બ્રેડ ચીઝ બોલ્સ – બ્રેડ ચીઝ બોલ્સ સરળતાથી બની જતી રેસિપી છે એકવાર જરૂર ટ્રાય કરજો…

ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પિઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા કર્યો હશે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે

બ્રેડ ચીઝ બોલ્સ સરળતાથી બની જતી રેસિપી છે. મહેમાન આવવાના હોય ત્યારે પણ ફટાફટ આ બનાવીને તમે તેમને આપી શકો છો. આ રેસિપી બટાકા, ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

સામગ્રી

##2થી 4 લોકો માટે ચીઝ બોલ્સ બનાવવા માટે જોઈશે##

  • – ત્રણ નંગ બાફેલા બટાકા
  • – 50 ગ્રામ છીણેલું પનીર (optional)
  • – બે મોટી ચમચી કોર્ન ફ્લોર
  • – બે નંગ ઝીણા સમારેલાં લીલા મરચાં અથવા પેસ્ટ
  • – એક મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • – અડધી ચમચી કાળા મરીનો પાઉડર
  • – 5-6 ચીઝ ક્યૂબ્સ(ચોરસ કટ )
  • – એક નાની વાટકી બ્રેડ ક્રમ્બ્સ
  • – એક નાની ચમચી ચાટ મસાલો
  • – મીઠું સ્વાદ અનુસાર
  • – તળવા માટે તેલ
  • – બે મોટી ચમચી કોર્ન ફ્લોર સ્લરી

*બનાવવાની રીત*

1.સૌથી પહેલા એક બાઉલમાં બટાકાંને બરાબર મૅશ કરી લો. બટાકામાં છીણેલું પનીર ઉમેરો. હવે કોર્ન ફ્લોર ઉમેરો.

2. પછી ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર, મીઠું અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

3.હવે હાથ પર તેલ લગાવી બટેકા નું સુફીન્ગ લઇ નાના બલ્લ્સ રેડી કરી લો …તેપછી ચીઝ ને ચોરસ કટ કરી સ્ટુફીન્ગસ માં વચ્ચે મુકવા માટે રેડી કરો ….. હવે ,બોલ્સ માં આગળી થી ખાડો કરી વચ્ચે ચીઝ ને ચોરસ કટ કરેલું મૂકી ફરી રાઉન્ડ સેપ આપી કોર્ન ફ્લોર સ્લરી માં રગદોળી અને પછી બ્રેડ ક્રમ્બ્સ માં રગદોળી બધા બોલ્સ રેડી કરવા ….

4..હવે મીડિયમ આંચ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ચપટી ચાટ મસાલો ભભરાવી .મીડીયમ ફ્લેમ પર બધા બોલ્સ તળી લેવા …..અને એને ગરમ સર્વ કરવા …..આ બોલ્સ તેલ થઈ જાય પછીજ ઉમેરવા જેથી સરખા તળાય.

નોંધ :

  • – તમે સ્ટુફીન્ગસ રેડી કરો ત્યારે ઢીલું લાગે તો કોર્ન ફ્લોર વધારે ઉમેરી થોડી વાર માટે ફ્રીઝ માં મૂકી દેવું ..
  • – બટાકા બાફતી વખતે એની સિટી 2-3 જ વગાડવી ……
  • – તમે સ્ટુફીન્ગસ માં તમારા ટેસ્ટ મુજબ ચીલી ફ્લાકેસ અને ઓરેગાનો ઉમેરી શકો છો ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.