20 વર્ષ બાદ અફઘાનિસ્તાન છોડનાર આ હતો સૌથી છેલ્લો અમેરિકી સૈનિક

અફઘાનિસ્તાન પર તાલિબાની ના કબજા પછી સોમવારે રાત્રે તમામ અમેરિકી સૈનિકોએ દેશ છોડી દીધો છે. અમેરિકા 31 ઓગસ્ટની ડેડલાઈન પહેલા જ અફઘાનિસ્તાનથી સૈનિકોને રવાના કરી ચૂક્યું છે. અમેરિકાની છેલ્લી સૈન્ય ટુકડી સોમવારે રાત્રે 12:00 અફઘાનિસ્તાનથી રવાના થઈ ગઈ. આ જાણકારી સૌથી પહેલાં પેન્ટાગોને આપી અને ત્યાર બાદ ખુદ રાષ્ટ્રપતિ જો બાઇડનએ અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના નીકળી જવા પર સત્તાવાર નિવેદન આપ્યું હતું.

image source

રાષ્ટ્રપતિ અને કહ્યું હતું કે આ સાથે જ અફઘાનિસ્તાનથી 20 વર્ષની અમેરિકી સૈનિકોની હાજરી પૂર્ણ થઈ છે. અમેરિકી રક્ષા વિભાગે જણાવ્યું કે 20 વર્ષના અમેરિકી સૈન્ય અભિયાન બાદ અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી થઈ છે. અફઘાનિસ્તાન છોડનારા છેલ્લા અમેરિકી સૈનિક મેજર જનરલ ડોનહ્યું હતા. તેઓ C17 વિમાનથી 30 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ થી રવાના થયા હતા. તેઓ અમેરિકી મિશનના અંતના પ્રતીક છે.

image source

52 વર્ષીય મેજર જનરલ ક્રિસ પાસે આફ્રિકામાં અને દક્ષિણ કોરિયા માં સેવા કરવાનો ત્રણ દાયકા નો અનુભવ છે. 2 સ્ટાર જનરલને અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા અને પૂર્વીય યુરોપમાં સંચાલન ના સમર્થનમાં 17 વખત તેનાત કરવામાં આવ્યા છે. તેમણે પોતાની કારકિર્દીનું લાંબો સમય વિશેષ દળ સાથે પસાર કર્યો છે. તેમનું પહેલું અસાઇમેન્ટ દક્ષિણ કોરિયામાં સેના સાથે લીડર તરીકે હતું.

image source

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાળકને અમેરિકી સૈનિકોના પરત ફરવા પર કહ્યું હતું કે છેલ્લા 17 દિવસમાં તેના સૈનિકોએ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટા અને અંજામ આપ્યો છે સેના એ બેજોડ સાહસ અને સંકલ્પ સાથે કામ કર્યું છે. આ સાથે જ અમેરિકી સૈન્યની 20 વર્ષની અફઘાનિસ્તાન ની ઉપસ્થિતિ પૂર્ણ થઈ છે.