અનુપમાં શોમાં થશે અનુજ કાપડિયાની એન્ટ્રી, આ અભિનેતા કરશે રોલ

ટીવી સિરિયલ અનુપમામાં જલ્દી જ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. શોના આ નવા પાત્રની એન્ટ્રી માટે માહોલ સેટ થઈ ચૂક્યો છે અને સોશિયલ મીડિયા પર એ વિશે પ્રોમો વિડીયો પણ રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. પણ હજી સુધી ફેન્સને એ નથી ખબર કે આખરે એ કોણ કલાકાર હશે જે આ નવા રોલને પ્લે કરશે.

કોણ ભજવશે અનુજ કપાડીયાનું પાત્ર?

અનુપમાએ હાલના એપિસોડમાં રાખી દવે સાથે સોદો કર્યો છે. અનુપમાં એ ડરમાં જીવી રહી છે કે એના પરિવારને કઈ થઈ ન જાય. એ દરમિયાન નવા પાત્ર અનુજ કપાડીયાની એન્ટ્રી વિશે ખબરો આવવાની શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર એકટર ગૌરવ ખન્ના આ રોલ કરશે.

ગૌરવ ખન્ના કરશે નવા પાત્રનો રોલ

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

રિપોર્ટ અનુસાર ગૌરવ ખન્ના છેલ્લા કેટલાક સમયથી આ પાત્રને લઈને તૈયારીઓ કરી રહ્યા છે અને મેકર્સની સાતગે મળીને લુકને ફાઇનલાઈઝ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ખન્નાના એક નજીકના સૂત્રએ જણાવ્યું છે કે ગૌરવ ખન્ના અનુપમાં શોમાં એન્ટ્રી લેવા માટે સતત પોતાના લુક પર કામ કરી રહ્યા છે.

શૂટિંગને લઈને ગૌરવ ખન્ના પણ એક્સાઇટેડ.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

ગૌરવ ખન્ના જલ્દી જ આ શોનું શૂટિંગ શરૂ કરી દેશે અને આવતા સપ્તાહ સુધી એમનો એપિસોડ ઓન એર કરી દેવામાં આવશે. એ ખુદ પણ અનુપમાં શોનો ભાગ બનવાની લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

શોમાં ચાલી રહી છે આ સ્ટોરી.

image source

અનુપમાં શોના હાલના ટ્રેકની વાત કરીએ તો રક્ષાબંધનના તહેવાર પર રાખી દવે શાહ પરિવારના ઘરમાં એન્ટ્રી લે છે. એ પછી એ શાહ પરિવારનું અપમાન કરે છે. રાખી દવે આખરે એના અને અનુપમાની વચ્ચે થયેલી સિક્રેટ ડિલ વિશે બધાને જણાવી દે છે.

રાખી દવેએ શાહ પરિવારને જણાવ્યું કે અનુપમાએ 20 લાખ માટે પોતાની સંપત્તિનો ભાગ ગીરવે મૂકી દીધો છે. બાપુજી જણાવે છે કે અનુપમાએ એમને પૂછ્યા પછી જ રાખી દવે સાથે આ ડિલ કરી છે. આ બધું સાંભળ્યા પછી વનરાજ શાહ અનુપમા પર ખૂબ જ ગુસ્સે થાય છે અને એને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે.

image source

તમને જણાવી દઈએ કે અનુપમાં શોમાં રૂપાલી ગાંગુલી અનુપમાંનું, મદાલસા શર્મા કાવ્યાનુ અને સુદ્ધાંશું પાંડે વનરાજ શાહનું પાત્ર ભજવી રહ્યા છે.