ટીઆરપીમાં ઘણા સપ્તાહ પછી અનુપમાને લાગ્યો ઝટકો, આ શોએ બાજી મારી

દર અઠવાડિયે ટીઆરપીની રેસમાં સિરિયલને જાળવી રાખવા માટે સ્ટોરીલાઇનમાં ઘણા ફેરફારો કરવામાં આવે છે.કેટલીકવાર ટીઆરપી માટે પાત્રો મારવામાં આવે છે, તો ક્યારેક ટીઆરપી માટે નવા પાત્રોનો જન્મ થાય છે. ઘણી વખત આ ટીઆરપી રમતના પગલે નિર્માતાઓએ શોની વાર્તાને સંપૂર્ણપણે ઉથલાવી દેવી પડે છે.

ORMAX ઇન્ડિયાએ છઠ્ઠા સપ્તાહ માટે TRP જાહેર કરી છે, જે મુજબ ટોચના 5 શોમાં:

1. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ

image soucre

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી તેના દર્શકોનું મનોરંજન કરે છે. આ શો છેલ્લા 13 વર્ષથી તેના પ્રેક્ષકોને હસાવી રહ્યો છે, જે દરમિયાન ઘણા પાત્રો આવ્યા અને ગયા પરંતુ તે શોના સારને અસર કરી શક્યા નહીં. આ જ કારણ છે કે આટલા વર્ષો પછી પણ આ શો ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર યથાવત છે.

2. અનુપમા:

image soucre

ઘણા મહિનાઓથી નંબર વન પર કબજો કરી રહેલી સિરિયલ ‘અનુપમા’ના મેકર્સ અને દર્શકો માટે ખરાબ સમાચાર છે. એવું લાગે છે કે હવે દર્શકોને આ શોની વાર્તા થોડી બોરિંગ લાગી રહી છે, તેથી આ શો ટીઆરપીમાં નંબર 1 પર નહીં પરંતુ નંબર 2 પર છે, ઘણા મહિનાઓ સુધી નંબર 1 પર રહ્યા બાદ, આ શોની ટીઆરપીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તે નંબર 2 પર આવી ગયો છે.

3. ધ કપિલ શર્મા શો:

image soucre

ટીઆરપી લિસ્ટમાં ત્રીજા નંબરની વાત કરીએ તો ફેમસ કોમેડી સીરિયલ ‘ધ કપિલ શર્મા શો’ આ સ્થાન પર છે. આ શો ટીઆરપીમાં ત્રીજા નંબર પર યથાવત છે, વીકએન્ડ પર આવનારો શો દર્શકોનો ફેવરિટ કોમેડી શો છે.

4. ભાગ્ય લક્ષ્મી:

‘ભાગ્ય લક્ષ્મી’ સિરિયલની વાર્તામાં આવનારા નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. જેનો પુરાવો આ સિરિયલના TRI રેટિંગમાં આવેલો ઉછાળો છે. આ અઠવાડિયે આ સિરિયલે ચોથા નંબર પર કબજો જમાવ્યો છે.

5. યે રિશ્તા ક્યાં કહેલાતા હે

image soucre

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની ત્રીજી પેઢી પણ પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે, અભિરાની કેમેસ્ટ્રી દર્શકોને તેમના ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખે છે. આ જ કારણ છે કે આ શોએ TRP લિસ્ટમાં નંબર 5 નું સ્થાન હાંસલ કર્યું છે.