મૌની રોય જ નહિ આ એક્ટ્રેસ પણ કરી ચુકી છે બિઝનેસમેન સાથે લગ્ન, જોઈ લો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ

દર વર્ષે ઘણા બોલિવૂડ સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાય છે. તેમાંથી કેટલાક પોતાના સહ-કલાકારો સાથે લગ્ન કરે છે, કેટલાક ખેલાડીઓને પસંદ કરે છે અને કેટલાક સફળ ઉદ્યોગપતિઓ સાથે લગ્ન કરે છે. તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે સાત ફેરા લીધા છે. તેથી, આજે આપણે તે બી-ટાઉન અભિનેત્રીઓ પર એક નજર કરીએ જેમણે સફળ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે.

મૌની રોય – સૂરજ નામ્બિયાર

image soucre

મૌની રોયે 27 જાન્યુઆરીના રોજ એક ભવ્ય-ખાનગી સમારોહમાં દુબઈ સ્થિત એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા. લગ્નમાં માત્ર તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. મલયાલી અને બંગાળી બંને રીત-રિવાજોને માન આપીને, મૌનીએ ગાંઠ બાંધતા પહેલા પરંપરાગત હલ્દી અને મહેંદી સમારોહનું પણ આયોજન કર્યું હતું.

શિલ્પા શેટ્ટી – રાજ કુન્દ્રા

image soucre

બિઝનેસમેન રાજ કુન્દ્રાના પ્રેમમાં પડ્યા બાદ શિલ્પા શેટ્ટીએ તેની સાથે 22 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં બંનેને બે બાળકો છે – વિયાન અને સમિષા. રાજે અગાઉ કવિતા સાથે લગ્ન કર્યા હતા, જે કથિત રીતે બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેઓએ 2006માં છૂટાછેડા લીધા હતા.

અસિન – રાહુલ શર્મા

image soucre

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની અભિનય કૌશલ્યથી બધાને પ્રભાવિત કર્યા પછી, અસીને 2016માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં. તમને જણાવી દઈએ કે રાહુલ એક પ્રખ્યાત ભારતીય કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીના કો-ફાઉન્ડર છે. લગ્ન બાદથી અભિનેત્રીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે.આ કપલને એક પુત્રી અરીન છે.

સોનમ કૂપર – આનંદ આહુજા

image soucre

સોનમ કપૂરે ચાર વર્ષ પહેલા લંડન સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આનંદ આહુજા એક ટોપ ફેશન બ્રાન્ડના માલિક છે.આ દંપતીએ માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેમના મુંબઈના નિવાસસ્થાને પરંપરાગત શીખ વિધિમાં લગ્ન કર્યા.

એશા દેઓલ – ભરત તખ્તાની

image soucre

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલે તેના બાળપણના મિત્ર અને હીરાના વેપારી ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા. રિપોર્ટ્સ અનુસાર, સ્કૂલ પૂરી થયા પછી બંને 10 વર્ષ સુધી એકબીજાના સંપર્કમાં નહોતા. પરંતુ નસીબે તેમને ફરી ભેગા કર્યા અને 2012માં તેમના લગ્ન થયા. આ દંપતીને બે સુંદર પુત્રીઓ છે – રાધ્યા અને મીરાયા