્બ્યુલન્સ તરીકે ટૂંકા અંતરની હેલિકોપ્ટર સર્વિસ ઉપલબ્ધ થશે
  • o ઉત્તરાખંડમાં મળેલી હેલિ સમિટમાં ઉડ્ડયનમંત્રીએ કરી જાહેરાત

ઉત્તરાખંડમાં મળેલી હેલિ સમિટમાં ભારતના ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવિ હેલિકોપ્ટર નીતિ જાહેર કરી છે.. આ નવી પોલિસીમાં ભારતના 10 શહેરોમાં 82 રૂટ પર હેલિકોપ્ટર કોરીડોર વિક્સિત કરવાનુ આયોજન છે.. જેમાં ગુજરાતના અમદાવાદ – ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે..

image soucre

ગુજરાતમાં 10 વર્ષથી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની જાહેરાતો, આયોજનો, અને તેના માટે બજેટની જાહેરાતો અનેકવાર થઇ.. પરંતુ તેમાં હજી સુધી કંઇ નક્કર પરિણામો હજી સુધી આવ્યા નથી.. પરંતુ હવે ભારત સરકારે આ નવી હેલિકોપ્ટર પોલિસી જાહેર કરી છે.. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ જણાવ્યુ છે કે દેશમાં ત્રણ એક્સપ્રેસ વે પર હેલિપોર્ટ્સ ડેવલપ કરવામાં આવશે.. જેમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે, અંબાલા-કોટપુલી અને અંબાલા – ભટિંડા – જામનગર એક્સપ્રેસ વે નો સમાવેશ થાય છે.. આ ત્રણેય એક્સપ્રેસ વે પર આકાર પામનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઇમર્જન્સીની સ્થિતમાં તેમજ અકસ્માત સમયે પીડિતોને હવાઇ માર્ગે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કરાશે.. એટલે કે હાલ આ ઉપયોગ માત્ર ઇમર્જન્સીની સ્થિતિમાં કરવામાં આવશે.. દેશમાં 10 શહેરોમાં આ સેવાની શરૂઆત થશે.. જેમાં સૌથી પહેલા મુંબઇના જુહુ – પૂના – જુહુ, મહાલક્ષ્મી – રેસકોર્સ – પૂના, ગાંધીનર – અમદાવાદ – ગાંધીનગર રૂટ પર તેનો પ્રયોગ કરવામાં આવશે..

image soucre

જ્યોતિરાદિત્ય સિંધિયાએ એ ફોડ પાડ્યો નથી કે હેલિકોપ્ટર સેવા કેટલા સમયમાં શરૂ થશે.. અને તે દિશામાં ઝડપથી સેવા શરૂ કરવા માટે ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક હેલિકોપ્ટર એક્સેલરેશન સેલની સ્થાપના કરવામાં આવશે.. જે ચકાસણી કરશે કે ક્યાં, કેટલી અને કેવી શક્યતા છે..

image source

આશરે ત્રણેક વર્ષ અગાઉ અમદાવાદમાં બંધાયેલી એક હોસ્પિટલમાં પણ એર એમ્બ્યુલન્સ લેન્ડ થઇ શકે તેના માટે હેલિપેડ બનાવાયુ હતું.. જો કે હજી સુધી તેનો ઉપયોગ થઇ શક્યો નથઈ.. આ વર્ષે કોવિડ-19ની બીજી લહેર વખતે એપ્રિલ – મે માસમાં ચેપગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂરિયાત હતી.. તે વખતે માત્ર રાજકોમાંથી 15 દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય રાજ્યોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.. જેમાંથી દિલ્હી અ ચેન્નઇ પહોંચવા માટે દર્દીઓ પાસેથી એર એમ્બ્યુલન્સ મારફતે રૂપિયા 14 લાખ અને 22 લાખ જેવી માતબર રકમ વસૂલવામાં આવી હતી..

પ્રથમ પ્રયોગ એર એમ્બ્યુલન્સ થકી ઇમર્જન્સીનો રહેશે.. અને આ પ્રયોગની સફળતા બાદ સામાન્ય લોકો માટે પણ મુસાફરી કરવા માટે હવાઇ માર્ગનો ઉપયોગ થઇ શકે છે..