સાક્ષાત મહાદેવ વસે છે આ મંદિરમાં, ભૂલ્યા વગર કરો એકવાર આ શિવલિંગના દર્શન અને પૂરી કરો મનોકામના

આપણે સૌ જાણીએ છીએ કે, મહાદેવની આયા અનેરી છે. ભોળેનાથનો શણગાર, તપ તેમને અન્ય દેવોથી અલગ બનાવે છે. આપણા દેશમા અનેક પ્રકારના શિવ મંદિરો આવેલા છે તેમાંથી કેટલાક આશ્ચર્ય પમાડે તેવા પણ છે. અહીં આવવાથી ભક્તોની ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. જયારે અમુક એવા પણ છે કે, જે તેમની વિશેષતાઓ માટે આખા વિશ્વમા પ્રખ્યાત છે.

image source

આજે આ લેખમા અમે તમને એક એવા શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કદમા દિન પ્રતિદિન વધારો થતો રહે છે. આ શિવલિંગ પ્રાકૃતિક રીતે રચાયેલ છે. આ અનોખા શિવલિંગને “ભૂતેશ્વરનાથ” તરીકે પણ ઓળખવામા આવે છે. તો ચાલો આ અંગે થોડી વધુ માહિતી મેળવીએ.

દૂર-દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ :

image source

આ અનોખુ શિવલિંગ છત્તીસગઢની રાજધાની રાયપુરથી અંદાજે ૯૦ કિમીના અંતરે ગરિયાબંદમા ગાઢ જંગલોની વચ્ચે આવેલ છે. ૧૨ જ્યોતિર્લિંગની જેમ જ તે છત્તીસગઢમા “અર્ધનારીશ્વર શિવલિંગ” તરીકે પણ ઓળખાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ શિવલિંગનુ કદ દર વર્ષે નિરંતર વધતું રહેશે. પ્રકૃતિમાં સ્થિત આ શિવલિંગના દર્શન માટે લોકો દુર-દુરથી આવે છે.

પૌરાણિક માન્યતા :

એવુ કહેવામાં આવે છે કે, સો વર્ષો પહેલા અહી શોભાસિંહ નામના જમીનદાર ખેતી કરતા હતા. જ્યારે તે સાંજે પોતાના ખેતરમાં ફરવા માટે જતા ત્યારે ખેતરની આજુબાજુના ટેકરા પરથી તેમને બળદ અને સિંહના અવાજ સંભળાતા. આ અંગે જ્યારે આસપાસ શોધ કરવામા આવી તો દૂર-દૂર સુધી કોઈ પ્રાણી ન મળ્યું ત્યારે લોકોનો આ ટેકરા પ્રત્યેનો આદર વધવા લાગ્યો. લોકો આ ટેકરાને શિવલિંગ માનવા લાગ્યા.

દર વર્ષે ઉંચાઈ અને ગોળાઈમા થઇ છે વૃદ્ધિ :

image source

પરાગાંવ વિસ્તારના લોકો એવું જણાવે છે કે, પહેલા આ ટેકરા એકદમ નાના હતા. ધીમે-ધીમે તેની ઉંચાઈ અને ગોળાઈમા પણ વધારો થતો ગયો અને આજે પણ ચાલુ જ છે. આ શિવલિંગમાં પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ જળસ્ત્રોત પણ દેખાય છે, જે ધીમે-ધીમે જમીન ઉપર આવી રહ્યા છે. હાલ આ સ્થળ ભૂતેશ્વરનાથ અથવા તો ભકુરા મહાદેવ તરીકે ઓળખાય છે.

શિવલિંગનુ પૌરાણિક મહત્વ :

image source

વર્ષ ૧૯૫૯મા ગોરખપુરથી પ્રકાશિત કરવામા આવેલા ધાર્મિક સામયિક કલ્યાણના વાર્ષિક અંકમાં પણ તેનો ઉલ્લેખ કરવામા આવેલો છે. તેને વિશ્વનુ એક અનન્ય શિવલિંગ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. હાલ તે જમીન કરતા અંદાજે ૫૫ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. પ્રખ્યાત ધાર્મિક લેખક બલરામ સિંહ યાદવના જ વિજ્ઞાન પ્રમાણે સનાતન ચૈતન્ય ભૂતેશ્વરનાથ એવુ લખે છે કે, તેમનું આગમન નિરંતર વધી રહ્યું છે. એક એવી દંતકથા પણ છે કે, તેમની પૂજા છુરા નરેશ બિન્દ્રાણવાગઢના પૂર્વજો દ્વારા કરવામાં આવી રહી છે.