ટોપ 10 ની લિસ્ટમાં અક્ષય કુમારએ આ અભિનેતાઓને પાછળ છોડી દીધા છે..

ફોર્બ્સ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર સ્ટાર્સની લિસ્ટ જાહેર કરી દીધી છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન આ વર્ષે બોલીવુડમાં ફક્ત અક્ષય કુમાર જ એવા અભિનેતા છે જેમને ટોપ 10 ની લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જી હા, ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી વધારે કમાણી કરનાર અભિનેતાઓની લિસ્ટમાં બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમાર જ ટોપ 10 માં સામેલ છે.

અક્ષય કુમારએ આ અભિનેતાઓને પાછળ છોડી દીધા છે.:

આમ તો બોલીવુડમાં ખાન તીગડીનો જ દબદબો જોવા મળે છે પરંતુ જો દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેતાઓની વાત કરવામાં આવે છે તો અભિનેતા અક્ષય કુમારની સામે બધા ફીકા પડી જાય છે.

image source

આવું અમે નહી પણ ફોર્બ્સની હાઈએસ્ટ પેઈડ એક્ટર્સની લિસ્ટમાં જોવા મળ્યું છે. ફોર્બ્સ દ્વારા આ લિસ્ટને બુધવારના રોજ જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ લિસ્ટના ટોપ 10 માં પોતાની જગ્યા બનાવનાર અભિનેતા અક્ષય કુમાર એક માત્ર બોલીવુડ અભિનેતા છે.

ફોર્બ્સની લિસ્ટમાં એક માત્ર બોલીવુડ અભિનેતા :

ફોર્બ્સની લિસ્ટ મુજબ, આ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ અભિનેતાઓના નામ તેમની આવક પ્રોડકસ એન્ડોર્સમેન્ટને જોતા પસંદ કરવામાં આવ્યા છે. બોલીવુડ અભિનેતા એક વર્ષમાં એક પછી એક કેટલીક ફિલ્મો કરવા માટે જાણવામાં આવે છે, જેના લીધે એન્ડોર્સમેન્ટના બાબતમાં અક્ષય કુમારની સામે કોઈ છે નહી. આપના જણાવીએ કે, કોરોના વાયરસ સંક્રમણના સમયમાં પણ અભિનેતા અક્ષય કુમારની કેટલીક ફિલ્મો રીલીઝ થવા માટે રાહ જોવામાં આવી રહી છે.

image source

આટલી છે અભિનેતા અક્ષય કુમારની કમાણી :

મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ, હજી અભિનેતા અક્ષય કુમાર યુકેમાં ફિલ્મ ‘બેલ બોટમ’ની શુટિંગ કરી રહ્યા છે. અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’, ‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ’, ‘અંતરંગી રે’ રીલીઝ થવાની છે. હાઈએસ્ટ પેઈડ એક્ટર્સની લીસ્ટમાં અભિનેતા અક્ષય કુમારએ છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અભિનેતા અક્ષય કુમારની કુલ કમાણી ૪૮.૫ મીલીયન ડોલર એટલે કે, ૩૬૨ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. ફોર્બ્સની આ લિસ્ટમાં અભિનેતા અક્ષય કુમારએ ના ફક્ત બોલીવુડના અભિનેતાઓને પાછળ છોડ્યા છે ઉપરાંત કેટલાક ફેમસ હોલીવુડ અભિનેતાઓ પણ અક્ષય કુમાર કરતા પાછળ છે.

image source

આ છે ફોર્બ્સના સૌથી અમીર ટોપ 10 સ્ટાર્સ :

૧. ડ્વેન જોનસન ઉર્ફ ધ રોક: કમાણી : ૧ જુન, ૨૦૧૯ થી ૧ જુન, ૨૦૨૦ સુધી ૮૭.૫ મીલીયન ડોલર

૨. રયાન રેનોલ્ડ્સ : કમાણી : ૭૧.૫ મીલીયન ડોલર

3. માર્ક વોલબર્ગ : કમાણી : ૫૮ મીલીયન ડોલર

૪. ડાયરેક્ટર બેન એફ્લેક : કમાણી : ૫૫ મીલીયન ડોલર

૫. વિન ડીજલ : કમાણી : ૫૪ મીલીયન ડોલર

image source

૬. અક્ષય કુમાર : કમાણી : ૪૮.૫ મીલીયન ડોલર

૭. લિન મેનુએલ મિરાંડા : કમાણી : ૪૫.૫ મીલીયન ડોલર

૮. વિલ સ્મિથ : કમાણી : ૪૪.૫ મીલીયન ડોલર

૯.એડમ સૈન્ડલર : કમાણી : ૪૧ મીલીયન ડોલર

૧૦. જૈકી ચૈન : કમાણી : ૪૦ મીલીયન ડોલર

Source : daily hunt news

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત