તારક મહેતાના આ પાત્રોની થઇ જશે બદલી, જાણો કોણ છે જે હવે નહિ જોવા મળે..

તારક મહેતાના ઉલટા ચશ્મામાં રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહે હવે આ શોને અલવિદા કહી દીધું છે તેવા સમાચાર આવી રહ્યા છે. ડિરેક્ટરે આ વાતનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી શોમાં દિશા વાકાણી એટલે કે દયા ભાભી જોવા મળી રહી નથી અને હવે નેહા મહેતા એટલે કે અંજલીભાભી પણ લોકડાઉન બાદ શોમાં પરત જોવા મળશે નહીં.

સોઢીના બદલે નવો એક્ટર લીધો હોવાની વાત વહેતી થઈ

image source

એક રિપોર્ટ અનુસાર લૉકડાઉન બાદ ફરીથી તારક મહેતાનું શૂટિંગ કરવામાં આવ્યું ત્યારથી જ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ સેટ પર જોવા મળ્યો નથી. મળતી માહિતી અનુસાર તેના બદલે હવે હિંદી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈં’ના એક્ટર બલવિંદર સિંહને સામેલ કરાયા છે. ‘દિલ તો પાગલ હૈં’માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

સોઢીએ આ પહેલાં પણ છોડ્યો હતો શો

image source

વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી કેટલાક ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો. તે સમયે તેના સ્થાને ટીવી એક્ટર લાડ સિંહ માન જોવા મળતો હતો. ટૂંક સમય બાદ એટલે કે એક વર્ષ બાદ ફરી તે શોમાં જોડાઈ ગયો હતો.

ડિરેક્ટરે આપ્યું અલગ નિવેદન

image source

મળતી માહિતીમાં જાણવા મળી રહ્યું છે કે સિરિયલના ડિરેક્ટરે કહ્યું હતું કે લૉકડાઉન બાદના એપિસોડમાં ગુરુચરણ તથા નેહા મહેતાના કોઈ સીન નથી અને તે જ કારણે તેઓ સેટ પર આવ્યા નથી. આ સિવાય પણ કોઈ એક્ટર કે એક્ટ્રેસ કોરોનાવાઈરસને કારણે સેટ પર આવવા ના માગતા હોય તો તેમની રાહ જોવામાં આવશે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માએ હાલમાં જ આ શોએ 12 વર્ષ પૂરા કર્યા હતા. દિશા વાકાણી છેલ્લાં અઢી વર્ષથી શોમાં જોવા મળતી નથી
સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. લોકડાઉન બાદ પણ તે શોમાં જોવા મળશે કે નહીં તેને લઈને પ્રશ્નો કાયમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત