આ ચાની ભૂકીની કિંમત સાંભળીને ઉડી જશે હોશ! આટલો તો એક અધિકારીનો પગાર હોય…

મિત્રો, ચા ના રસિયાઓ અનેકવિધ પ્રકારની ચાના પાંદડામાંથી બનેલી ચા પીવાનું વધુ પડતુ પસંદ કરે છે. મોટાભાગના લોકો ચાના સામાન્ય પાંદડામાંથી ચા બનાવીને પીવે છે પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે, આસામમા એક દુર્લભ ચાના પાંદડાની વિક્રમી કિંમત નોંધાઈ છે. હરાજીમા આ ચા-પતીને ૭૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચવામા આવી છે.

૭૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો છે આ વિશેષ ચા-પતી :

image source

વાસ્તવમા, આસામના ચા ના બગીચાઓ સમગ્ર વિશ્વમા ચાની વિશેષ પતીઓની પ્રજાતિ માટે ખુબ જ પ્રખ્યાત છે. અહી ચા-પતિઓની એક સારી જાત પેદા કરે છે પરંતુ, હવે એક દુર્લભ ચાની પતી ૭૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોની વિક્રમી કિંમત નક્કી કરવામા આવી છે.

image source

મનોહરી ગોલ્ડ ટી નામની આ વિશેષ ચા પતી આ વર્ષે સૌથી વધુ કિંમતની ચા પતી ગણવામા આવી હતી. ગુવાહાટીમા ચા ના હરાજી કેન્દ્રમા ૭૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી માત્ર ૧.૨ કિલો ચા ની પતીની હરાજી થઈ શકે છે. તો ચાલો આ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

આ છે મનોહારી ગોલ્ડ ટી ની વિશેષતા :

image source

આ એક વિશેષ પ્રકારની ચા પતી છે. આ ચા પતી સૂર્યોદય થાય તે પહેલા સવારે ૪ થી ૬ વાગ્યાની વચ્ચે તોડી નાખવામાં આવે છે. આ ચા પતી હળવી પીળાશ પડતી હોય છે. આ ચા પતીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે, તેની વિશેષ સુગંધ છે. આ ચા પતીની વિશેષતા છે તેની સુગંધ. તેની સુગંધ એકદમ મનમોહક હોય છે.

આ સુગંધ તેમની મનમોહકતામા ચાર ચાંદ લગાવે છે. આ ચા પતી તેના છોડ પર કળીઓની જેમ ખીલેલી હોય છે. જ્યારે આ ચા પતીને ઉપયોગમા લેવાની હોય છે ત્યારે આ કળીઓને તોડવામાં આવે છે. ત્યારબાદ તેને ફર્મેન્ટેશનની પ્રક્રિયામાં લાવવામાં આવે છે. જે પછી ચા ની પતીને લીલામાંથી બદામી રંગનું બનાવી દેવામાં આવે છે.

image source

છેવટે, આ ચા ની પતીને સૂકવવામા આવે છે જેથી, આ ચા ના પાન સોનેરી રંગના થઇ જાય. આસામમાં મનોહરી ચા ગોલ્ડની ખેતી ૩૦ એકરમા થાય છે. મુખ્ય બાબત એ છે કે, આ ચા માત્ર એવા લોકો માટે છે જેમને ચા નો શોખ હોય છે કારણકે, તેની મોંઘી કિંમતો દરેકના ખિસ્સા માટે ઉપયોગી નથી.

image source

આ ચા ની વિશેષતાના કારને જ તેનુ મુલ્ય ૭૫,૦૦૦ રાખવામા આવ્યુ છે. હવે સામાન્ય માણસ તો આ ચા પતીને ખરીદી શકે નહિ કારણકે, આ ચા પતીની એક કિલોની કીમત સામાન્ય માણસની વર્ષની આવક બરાબર છે પરંતુ, તેમછતા બજારમા આ ચા પતીની માંગ ખુબ જ વધારે છે. બજારમા આ ચા પતીની ખરીદી માટે શ્રીમંત લોકો પડાપડી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત