છોકરી પાન ખાય તો સમજી લેજો લગ્ન કરવા માટે તૈયાર, જાણો ભગોરીયા મેળા સાથે જોડાયેલી ખાસ વાતો

આ વખતે હોલિકા દહન 17 માર્ચે થશે અને ધુળેટી 18 માર્ચે રમાશે. ભગોરિયા મેળો હોળી પર મધ્ય પ્રદેશના આદિવાસી બહુલ વિસ્તારોમાં યોજવામાં આવે છે. આ મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. તેને જોવા માટે વિદેશી પર્યટકો પણ અહીં આવે છે. આ મેળાની સૌથી ખાસ વાત એ છે કે આમાં આદિવાસી સમાજના યુવક-યુવતીઓ ખાસ રીતે યુવતીઓ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જો છોકરી પણ સંમત થાય તો બંનેના લગ્ન થઈ જાય છે. જાણો ભગોરિયા મેળા સાથે જોડાયેલી ખાસ વાતો વિશે.

image soucre

ભગોરિયા મેળામાં આદિવાસી સમાજના હજારો લોકો ભાગ લે છે. તેમની વચ્ચે યુવક-યુવતીઓ પણ છે. જો કોઈ યુવક કોઈ છોકરીને પાન અર્પણ કરે અને છોકરી તે લે તો તેનો અર્થ એ છે કે છોકરીને પણ છોકરો પસંદ છે. આ પછી તેઓ બંને મેળામાંથી ભાગી જવા માટે સંમત થાય છે અને જ્યાં સુધી તેમના પરિવાર તેમના લગ્ન માટે સંમત ન થાય ત્યાં સુધી ઘરે પાછા નહીં આવે. આ રીતે આ મેળો પ્રાચીનકાળના સ્વયંવરની પ્રતિકૃતિ છે.

ભગોરિયા મેળાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?

અહીં ભરાઈ છે એવો મેળો જ્યાં ગુલાલ લગાવી તમે કોઈપણની પત્ની લઈ જઈ શકો છો,જાણો ક્યાં આવેલી છે આજગ્યા... - MT News Gujarati
image soucre

1. માન્યતા અનુસાર, ભગોરિયા મેળાની શરૂઆત બે ભીલ રાજાઓ કસુમાર અને બાલુનના સમયથી કહેવામાં આવે છે, જેમાં આ બંને રાજાઓએ સાથે મળીને તેમની રાજધાની ભગોરમાં મેળાનું આયોજન કર્યું હતું. આ પછી બીજા રાજાઓ સતત આ મેળાનું આયોજન કરતા આવ્યા અને આજે આ એક રિવાજ બની ગયો છે.

Bhagoria Mela 2019: भगोरिया मेले में बदली परंपरा, अब गुलाल लगा देने भर से नहीं मिलती दुल्हन
image soucre

2. કેટલાક લોકો માને છે કે આ સાચું નથી. હકીકતમાં, ભીલ સમાજમાં છોકરા પક્ષે છોકરીઓને લગ્ન માટે દહેજ આપવું પડે છે. આનાથી બચવા માટે કેટલાક લોકોએ ભગોરિયા મેળાનું આયોજન કર્યું હતું જેમાં છોકરા-છોકરીઓ પૈસા વિના લગ્ન કરે છે.

image soucre

3. ભગોરિયા મેળાનું આયોજન 1 દિવસ માટે નહીં પરંતુ 4-5 દિવસ માટે કરવામાં આવે છે. સરકાર અને વહીવટીતંત્ર પણ આમાં સહકાર આપે છે. ભગોરીયા મેળાને લઈને યુવક-યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યુવાનોને જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે.