તમારા પગમાં આ સંકેતો દેખાય તો ચેતી જજો, જાણી લો કઇ ગંભીર બીમારીઓનો આપે છે સંકેત

શરીરના અન્ય હિસ્સાઓમાં થતા બદલાવ પર તો મોટાભાગના લોકો ધ્યાન આપે છે, ઘણાં ઓછા લોકો એવા હોય છે જેનું ધ્યાન પગ તરફ જાય છે. પરંતુ શું તમે જાણો છો? તમારા પગ સ્વાસ્થ્ય વિશે ઘણું બધુ જણાવે છે. હકીકતમાં પગ આપણી બૉડીના સિગ્નલ પોઇન્ટ હોય છે. જે બીમારીઓનો સંકેત આપે છે જેના પર જો ધ્યાન આપવામાં ન આવે તો તેના પરિણામ ગંભીર હોઇ શકે છે. તેથી પગમાં થતા બદલાવ પર ધ્યાન આપવુ જોઇએ.

શું તમારા પગમાં પણ થાય છે આવી તકલીફ?

image source

જો તમારી એડીઓમાં હંમેશા દુખાવો થતો રહેતો હોય તો તે શરીરમાં યૂરિક એસિડ વધવાનો સંકેત આપે છે. તેથી યૂરિક એસિડની તપાસ જરૂર કરાવવી જોઇએ.

image source

જો તમારા પગના અંગૂઠા અને પંજામાં સોજો હોય તો, તમારે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઇએ. આ સંકેત કિડનીની સમસ્યા અથવા એનીમિયા થવાનો સંકેત છે. તમારા પગના નખ પર જો લાલ રંગ જોવા મળે તો સંકેત હાર્ટ ઇંફેક્શન તરફ ઇશારો કરે છે. આવુ ત્યારે થાય છે જ્યારે આપણી રક્ત વાહિનીઓ તૂટી જાય છે. વારંવાર મોશ્ચરાઇઝર અથવા કોલ્ડ ક્રીમ લગાવ્યા બાદ પણ તમારા પગની સ્કીન રૂક્ષ અથવા ફાટેલી રહે છે તો તેની ઉપેક્ષા ન કરો. બની શકે છે કે તમને થાયરોઇડ હોય. તેથી જરૂર ટેસ્ટ કરાવી લો.

પગમાં ઇજા થાય અને લાંબા સમય સુધી તેમાં રૂઝ ન આવે તો તમારે તેને ગંભીરતાથી લેવુ જોઇએ. કારણ કે પગની ઇજા તે વાતનો સંકેત આપે છે કે તમને કદાચ ડાયાબિટીસ હોઇ શકે છે. તેથી શુગર ટેસ્ટ જરૂર કરાવી લો.

image source

તમારા પગના પંજા અથવા ગોઠણમાં હંમેશા દુખાવો રહેતો હોય અને દવા લીધા બાદ તેમાં એક હદ સુધી આરામ મળે તો તે સંધિવા બીમારીના લક્ષણ હોઇ શકે છે.

image source

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને ફેમિલી ફિઝિશિયન્સ એસોસિયેશન દ્વારા રવિવારે મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં વીનસ ઇનસફિયન્સી ડિસઓર્ડર પર સમિનાર યોજાયો હતો. આ ડિસઓર્ડરમાં વ્યક્તિની પગની નસ ફૂલી જતી હોવાથી ચાલવામાં ખૂબ જ તકલીફ થાય છે. સેમિનારમાં આ ડિસઓર્ડરનાં લક્ષણો અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ એની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. રાજેશ હૈદ્રાબાદીએ કહ્યું હતું કે, ‘અત્યારે કોમથેરાપી, લેઝર થેરાપી અને રેડિયોફ્રિકવન્સી એબ્લેઝન અને સર્જરી પણ કરાવી શકાય છે.’

image source

આ ડિસઆ‹ર્ડરનાં લક્ષણો

 • @ પગના નીચેના ભાગે કે ઘૂંટણમાં સોજો
 • @ પગમાં સતત દુખાવો રહે.
 • @ નસો ફૂલી જાય.
 • @ પગની સ્કિન લેધર જેવી લાગે.
 • @ સતત ખંજવાળ આવ્યા કરે.
 • @ પગ લાલ થઈ જાય.
 • @ ચાલવામાં તકલીફ રહે.
 • @ એક સ્થિતિમાં બેસી કે ઊભા રહેવામાં આવે તો પગમાં ખુબ જ દુખાવો થાય.
image source

આટલી કાળજી જરૂરી

 • @ વીનસ ઇનસફિયન્સી ડિસઆ‹ર્ડર ન થાય એ માટે સતત પ્રાણાયામ કે આસન કરવા જોઈએ.
 • @ જો આ ડિસઆ‹ર્ડર હોવાનું જણાય તો સતત ચાલવું જોઈએ.
 • @ એકસરસાઇઝ કરવી જોઈએ.
 • @ જો તમારું વજન વધારે હોય તો વજન ઘટાડવું જોઈએ.
 • @ લાંબા સમય સુધી એકને એક સ્થિતિમાં બેસી રહેવાનું કે ઊભા રહેવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *