જુઓ તસવીરોમાં બાળકો માટેની સ્પેશિયલ કાર, જે બુગાટીએ મૂકી બજારમાં

ગયા વર્ષે બુગાટીએ પોતાના 110 માં સ્થાપના દિવસ નિમિત્તે કહ્યું હતું કે તેઓ નજીકના ભવિષ્યમાં જ પોતાની નવી બુગાટી બેબી 2 કાર લોન્ચ કરશે અને તે સમયે એ કારનું 3D પ્રિન્ટેડ મોડલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીના કહેવા મુજબ તેની બુગાટી 2 બેબી કારના માત્ર 500 યુનિટ્સ જ બજારમાં લાવવામાં આવશે જે પહેલાથી જ વેંચાઈ ગયેલા હશે.

image source

બુગાટી બેબી 2 કારની ડિઝાઇન વર્ષ 1927 ની બુગાટી બેબી ટોય કાર જેવી જ બનાવવામાં આવી છે. બુગાટી બેબી 2 માં રિમુવેબલ લીથીયમ આયન બેટરી, લિમિટેડ સ્લીપ ડિફરેંશીયલ તથા રિજનરેટિવ બ્રેકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બુગાટી બેબી 2 ની પ્રારંભિક કિંમત 30000 યુરો એટલે કે લગભગ 26.6 લાખ રૂપિયા છે જે વધીને 58500 યુરો એટલે કે 50.7 લાખ રૂપિયા સુધી પહોંચે છે.

image source

નોંધનીય છે કે હાલમાં બહાર પડાયેલા 500 મોડલ પહેલાથી જ વેંચાઈ ગયા છે અને હજુ કંપનીએ નવા બુકીંગ ચાલુ પણ રાખ્યા છે જેથી જો કોઈ ગ્રાહક પોતાની ડીલ કેન્સલ કરે તો કોઈ નવા ગ્રહકનું સ્વપ્ન પૂરું થઈ શકે.

image source

અહીં એ પણ નોંધનીય છે કે બુગાટી બેબી 2 કાર બુગાટી ટાઈપ 35 પર આધારિત છે જે વિશ્વની સૌથી સફળ રેસિંગ કાર પૈકી એક ગણાય છે. બુગાટી બેબી 2 ને ત્રણ વેરીએન્ટ બેઝ, વિટેસ, અને પુર સેંગમાં બહાર પાડવામાં આવી છે. તેના બેઝ મોડલની વધુમાં વધુ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાકની છે અને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ આ કાર 25 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

image source

એ જ રીતે બુગાટી બેબી 2 વિટેસ તથા પુર સેંગ મોડલની વધુમાં વધુ સ્પીડ 70 કિલોમીટર પ્રતિકલાકની છે અને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ તે 50 કિલોમીટર ચાલી શકે છે.

આ કારને એલ્યુમિનિયમ વડે તૈયાર કરવામાં આવી છે અને કાર 2.8 મીટર લાંબી તથા 1 મીટર પહોળાઈ ધરાવે છે તેમજ તેનું વજન 230 કિલોગ્રામ જેટલું છે.

image source

કંપની તરફથી બુગાટી બેબી 2 કાર ખરીદનાર તમામ 500 ગ્રાહકોને લિટલ કાર કલબની મેમ્બરશીપ પણ આપવામાં આવશે જેના કારણે તેઓના બાળકો અને પૌત્રાઓ પ્રસિદ્ધ મોટર રેસિંગ સર્કિટમાં ભાગ લઈ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત