જો તમે પણ તમારા ફ્રેન્ડસ સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો ખાસ વાંચી લેજો આ આર્ટિકલ, ફરવાની મજામાં થઇ જશે ડબલ વધારો

આપણા જીવનમાં જે રીતે ખોરાક ખાવાનું, ઊંઘવાનું અને અન્ય જરૂરી કામો કરવાનું મહત્વપૂર્ણ છે તે જ રીતે જીવનમાં હરવું ફરવું પણ જરૂરી છે. જ્યારે આપણે કામના તણાવથી પરેશાન અને થાકી જઈએ છીએ અને થોડા સમય માટે આરામ કરવા ઇચ્છીએ છીએ ત્યારે નાની કે મોટી કોઈ ટ્રાવેલ ટ્રીપનું આયોજન કરીએ છીએ. કોઈ પોતાના પરિવાર સાથે પ્રવાસ કરે છે તો કોઈ મિત્રો અને સ્નેહીઓ સાથે પ્રવાસ કરે છે.

प्रतीकात्मक तस्वीर
image source

પરંતુ શું તમે એ જાણો છો કે જે મોજ અને મજા મિત્રો સાથે પ્રવાસ કરવામાં છે ટેનવી મજા અન્ય કોઈ સાથે ન આવે. અને આ વાતનો તમને ખુદને પણ અનુભવ થયો જ હશે. ત્યારે જો તમે પણ તમારા મિત્રો સાથે કોઈ યાત્રા પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય તો અમારો આ આર્ટિકલ તમને જરૂર ઉપયોગી થશે કારણ કે આ આર્ટિકલમાં અમે તમને અમુક ખાસ ફરવા જેવી જગ્યાઓ વિશે જણાવવાના છીએ.

લેંસડાઉન

Lansdowne
image source

જો તમે તમારા સ્કૂલના મિત્રો કે ઓફિસના મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે મિત્રો સાથે લેંસડાઉન જઈ શકો છો. ઉત્તરાખંડના ગઢવાલમાં આવેલું લેંસડાઉન એક શાંત અને રમણીય સ્થળ છે. અહીં તમે આરામની પળો માણી તમારા કામનો થાક ઉતારી શકશો. મિત્રો સાથે ફરવા જવા માટે લેંસડાઉનમાં અનેક જગ્યાઓ છે જ્યાં ફરીને તમને મોજ આવશે. અહીં કુદરતના લાજવાબ નજારાઓ પણ જોવા મળે છે અને તેનું કારણ એ છે કે આ જગ્યા નોંધનીય ઊંચાઈ પર સ્થિત છે. ખાસ કરીને અહીંનું ટીપ ઇન ટોપ પર્યટકોમાં પ્રિય છે.

શિમલા

शिमला
image source

જો તમે મિત્રો સાથે ફરવા જવા માટે સારા સ્થાનની શોધમાં છો તો તમારા માટે શિમલા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં ફરવા માટે શિમલાની અનેક સ્થાનિક જગ્યાઓ છે. જેમ કે નારકંડા, કુફરી, ચેલ વગેરે.. અહીં રોકાવા માટે પણ સારા રિસોર્ટ અને અનેક શાનદાર હોટલો આવેલી છે.

गोवा का खूबसूरत नजारा
image source

અહીં તમે મિત્રો સાથે પહાડો અને વાદીઓ વચ્ચે ફરીને યાદગાર સમય વિતાવી શકો છો અને સ્વાદિષ્ટ ભોજનની મહેફિલ પણ મનાવી શકો છો. ખાસ કરીને અહીંનું વાતાવરણ ઘણું આહલાદક હોય છે.

ક્લીંપોન્ગ

kalimpong
image source

કદાચ તમને ક્લીંપોન્ગ શબ્દ પહેલા ક્યારેય સાંભળવા નહિ મળ્યો હોય પરંતુ પશ્ચિમ બંગાળનું આ સ્થાન ખુબસુરત છે. અહીંનું વાતાવરણ એકદમ શાંત છે અને અહીં તમે મિત્રો સાથે ફરવાનો યાદગાર રહી જાય તેવો અનુભવ મેળવી શકશો. અહીં ફરવા માટે ડર્પિન મિસ્ટ્રી, લેપ્ચા મ્યુઝિયમ અને ડિયોલો હિલ્સ જેવી સુંદર જગ્યાઓ આવેલી છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે અને મન ભરીને મોજ માણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *