કોરોના બાદ આ નવા વાયરસે વધારી છે ચિંતા, જાણી લો શું છે લક્ષણો અને બચવાના ઉપાયો પણ

દેશમાં કોરોના વાયરસના કહેર બાદ હવે ઝીકા વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ઝીકા વાયરસ ગર્ભવતી મહિલાઓથી તેના ભ્રૂણમાં ફેલાઈ શકે છે. આ વાયરસથી પ્રેગનન્ટ મહિલાઓના સંક્રમિત થવાનો ખતરો વધારે રહે છે. ઝીકા વાયરસથી ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાની જેમ મચ્છરોથી ફેલાઈ રહ્યો છે. જે દિવસના સમયે વધારે સક્રિય રહે છે.

દુનિયાભરમાં લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારીએ હાહાકાર મચાવી રાખ્યો છે. આ સમયે કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક તરફ વાયરસના સંક્રમણનો ડર રહે છે તો અન્ય તરફ ઝીકા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કેરળમાં ઝીકા વાયરસના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 24 વર્ષની ગર્ભવતી મહિલા અને 13 અન્ય લોકોમાં ઝીકા વાયરસના સંક્રમિત હોવાની માહિતી મળી રહી છે.

image source

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

ઝીકા વાયરસ ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયાની જેમ મચ્છરોથી ફેલાય છે. આ વાયરસના મચ્છર દિવસના સમયે વધારે સક્રિય રહે છે. આ માટે તે વધારે ભયાનક બની રહ્યો છે. આ એટલા માટે ખતરનાક છે કે મચ્છરોના સંક્રમિત થવાથી વ્યક્તિને ડંખ મારવાની સ્થિતિથી અન્ય વ્યક્તિઓમાં પણ વાયરસ ફેલાઈ શકે છે. આ સિવાય અસુરક્ષિત શારીરિક સંબંધ અને સંક્રમિત લોહીથી પણ ઝીકા વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. આ વાયરસ ખાસ કરીને એડીઝ મચ્છરોના કરડવાથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે.

image source

જે દિવસે સક્રિય હોવાના કારણે ગર્ભવતી મહિલાઓને સંક્રમિત ઝડપથી કરે છે. ઝીકા વાયરસથી માઈક્રોકેફેલી બીમારી થાય છે. તેનાથી પ્રભાવિત બાળકોનો જન્મ આકારમાં નાના અને અવિકસિત મગજની સાથે થાય છે. આ સાથે તેનાથી થનારા ગ્યૂલેન -બેરે સિન્ડ્રોમ શરીરના તંત્રિકા તંત્ર પર હુમલો કરે છે અને જેના કારણે કોઈ અન્ય શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

image source

શું છે આ વાયરસના લક્ષણો

ઝીકા વાયરસના લક્ષણો પણ ડેન્ગ્યૂ અને વાયરલના જેવા જ હોય છે જેમકે તાવ, સાંધાનું દર્દ, શરીર પર લાલ ચકામા થવા, માથું દુઃખવું, તાવ આવવો, આંખો લાલ થવી વગેરે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ વાયરસને રોકવા માટે કોઈ વેક્સિન કામ કરી રહી નથી.

image source

આ રીતે કરો બચાવ

ઝીકા વાયરસથી બચવા માટે મચ્છરો ન કરડે તેનું ખાસ ધ્યાન રાખો. શરીરનો મોટો ભાગ શક્ય હોય ત્યાં સુધી ઢાંકીને રાથો. આ સિવાય ખુલ્લામાં સૂતા હોવ તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ સાફ સફાઈનું ખાસ ધ્યાન રાથો. મચ્છરોના વધવાનું કામ અટકાવવા માટે પાણીને ક્યાંય ભેગું ન થવા દો.

image source

આ સાથે તાવ, ગળામા ખરાશ, સાંધાનો દુઃખાવો, માથાનો દુઃખાવો, આંખો લાલ થવા જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લો તે જરૂરી છે. આ વાયરસના રોગી બન્યા છો તો તમારે ભરપૂર આરામની જરૂર રહે છે. આ સાથે વધારે ને વધારે લિક્વિડ ચીજોનું સેવન કરવાનું પણ લાભદાયી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!