છેલ્લા 4 મહિનામાં આ કંપનીએ તેના બાઈક અને સ્કુટરોમાં કર્યો બીજી વખત ભાવ વધારો

જો તમે નવી બાઈક કે સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમારે વહેલાસર પસંદગીની બાઈક ખરીદી લેવી જોઈએ. કારણ કે હીરો કંપનીએ તાજેતરમાં જ પોતાના બધા મોડલ્સમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવવધારો આગામી સોમવારથી લાગુ કરી દેવામાં આવશે.

image source

ભારતની સૌથી મોટી ટુ વહીલર કંપની ગણાતી હીરો મોટોકોર્પએ પોતાની બાઈક અને સ્કુટરની કિંમતોમાં 3000 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારો દરેક રેંજના મોટરસાયકલ અને સ્કૂટર પર લાગુ થશે અને તેની સીધી અસર ગ્રાહકને ખિસ્સા પર થશે.

સોમવારથી લાગુ કરી દેવામાં આવશે ભાવ વધારો

image source

કંપનીના જણાવ્યા અનુસાર ગાડી બનાવવા માટે ઉપયોગમાં આવતા કાચા માલની કિંમતો સતત વધી રહી છે જેનો પ્રભાવ ગાડીના ઉત્પાદન ખર્ચ પર પણ પડી રહ્યો છે. નવા ભાવ આગામી સોમવારથી એટલે કે 20 સપ્ટેમ્બરથી જ લાગુ કરી દેવામાં આવશે. કંપનીના બાઈક અને સ્કુટરની કિંમતોમાં આ ભાવ વધારો 3000 રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. અને કયા મોડલ પર કેટલો ભાવ વધારો કરવામાં આવશે તે બાબતે માર્કેટ આધારે નિર્ણય લેવામાં આવશે. ટૂંકમાં વાત કરીએ તો તમારી પાસે જુના ભાવમાં અને અંદાજે 3000 રૂપિયા સસ્તી કંપનીની બાઈક કે સ્કૂટર ખરીદવા માટે બહુ ઓછો સમય બચ્યો છે. જો આ સમયગાળા દરમિયાન તમે હીરોનું બાઈક કે સ્કૂટર નહિ ખરીદો તો ત્યારબાદ તમને તે 3000 રૂપિયા જેટલું મોંઘું પડી શકે છે.

4 મહિનામાં બીજી વખત કરવામાં આવ્યો ભાવ વધારો

image source

અત્રે એ નોંધનીય છે કે આ બીજી વખત છે કે હીરો મોટોકોર્પએ પોતાના બાઈકસ અને સ્કુટરના ભાવ વધાર્યા હોય. આ પહેલા પણ કંપનીએ માર્ચ અને જુલાઈ મહિનામાં તેના મોડલોની કિંમત વધારી હતી. ગત જુલાઈ મહિનામાં કંપનીએ તેના મોડલોમાં 3000 રૂપિયા જેટલો વધારો કર્યો હતો. ત્યારે પણ કંપનીએ કોમોડિટી એટલે કે સ્ટીલ, તાંબું અને અન્ય કાચા માલની કિંમતોમાં ભાવ વધારો થવાને કારણે કિંમતમાં વધારો જવાબદાર ગણાવ્યો હતો. ત્યારે કાર કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાની કારની કિંમતોમાં ભાવ વધારો કર્યો હતો.