સૌથી મોટા હોઠ મેળવવા માટે 26 વાર સર્જરી કરાવી ચુકી છે આ છોકરી, હવે કરવા જઈ રહી છે આ કામ

કંઈક અલગ કરવાની ઈચ્છામાં લોકો કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. આવો જ જુસ્સો બુલ્ગારિયામાં રહેતી એક છોકરી પર સવાર થયો છે. આ છોકરીએ વિશ્વના સૌથી મોટા હોઠ મેળવવા માટે તેના હોઠ પર ઘણી બધી વાર સર્જરી કરાવી છે, પરંતુ હજી તેનું મન ભરાયું ન હતુ. ક્રિસમસ પહેલા તે લિપ્સ માટે અન્ય એક સર્જરીની તૈયારી કરી રહી છે.

Bratz Dollની જેમ દેખાવાની ઈચ્છા

image soucre

ડેઇલી મેઇલ’ના સમાચાર અનુસાર, 24 વર્ષની એન્ડ્રીયા ઇવાનોવાએ દાવો કર્યો છે કે તેના હોઠ વિશ્વમાં સૌથી મોટા હોઠ છે. જો કે, તે ઇચ્છે છે કે તેનું ‘પાઉટ’ કદમાં મોટું હોય. અને એટલા માટે જ તે 27મી વખત સર્જરી કરાવવા જઈ રહી છે. ઇવાનોવા બ્રાટ્ઝ ડોલ જેવી દેખાવાની ઈચ્છા ધરાવે છે અને આ માટે તેને બીજી સર્જરી કરાવવા સામે પણ એને કોઈ વાંધો નથી. ગયા વર્ષે 28 એપ્રિલના રોજ પણ તેની લિપ સર્જરી થઈ હતી, જે અંતર્ગત 26મી વખત તેના હોઠમાં હાયલ્યુરોનિક એસિડ નાખવામાં આવ્યું હતું.

દરેક બોડી પાર્ટ જોઈએ પરફેક્ટ

image source

સર્જરીની મદદથી તેના હોઠના કદમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે વિશ્વની સૌથી મોટી હોઠ ધરાવતી મહિલા બની ગઈ છે. જો કે તે એકલા હોઠની વાત નથી, એન્ડ્રીયાએ તેની ચિન અને જૉલાઇનની સર્જરી માટે પણ ઘણો બધો ખર્ચ કર્યો છે. હાલમાં જ તેણે આ માટે 500 પાઉન્ડ એટલે કે લગભગ 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. એન્ડ્રીયા ઈચ્છે છે કે તેના શરીરનો દરેક ભાગ પરફેક્ટ હોય, તેથી તે સર્જરી કરાવતી રહે છે.

ફેન્સે પણ ઓફર કરી હેલ્પ

image source

એન્ડ્રીયા ઇવાનોવા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તેના 8,828 ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે અને તે એન્ડ્રીયાના જુસ્સાને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. કેટલાકે તો એન્ડ્રીઆને સર્જરી માટે નાણાકીય સહાય પણ ઓફર કરી છે. એન્ડ્રીયાએ તેના હોઠને મોટા કરવા માટે ઘણા ઈન્જેક્શન લગાવ્યા છે અને એક ઈન્જેક્શનની કિંમત 200 પાઉન્ડ છે. જો કે, તેઓ ખર્ચની પરવા કરતા નથી. તેણે કહ્યું, ‘મોટા હોઠ મારો આત્મવિશ્વાસ વધારે છે અને હું તેમના માટે કંઈ પણ કરવા તૈયાર છું.