શાહરુખથી લઇને આ સેલેબ્સે ફિલ્મોમાં આવતા પહેલા જ ચુપચાપ કરી લીધા હતા લગ્ન, અને પછી થયું…

ફિલ્મોમાં આવતા પહેલા જ લગ્ન કરી ચુક્યા હતા આ કલાકારો, પછી થયો ખુલાસો તો તૂટી ગયું દર્શકોનું દિલ.

બોલીવુડમાં એવા ઘણા કલાકારો છે જેમને ફિલ્મોમાં સારું નામ કમાઈને અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવ્યા પછી લગ્ન કર્યા છે. આ લિસ્ટમાં ઘણા બધા અભિનેતા અને અભિનેત્રીઓન નામ સામેલ છે. તો એક લિસ્ટ એવા કલાકારોનું પણ છે જેમને અભિનયની દુનિયામાં પગ જ પોતાના લગ્ન પછી મુક્યો હતો. આજે અમે તમને બોલિવુડના એ જ અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ.

સોનુ સુદ.

image source

આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલીવુડમાં પગ મુકતા પહેલા જ સોનુ સુદના લગ્ન થઈ ચૂક્યા હતા. એમને વર્ષ 1996માં ગર્લફ્રેન્ડ સોનાલી સુદ સાથે લગ્ન કર્યા હતા. સોનુ સુદે અભિનયની શરૂઆત 1999માં સાઉથ સીનેમાંથી કરી હતી.

સની લિયોની.

image source

આ વાત બધા જાણે છે કે સની લિયોની ફિલ્મોમાં આવતા પહેલા એક એડલ્ટ ફિલ્મ સ્ટાર હતી. સાથે એ પરણિત પણ હતી. સની લિયોનીએ વર્ષ 2011માં એડલ્ટ ફિલ્મ સ્ટાર અભિનેતા ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી ફિલ્મ જીસ્મ 2થી એમને બોલીવુડમાં પગ મૂક્યો હતો.

શાહરુખ ખાન.

image source

શાહરુખ ખાન કિંગ ખાનના નામથી પણ ઓળખાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાનનો સંઘર્ષ કોઈનાથી છુપાયેલો નથી. એમને બોલીવુડમાં પગ મુકતા પહેલા જ ગૌરી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. આ બન્નેની લવ સ્ટોરીના ઘણા કિસ્સાઓ પણ સાંભળવા મળે છે.

ચિત્રાંગદા સિંહ.

image source

એ બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. એમને બોલીવુડમાં પગ ફિલ્મ હજારો ખવાઈશ એસીથી મુક્યો હતો. આ ફિલ્મ વર્ષ 2004માં આવી હતી. ચિત્રાંગદા સિંહ ફિલ્મોમાં આવતા પહેલા જ પરણિત હતી. એમને વર્ષ 2011માં ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. જો કે ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવાનો ડિવોર્સ થઈ ચૂક્યો છે.

મલ્લિકા શેરાવત.

image source

ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા શેરાવતના લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે મલ્લિકાના ડિવોર્સ પણ થઈ ચૂક્યા છે અને હવે એ સિંગલ છે. મલ્લિકા શેરાવતે વર્ષ 1997માં કરણ સિંહ ગિલ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે એમને બોલીવુડમાં ડેબ્યુ 2003માં કર્યું હતું.

આયુસમાન ખુરાના.

image source

આજના સમયમાં એ બોલિવુડના શાનદાર કલકરોમાંથી એક છે. આયુષમાન ખુરાનાએ વર્ષ 2012માં બોલીવુડમાં પગ મૂક્યો હતો પણ એમને પોતાની ગર્લફ્રેન્ડ તાહીરા કશ્યપ સાથે વર્ષ 2008માં જ લગ્ન કરી લીધા હતા. તાહીરા અને આયુષમાનને બે બાળકો પણ છે.

અર્જુન રામપાલ.

image source

એમને વર્ષ 1998માં સુપરમોડલ મેહર જેસીયા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અર્જુન રામપાલે વર્ષ 2001માં ફિલ્મ પ્યાર ઇશ્ક ઓર મોહબ્બતથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે મેહર અને અર્જુન હવે સાથે નથી.

સુનિલ શેટ્ટી.

image source

હા આ વાત એમના ઘણા ઓછા ફેન્સને ખબર હશે. સુનિલ શેટ્ટીએ માનાં શેટ્ટી સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી એમને ફિલ્મ બલવાનથી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી.

આર માધવન.

image source

આમ તો આર માધવને અભિનયની દુનિયામાં પગ પોતાના લગ્ન પહેલા જ મૂકી દીધો હતો પણ એમને બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ લગ્ન પછી કર્યું. એમને વર્ષ 1999માં સરિતા બિરજે સાથે લગ્ન કર્યા અને વર્ષ 2001માં ફિલ્મ રહેના હે તેરે દિલ મેંથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *