અમિતાભ બચ્ચન થયા ભાવુક, યાદ આવી હોસ્પિટલ જતા પહેલાની આરાધ્ય સાથેની મુલાકાત.

અમિતાભ બચ્ચન અને તેમના પરિવારને સોમવારના રોજ રાહત ભરેલ શ્વાસ લીધી. ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનના કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ આવી ગયા પછી અમિતાભ બચ્ચન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનએ પોતાના બ્લોગ પરથી જણાવ્યું છે કે, હોસ્પિટલ માંથી જતા સમયે આરાધ્યા બચ્ચન તેમના ગળે મળી અને કહ્યું કે, આપ રડતા નહી.

image source

ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પરત પોતાના ઘરે આવી ગયા છે, જયારે તેમના કરતા પહેલા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના હજી પણ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને આ સમયે મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ છે.

image source

પૌત્રી અને પુત્રવધુના સાજા થઈ જવાથી અમિતાભ બચ્ચન પોતાની ખુશીને રોકી શક્યા નહી અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેમની આંખો માંથી ખુશીના આંસુ સરી પડ્યા છે. અમિતાભ બચ્ચન ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘પોતાની નાની દીકરી અને પુત્રવધુને હોસ્પિટલ માંથી મુક્તિ મળવા પર પોતાના ખુશીના આંસુને આંખોમાં રોકી શક્યા નહી, પ્રભુ તારી કૃપા અપાર, અપરંપાર’

image source

તેમજ હવે અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલ લેટેસ્ટ બ્લોગમાં લખે છે કે, ‘નાની દીકરી અને વહુરાણી ઘરે ગયા અને હું પોતાના આંસુને રોકી ના શક્યો. નાની દીકરી આરાધ્યા મને કહે છે કે, રડતા નહી, આપ જલ્દી જ ઘરે આવશો, મને વિશ્વાસ અપાવે છે…. મારે તેનો વિશ્વાસ કરવો જોઈએ.’

image source

ખાસ વાત એ છે કે, કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવી ગયા પછી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને તા. ૧૧ જુલાઈ, ૨૦૨૦ શનિવારના રોજ હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા હતા. પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને ઘરે જ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. પરંતુ તા. ૧૭ જુલાઈ, ૨૦૨૦ શુક્રવારના રોજ ઐશ્વર્યા રાય બચ્ચનનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જતા ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને પણ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા. જો કે, જયા બચ્ચનનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

image source

આમ તો બોલીવુડના મહાનાયક હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાના લીધે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે તેમ છતાં અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેંસ સાથે જોડાયેલ રહે છે. ઉપરાંત અમિતાભ બચ્ચન પોતાની ભાવનાઓ પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

Source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત