અનુપમાં બની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ, એક એપિસોડ માટે આટલી ફી લે છે રૂપાલી ગાંગુલી

આ દિવસોમાં ટીવીની દુનિયામાં અનુપમાનો દબદબો છે. વર્ષ 2020માં શરૂ થયેલી આ સિરિયલે બધાને પાછળ છોડી દીધા છે. આ સિરિયલના કારણે અભિનેત્રી રૂપાલી ગાંગુલીને તેની અભિનય કારકિર્દી ફરી શરૂ કરવાનો મોકો મળ્યો.આ સિરિયલ દ્વારા જ રૂપાલી ગાંગુલીએ ઓછા સમયમાં ટીવી જગતની મોટી હિરોઈનોને પાછળ છોડી દીધી અને દર અઠવાડિયે અનુપમા ટીઆરપી લિસ્ટમાં જીત મેળવે છે. અનુપમાએ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુમકુમ ભાગ્ય જેવી ટીવી સિરિયલોને ઘણા વર્ષો પાછળ છોડી દીધા છે. આ જ કારણ છે કે હવે મેકર્સ પણ રૂપાલી ગાંગુલીનો મોં માંગી રકમ આપવા લાગ્યા છે

અનુપમાની ફી સાંભળી ઉડી જશે હોશ

image soucre

બોલિવૂડ લાઈફના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રૂપાલી ગાંગુલી હવે આ સીરિયલના એક એપિસોડ માટે બમણી રકમ લે છે. રિપોર્ટ અનુસાર, ‘જ્યારે રૂપાલી ગાંગુલીએ શરૂઆત કરી ત્યારે તે એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા લેતી હતી. આ ફી વધારે હતી પરંતુ તે સિનિયર અભિનેત્રી છે. હવે તે એક એપિસોડ માટે 3 લાખ રૂપિયા લે છે. તે હવે ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. આ મામલામાં તેણે ઘણી નવી હિરોઈનોને પાછળ છોડી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

તમને જણાવી દઈએ કે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા રામ કપૂર અને રોનિત રોયની ફી ઘણી વધારે છે, પરંતુ હવે રૂપાલી ગાંગુલીએ આ બંનેને પાછળ છોડી દીધા છે. મહિલા અભિનેત્રીઓની વાત કરીએ તો તેણે જેનિફર વિંગેટ, શિવાંગી જોશી અને દિશા વાકાણી જેવી સુંદરીઓને ટક્કર આપી છે. જેનિફર, શિવાંગી અને દિશાની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં થાય છે.

image soucre

તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં જુલાઈ મહિનામાં શરૂ થયેલા અનુપમાં શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના લીડ રોલ કરી રહ્યા છે. એમાંય શોમાં માલવિકાની એન્ટ્રી થયા પછી શોમાં રોજે રોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોવા મળે છે.