ગંભીર અને પરેશાન કોહલીને હસાવવા અનુષ્કાએ કર્યું આ કામ

લોકડાઉનના કારણે ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ સૌ કોઈ આરામમાં ઘરે છે. તેવામાં બને કે સતત બહાર ફરતાં આ સ્ટાર્સ કંટાળી પણ જાય.

image source

આ કંટાળાને દૂર કરવા આ તમામ સ્ટાર્સ તો સોશિયલ મીડિયાના ભરોસે છે. તેવામાં બોલિવૂડની અનુષ્કા અને ક્રિકેટર વિરાટ કોહલીની જોડી હાલ ખૂબ ફેમસ થઈ રહી છે. તેઓ મજેદાર વીડિયો બનાવી શેર કરી રહ્યા છે.

આવો જ એક વીડિયો તાજેતરમાં તેમણે શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કાએ પતિ વિરાટને તેના ક્રિકેટના દિવસો યાદ કરાવ્યા છે. કદાચ વિરાટ ક્રિકેટને અને તેના ફેન્સને મિસ ન કરે તે માટે અનુષ્કાએ આ વીડિયો શેર કર્યો હોય તેમ લાગે છે. કારણ કે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ક્રિકેટના મેદાનને મિસ કરી રહ્યો છે અને લાખો ફેન્સને પણ જે તેને પ્રેમ આપે છે. આ વીડિયોમાં અનુષ્કા વિરાટને અવાજ પણ કરે છે કે કોહલી એ કોહલી… મારને ચોગ્ગો માર….

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

આ વીડિયોને ફોલોવર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જો કે આ વીડિયોમાં કોહલી ગુસ્સામાં અને પરેશાન જોવા મળે છે. તે અનુષ્કાની આ હરકતથી ખુશ થતો નથી.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા હાલ તેના મુંબઈના ઘરમાં આઈસોલેશનમાં છે. તેમની સાથે અનુષ્કાના માતાપિતા પણ છે. આ પહેલા એક ફોટો ઈંસ્ટા પર શેર કરવામાં આવ્યો હતો જેમાં અનુષ્કા અને વિરાટ તેના માતા પિતા સાથે ગેમ રમતા જોવા મળતા હતા.

આ ઉપરાંત અનુષ્કાએ રામનોમના દિવસે હલવો અને પુરી પણ બનાવ્યા હતા. આ બંને પતિ-પત્ની કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ પણ કરી રહ્યા છે.