આ 20 મલ્ટી સ્ટાર ફિલ્મો બોક્સ ઓફીસ પર થઈ ધડામ, એકને તો 30 કલાકાર પણ ન બચાવી શક્યા.

આ 20 મલ્ટી સ્ટાર ફિલ્મો બોક્સ ઓફીસ પર થઈ ધડામ, એકને તો 30 કલાકાર પણ ન બચાવી શક્યા.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક સમય હતો જ્યારે મોટાભાગે ફિલ્મો મલ્ટી સ્ટારર બનાવવામાં આવતી હતી. માનવામાં આવતું હતું કે આવું કરવાથી પિક્ચરના ડૂબવાની શક્યતાઓ ઘટી જાય છે. આ ટ્રેન્ડ શોલે ફિલ્મ પછી શરૂ થયો કારણ કે શોલેમાં ઘણા કલાકારોએ એકસાથે કામ કર્યું અને ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ. એ પછી નિર્દેશક એવી ફિલ્મો બનાવવા લાગ્યા. પણ વધુ કલાકારો વાળી અમુક ફિલ્મ તો હિટ સાબિત થઈ પણ અમુક બોક્સઓફીસ પર ખરાબ રીતે પટકાઈ ગઈ. આજે અમે એવી જ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં ઘણા મોટા મોટા કલાકારો પણ ફિલ્મને હિટ ન કરાવી શક્યા.

જાની દુશ્મન: એક અનોખી કહાની.

image source

મલ્ટી સ્ટારર ફિલ્મની વાત થઈ રહી હોય તો જાની દુશ્મન ફિલ્મનું નામ જરૂર આવે છે. નાગ નાગીન અને પુનર્જન્મની જૂની વાર્તા સાથે બનેલી આ ફિલ્મમાં ઘણા ટોપ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ કામ કર્યું હતું. પણ બોક્સઓફિસ પર ફિલ્મ ઉંધા માથે પટકાઈ. ફિલ્મમાં 10 કલાકાર હતા. સની અને અક્ષય જેવા સ્ટાર પર એને ફ્લોપ થતા રોકી ન શક્યા.

એલઓસી:કારગિલ.

image source

કારગિલ યુદ્ધ પે બનેલી આ સૌથી મોટી ફિલ્મ હતી જેનું ડાયરેક્શન જેપી દત્તાએ કર્યું હતું. એમાં 30થી વધુ કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં જાણીતા કલાકારો હોવા છતાં ફિલ્મ દર્શકોમાં દેશભક્તિની ભાવના ન જગાડી શકી અને બોક્સ ઓફીસ પર ફુસ થઈ ગઈ. જો કે ફિલ્મની વાર્તા ભારતીય જવાનોની સ્થિતિ વ્યક્ત કરતી હતી.

યુવા.

image source

ઘણા કલાકારોવાળી આ ફિલ્મની વાર્તા તો ઠીક હતી પણ દર્શકોને વધુ પસંદ ન આવી. એટલે ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. કરીના કપૂર, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, ઈશા દેઓલ, અજય દેવગન અને વિવેક ઓબરોય આ ફિલ્મને કર્યા પછી જરૂર પસ્તાય રહ્યા હશે.

બૂમ.

image source

અમિતાભ બચ્ચન આજે એક મેગાસ્ટાર છે પણ તમને જાણીને આશ્ચય થશે કે પોતાના કરિયરમાં બિગ બીએ એક બી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું કદ શુ હતું એ વાતો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે હવે ન તો બિગ બી આ ફિલ્મ વિશે વાત કરવી પસંદ કરે છે અને ન કેટરીના કેફ. ફિલ્મને જેકી શ્રોફ, કેટરીના કેફ, જિનત અમાન, જાવેદ જાફરી જેવા કલાકારો મળીને પણ હિટ ન કરાવી શક્યા.

થેંક્યું.

image source

અક્ષય કુમાર, બોબી દેઓલ, સુનિલ શેટ્ટી, ઈરફાન ખાન, સોનમ કપૂર, સેલિના જેટલી, રિમી સેન અને મલ્લિકા શેરાવત સ્ટારર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. એ ટાઈમપાસ કોમેડી હતી જેમાં સારા કલાકારોનો જમાવડો તો છે પણ પટકથા એટલી કમજોર છે કે ફિલ્મ બોક્સઓફિસ પર ખરાબ રીતે પટકાઈ હતી. ત્યારે જ કહેવામાં આવે છે કે કોમેડી ફિલ્મો બનાવવી તો સરળ છે પણ લોકોને હસાવવું ખૂબ જ મુશ્કેલ.

હમશકલ્સ.

image source

અક્ષય કુમાર, સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ, રામ કપૂર, ઈશા ગુપ્તા, તમન્ના ભાટિયા અને બિપાશા બાસુ જેવા ટોપ સ્ટાર મળીને પણ ફિલ્મને બચાવી ન શક્યા. બોક્સઓફિસ કલેક્શન બિલકુલ ફિકુ રહ્યું.

આરક્ષણ.

image source

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ, મનોજ બાજપાઈ, પ્રતીક, તન્વી આઝમી, મુકેશ તિવારી, ચેતન પંડિત, યશપાલ શર્મા, સૌરભ શુક્લાએ કામ કર્યું હતું. આરક્ષણ એક એવો મુદ્દો છે જેના પર દરેક ઉંમર અને વર્ગના લોકો પાસે પોતપોતાના તર્ક છે. વર્ષોથી આના પર અંતહીન વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દાને નિર્દેશક પ્રકાશ ઝાએ એમની ફિલ્મ દ્વારા બતાવવાની કોશિશ કરી હતી પણ લાગે છે કે એ દર્શકોને કઈ ખાસ પસંદ ન આવી.

સલામ એ ઇશ્ક.

image source

સલામ એ ઇશ્ક વર્ષ 2007માં રિલીઝ થયેલી એક ભારતીય રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જેનું નિર્દેશન નિખિલ આડવાનીએ કહ્યું હતું. ફિલ્મમાં અક્ષય ખન્ના, આયશા ટાકીયા, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, જુહી ચાવલા, જોન અબ્રાહમ અને વિદ્યા બાલન વગેરે કલાકારો દેખાયા હતા. આ બધા મળીને પણ ફિલ્મને ફ્લોપ થતા ન બચાવી શક્યા.

ટશન

image source

આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, સૈફ અલી ખાન અને અનિલ કપૂરે કામ કર્યો હતો. આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે જતી રહી ખબર જ ન પડી. બોક્સઓફિસ પર ફિલ્મ મહાફ્લોપ સાબિત થઈ. જો કે કરીનાએ આ ફિલ્મ દ્વારા ઝીરો ફિગરનો ટ્રેન્ડ જરૂર લાવી દીધો હતો.

ડરના જરૂરી હે.

image source

ડરના જરૂરી હે વર્ષ 2006માં રિલીઝ થયેલી એક હોરર થ્રિલર ફિલ્મ હતી જેનું નિર્દેશન સતીશ કૌશિક અને રામ ગોપાલ વર્માએ કર્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અર્જુન રામપાલ, રિતેશ દેશમુખ, અનિલ કપૂર, સુનિલ શેટ્ટી, મલ્લિકા શેરાવત, ઈશા કોપીકર વગેરે કલાકારો દેખાયા હતા. આ ફિલ્મ જેને પણ જોઈ એ એકબીજાને પૂછતાં રહી ગયા કે ડરવાનું ક્યાં સીનમાં છે?’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!