જ્યારે આ જાણીતી એક્ટ્રેસના પ્રાઇવેટ ફોટા થયા હતા લીક, થયો હતો સોશિયલ મીડિયા પર બબાલ

ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફ અને પોતાની ઈમેજને લઈને ખૂબ જ સાવચેત રહે છે, તેથી તેઓ ઘણીવાર ધ્યાન રાખે છે કે તેમની કોઈ અંગત વાત જાહેરમાં ન જાય, પરંતુ કેટલીકવાર તેમની કેટલીક અંગત બાબતો થોડી બેદરકારીથી સાર્વજનિક થઈ જાય છે. જો આ અંગત બાબતો અભિનેત્રીઓ સાથે જોડાયેલી હોય તો તેનો સૌથી વધુ માર તેમને સહન કરવો પડે છે. બોલિવૂડથી લઈને ટોલીવુડ સુધી એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમની ખાનગી તસવીરો સોશિયલ મીડિયા પર પબ્લિક થઈ ચૂકી છે, ચાલો એક નજર નાખીએ આ લિસ્ટમાં સામેલ અભિનેત્રીઓ પર જે પ્રાઇવેટ ફોટો લીક થવાનો શિકાર બની ચુકી છે

જેકલીન ફર્નાન્ડિઝ

image soucre

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝને હાલમાં જ તેનો પ્રાઈવેટ ફોટો લીક થવાનો ભોગ બનવું પડ્યું છે. વાત જાણે એમ છે કે સુકેશ ચંદ્રશેખર સાથેનો તેમનો એક અંતરંગ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેના કારણે તેમને શરમનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યા બાદ અભિનેત્રીએ અપીલ કરી હતી કે તેની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે.

અક્ષરા હાસન

image soucre

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની દીકરી અક્ષરા હાસન પણ પ્રાઈવેટ ફોટો લીક થવાના કારણે ચર્ચામાં આવી ગઈ છે. ખરેખર, વર્ષ 2018 માં, તેનો એક ખાનગી ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો હતો, જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી હતી. તેની તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.

હંસિકા મોટવાની

image soucre

બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાણી પણ પ્રાઈવેટ ફોટો લીક થવાને કારણે ચર્ચામાં આવી ગઈ છે. વાસ્તવમાં, વર્ષ 2015માં તેનો એક ફોટો લીક થયો હતો, પરંતુ આ મામલે અભિનેત્રી તરફથી કોઈ નિવેદન આવ્યું ન હતું. તેની તરફથી કોઈ પ્રતિક્રિયા ન હોવાને કારણે, તે સાબિત થઈ શક્યું નથી કે તે ફોટામાં દેખાતી હંસિકા હતી કે તેના જેવી દેખાતી કોઈ અન્ય હતી.

તૃષા કૃષ્ણન

image soucre

જ્યારે સાઉથના એક્ટર રાણા દગ્ગુટી સાથે ત્રિશા કૃષ્ણનનો એક પ્રાઈવેટ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે તેને લઈને ઘણો હોબાળો થયો હતો. કહેવાય છે કે બંનેએ ગોવામાં એક પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા, જેની તસવીર સોશિયલ મીડિયા પર લીક થઈ હતી.

નયનતારા

image soucre

સાઉથની ફિલ્મોની એક્ટ્રેસ નયનતારા પણ પ્રાઈવેટ ફોટો લીક થવાને લઈને ચર્ચામાં આવી છે. વર્ષ 2014માં તેની એક અંગત તસવીર સામે આવી હતી, જેમાં તે એક્ટર સિબુ સાથે ઈન્ટિમેટ જોવા મળી હતી. કહેવાય છે કે આ તસવીર વાયરલ થયા બાદ નયનતારા અને સિબુ એકબીજાથી અલગ થઈ ગયા હતા.