પતિ અભિષેક કરતા વધારે પૈસાદાર છે ઐશ્વર્યા, આટલા કરોડની છે સંપત્તિ, આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

મિસ વર્લ્ડથી લઈને બોલીવુડ સુધીની મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવનારી ઐશ્વર્યા રાય બચ્ચનની કારકિર્દી ખૂબ જ રસપ્રદ રહી છે. જો કે, તેણે પણ તેની કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ક્યારેય હાર માની નહીં, ઐશ્વર્યાએ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.

image source

ઐશ્વર્યા રાયની સુંદરતા પર હજુ પણ ઉંમરની અસર જોવા મળતી નથી. ભલે ફિલ્મોમા ઐશ્વર્યા હવે ઓછી જોવા મળે છે, પરંતુ તે કમાણીની બાબતમાં માત્ર અન્ય અભિનેત્રીઓ જ નહીં અભિષેક બચ્ચન કરતા પણ આગળ છે. હા, એશ સૌથી વધુ વેતન મેળવનારી અભિનેત્રીઓમાંની એક છે. તો ચાલો જાણીએ ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ કેટલી છે.

જાહેરાતમાં મોટુ નામ

image source

ખરેખર, ઐશ્વર્યા રાય, જે હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે, તે જાહેરાત જગતનો એક પ્રખ્યાત ચહેરો છે. કંપનીઓ તેમની એડમાં એશને લેવા માટે હરીફાઈ કરી રહી છે. મોટામાં મોટી કંપની ઐશ્વર્યાને તેમની એડમાં લેવા માંગે છે. એશ અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરી રહી છે અને તેથી જ તે બાકીની અભિનેત્રીઓ કરતાં ઘણું કમાય છે. ઐશ્વર્યા શોબિઝમાં એ-લિસ્ટ અભિનેત્રી છે સાથે સાથે અનેક ટોચની બ્રાન્ડની ફેવરિટ છે.

લોરિયલનો ફેસ

image source

હાલના સમયની વાત કરીએ તો ઐશ્વર્યા લોકપ્રિય કોસ્મેટિક બ્રાન્ડ લોરિયલનો ફેસ છે. તાજેતરમાં અભિનેત્રીએ કેડબરી ટીવીસી પણ કરી છે. ઐશ્વર્યા એ એક એવી અભિનેત્રી છે જેણે ટીનેજમાં જ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરવાનું શરૂ કર્યું હતું. પછી જાણે તેનું ભાગ્ય ખુલી ગયું. કારણ કે હવે તે દેશની ટોચની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. અહેવાલો અનુસાર ઐશ્વર્યા ઘણી મોટી હસ્તીઓ કરતા વધારે છે અને તેની ચર્ચા બોલિવૂડ કોરિડોરમાં પણ થાય છે.

પતિ કરતા વધારે પૈસા મળ્યા

image source

એકવાર ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચને ખુલાસો કર્યો કે, તેણે પત્ની સાથે નવ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ 9 ફિલ્મોમાંથી 8 ફિલ્મમાં એશને તેના કરતા ઘણું વધારે પૈસા મળ્યા. આમ તો ઐશ્વર્યા ફક્ત તેના પતિથી કમાઇના મામલે જ નહી પરંતુ લોકપ્રિયતાના મામલે પણ તે ખૂબ આગળ છે.

અભિષેક એક સફળ ઉદ્યોગપતિ છે

image source

ઐશ્વર્યા ગ્લેમર ઉદ્યોગમાં એક સફળ અભિનેત્રી છે જ્યારે પતિ અભિષેક એક સફળ બિઝનેસમેન છે. અભિષેક પ્રો કબડ્ડી જયપુર પિંક પેન્થર અને ફૂટબોલ ટીમ ચેન્નાઈન એફસી ટીમનો માલિક છે. આ ઉપરાંત એલજી હોમ ઉપલાન્સ, અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ. વિડિયો કોન ડીટીએસ, મોટોરોલા મોબાઇલ, ફોર્ડ કાર અને અન્ય ઘણી બ્રાન્ડ્સની એડ પણ કરે છે. અહેવાલો અનુસાર અભિષેકની કુલ સંપત્તિ 30 મિલિયન ડોલર એટલે કે 227 કરોડ રૂપિયા છે.

ઐશ્વર્યાની કમાણી

image source

બીજી તરફ, જો ઐશ્વર્યાની કમાણીની વાત કરીએ તો, અહેવાલો અનુસાર, એશ જાહેરાતથી જ વાર્ષિક 80 થી 90 કરોડની કમાણી કરે છે અને એક દિવસની કમિન્ટમેન્ટ માટે 5 થી 6 કરોડ રૂપિયા ચાર્જ લે છે. તે જ સમયે, તે ફિલ્મો માટે 8 થી 10 કરોડ લે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે નિર્માતા પણ ફિલ્મમાં ઐશ્વર્યાને લેવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે. કારણ કે એશના મોટી સંખ્યામાં ચાહકો અનુસરે છે અને એશના નામે ફિલ્મો હિટ બની જાય છે.

image source

ઐશ્વર્યા એક દાયકાથી વધુ સમયથી લો’રિયલની બ્રાન્ડ એમ્બેસેડર અને સ્વિસ લક્ઝરી વોચ લોંગાઇન્સની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ સિવાય લેક્મે, ટાઇટન, લક્સ, ફિલિપ્સ, કલ્યાણ જ્વેલર્સ જેવી ઘણી બ્રાન્ડ પહેલી પસંદ એશ જ છે. ટ્રેડ અનુમાનની માનીએ તો, એશની કુલ સંપત્તિ 258 કરોડની નજીક છે.

આ સાથે એશ પાસે રૂ. 2.35 કરોડની એસ.500, મર્સિડીઝ બેન્ઝ, 3.12 કરોડની કિંમતની બેન્ટલે CGT, દુબઇમાં સેકચ્યુરી ફોલ્સમાં 5.6 કરોડનો એક વૈભવી વિલા અને બાંદ્રામાં 30 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ પણ છે. જોકે, એશ બચ્ચન પરિવારના આલીશાન મહેલ જલ્સામાં તેના પતિ અને પુત્રી સાથે રહે છે. એશ બચ્ચન પરિવારની પુત્રવધૂ છે, પરંતુ પરિવારમાં જોડાતા પહેલા એશે ઉદ્યોગમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું, જે આજે પણ અકબંધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!