ચંડીગઢ ફરવા જાવો તો આ જગ્યાઓએ અચૂક ફરવા જજો, આવશે એટલી મજા કે ના પૂછો વાત

હરવા ફરવાના શોખીન લોકોને ઘરમાં રહેવું પસંદ નથી હોતું. તેઓ સમયાંતરે અલગ અલગ જગ્યાઓએ ફરવા જવાનો પ્લાન બનાવી નીકળી જ જતા હોય છે. નવી નવી જગ્યાઓએ વિશે માહિતી મેળવવી, નવી નવી જગ્યાઓએ જઈ ત્યાંના સ્થાનિક ખાણીપીણીની ચીજવસ્તુઓનો સ્વાદ ચાખવો એ શોખીન લોકોને પસંદ છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં હરવા ફરવાના શોખીન લોકોને ફરજીયાત પોતાના શોખને દબાવી રાખવો પડ્યો છે અને તેઓને ફરજીયાત પણે ઘરોમાં રહેવું પડ્યું છે.

image source

જો કે દેશના વિવિધ રાજ્યો અને શહેરો ધીમે ધીમે અનલોક તરફ વધી રહ્યા છે. ત્યારે પર્યટકોને હવે ફરીથી પોતાની પસંદગીની જગ્યાએ ફરવા જવા માટેની તક મળી શકે છે. જો તમે પણ લોકડાઉન બાદ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને ચંદીગઢની અમુક એવી સુંદર જગ્યાઓ વિશે જણાવવાના છીએ જ્યાં જઈને તમારું દિલ ખુશ થઈ જશે. તો ચાલો જાણીએ ચંદીગઢના એ સ્થાનો વિશે.

સુખના તળાવ

image source

હિમાલય પર્વત શૃંખલાની તળેટીમાં સુખના તળાવ સ્થિત છે. અંદાજે ત્રણ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ આ તળાવ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવીને તમે બોટિંગનો આનંદ લઇ શકો છો, પક્ષીઓને નિહાળી શકો છો. એ સિવાય અહીં ફરવા માટે અનેક લાજવાબ સ્થાનો આવેલા છે. ખાસ કરીને સાંજના સમયે આ તળાવના કિનારે બેસવાનો એક અલગ જ લ્હાવો છે. સાથે જ અહીં ખાવા માટે સારી કેન્ટીનો પણ આવેલી છે જ્યાં લગભગ દરેક પ્રકારનું ખાવાનું મળે છે.

રોક ગાર્ડન

image source

રોક ગાર્ડન સુખના તળાવ પાસે જ આવેલું રોક ગાર્ડન પણ અહીં આવતા પર્યટકોનું ફેવરિટ પ્લેસ છે. આ જગ્યા વિશે જાણવા જેવી બાબત એ છે કે આ રોક ગાર્ડનના સ્થાપક નેક ચંદ હતા અને તેના કારણે આ ગાર્ડનનું એક નામ નેક ચંદ રોક ગાર્ડન પણ છે. અહીં તમને એવી કેટલીય ચીજવસ્તુઓ જોવા મળશે જે બેકાર અને ભંગાર સમજીને ફેંકી દેવામાં આવી હોય અને ત્યારબાદ તેને લાજવાબ કારીગરી કરીને શોપીસ બનાવવામાં આવ્યું હોય.

સેકટર 17 માર્કેટ

image source

જો તમે ચંદીગઢ ગયા હોય અને તમે ત્યાની સેકટર 17 ની માર્કેટમાં ન જાવ તો તમારી યાત્રા અધૂરી જ ગણાય. અસલમાં ચંદીગઢની સેકટર 17 માર્કેટમાં તમને અનેક પ્રખ્યાત અને નામી બ્રાન્ડના શોરૂમ અને સ્ટ્રીટ પર લગાવવામાં આવેલી દુકાનો જોવા મળી જશે. અહીંથી તમે તમારા માટે, તમારા ઘરવાળાઓ માટે તેમજ મિત્રોને ભેટ આપવા માટે ખરીદી કરી શકો છો. સેકટર 17 માં ચંદીગઢ પરિવહનનો બસ ડેપો પણ આવેલ છે જ્યાંથી અલગ અલગ જગ્યાઓએ જવા માટે બસ મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!