બનાસકાંઠાના BJPના સાંસદ યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાનો કથિત વીડિયો વાયરલ

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર અશ્લિલ વીડિયોને લઈને હડકંપ મચ્યો છે. આ પહેલા પણ ઘણા નેતાની અશ્લિલ સીડીઓને લઈને ચકચરા મચી હતી. તો હવે આ સામે આવેલા કથિત વીડિયોમાંભાજપના નેતા દેખાય છે અને યુવતી સાથે અશ્લીલ ચેનચાળા કરી રહ્યા છે આ ઉપરાંત તેમની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લામાં આશિક મિજાજના આધેડ વયના નેતાનું કથિત પ્રકરણ છેલ્લા 5 વર્ષથી જોરશોરથી ચર્ચામાં હતું જે હવે ખૂલીને બહાર આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

image soucre

નોંધનિય છે કે, ભાજપની છાપ લોકોમાં એક શિસ્તબદ્ધ કહેવાતી હતી પરંતુ હવે એક પછી એક અશ્લિલ વીડિયો સામે આવતા તેમની શાખ ધોવાતી હોય તેમ લાગી રહ્યું છે, નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા જ કચ્છ-ભૂજમાં પમ ભાજપના યુવા નેતા હોટેલમાંથી પકડાયા હતા, જેને લઈને ભાજપના મોવડીમંડળની ઈજ્જતના કાકરા થયા હતા, જો કે આવી ઘટના બાદ કોઈ પણ મોટા નેતાએ નિવેદન આપ્યું નથી.. તો હવે ગુજરાત ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત અશ્લીલ વીડિયો સામે આવ્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.

image soucre

નોંધનિય છે કે આ કથિત વીડિયોમાં સાંસદ પરબત પટેલ સોફા પર બેઠા બેઠા એક યુવતી સાથે અશ્લીલ હરકત કરે છે, તમને જણાવી દઈએ કે, બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામના મગાભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના નેતાનો વીડિયો 15 ઓગસ્ટે વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જોકે 15 ઓગસ્ટ પહેલાં જ આ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હડકંપ મચી ગયો છે.

image soucre

તમને જણાવી દઈએ કે આ વાઈરલ વીડિયોને લઈને પરબત પટેલે અગાઉ પ્રતિક્રિયા આપી હચી. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની રંગરેલિયા મનાવતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. નોંધનિય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત ફોટા બાબતે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ફોટા અને વીડિયો વાયરલ થઈ ગયા છે તે મારા નથી મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે, આ વીડીયો એડિટ કરીને મને ફસાવવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, તમામ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા તે મેં જોયા નથી પણ મને મીડિયા દ્વારા જે વાત જાણવા મળી કે એક મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ જે ફોટા અને વીડિયો વાયરલ કરાશે ફોટા મારા નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ અગાઉ પણ મને બ્લેકમેલ કરવા ઘણા લોકોએ પ્રયત્ન કર્યા હતા અને પૈસાની માગણી પણ કરી હતી.