જો થાય છે તમારુ એ.ટી.એમ. ટ્રાન્ઝેક્શન ફેઈલ તો લાગે છે તમને આ ચાર્જીસ, શું તમને છે આ વિશે જાણ..?

મિત્રો, બેંક ખાતા અને એટીએમમાંથી પૈસા ઉપાડવા એ સામાન્ય છે. દેશના મોટાભાગના લોકોએ કોઈ ને કોઈ બેંકમા ખાતુ ખોલ્યુ જ હોય છે. બેંક મફતમાં ઘણી સેવાઓ પૂરી પાડે છે પરંતુ, બેંક તમને જુદી-જુદી સેવાઓ માટે ચાર્જ પણ કરે છે. અમુકવાર એવુ બને છે કે, જ્યારે એ.ટી.એમ.બેંકિંગ કરીએ ત્યારે આપણે બેંકની જમારાશી પર ધ્યાન આપવાનુ ભૂલી જતા હોઈએ છીએ અને તેના કારણે આપણે અમુક પ્રકારના ચાર્જીસ ચુકવવા પડે છે તો ચાલો જાણીએ કઈ બેંક કેટલા ચાર્જ લે છે?

image source

એસ.બી.આઈ. ના ગ્રાહકો ચુકવે છે આ ચાર્જીસ :

આપણા દેશની સૌથી મોટી સરકારી બેંક એસ.બી.આઈ. ખાતામા આવશ્યક જમારાશી ના રાખવાના કારણે તથા એ.ટી.એમ. ટ્રાન્ઝેક્શન ફેલ્યોરના કારણે ૨૦ રૂપિયાનો ચાર્જ વસુલે છે. આ ઉપરાંત તે જી.એસ.ટી. પણ અલગથી વસુલે છે.

એચ.ડી.એફ.સી. લે છે આટલો દંડ :

જો એકવાર તમારો નાણાકીય વ્યવહાર નિષ્ફળ ગયો હોય તો ત્યારપછી એચ.ડી.એફ.સી. બેંકના ગ્રાહકોએ ૨૫ રૂપિયા ચાર્જ ચૂકવવા પડે છે.

image source

કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને યસ બેંક લે છે આ ચાર્જ :

કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક અને યેસ બેંક આ ત્રણેય બેંકો એ.ટી.એમ.મા નાણાકીય વ્યવહારોની નિષ્ફળતા માટે ૨૫ રૂપિયા જેટલો ચાર્જ વસુલે છે.

દંડથી બચવા માટે કરો આ ઉપાય :

જો તમને એ વાત યાદ ના હોય કે, તમારા ખાતામા તમારી પાસે કેટલા પૈસા છે? તો તમારે એ.ટી.એમ.મા જતા પહેલા તપાસ કરી લેવી જોઈએ. મોટાભાગની બેંકો એસ.એમ.એસ. અને કોલ દ્વારા એકાઉન્ટનુ બેલેન્સ ચેક કરવાની મંજૂરી આપે છે. તમે આ સુવિધાનો ઉપયોગ કરીને તમારા ખાતાનુ બેલેન્સ જાણી શકો છો. આ સિવાય તમે તમારા એકાઉન્ટનુ બેલેન્સ તપાસવા માટે યુ.પી.આઈ. એપ્લિકેશન અથવા બેંકની બેંકિંગ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો અને દંડ લાગવાથી બચી શકો છો.

image source

અન્ય બેંક એ.ટી.એમ. પર બેલેન્સ ચકાસવા માટે પણ લેવાય છે આ ચાર્જ :

જો તમે અન્ય કોઈ બેંકના એટીએમ પર જઈને તમારુ બેલેન્સ ચેક કરો છો તો પણ તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. મોટાભાગની બેંકો અન્ય બેંકોના ગ્રાહકોને મફતમા ૫ થી ૮ વખત નાણાકીય વ્યવહારો કરવાની છૂટછાટ આપે છે. તેમાં બિન-નાણાકીય વ્યવહારો એટલે કે બેલેન્સ ચેકિંગનો પણ સમાવેશ થાય છે પરંતુ, એસ.બી.આઈ. અમુક નિર્ધારિત મર્યાદા પછી બિન-નાણાકીય એ.ટી.એમ. ઉપયોગ પર ૮ રૂપિયા વસૂલે છે અને તે સાથે જી.એસ.ટી. પણ વસુલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!