કોરોનાની ત્રીજી લહેરના ભયે સુરતના કાપડ ઉદ્યોગપતિઓએ લીધો આ નિર્ણય

સુરતમાં કાપડ ઉદ્યોગમાં હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ભય જોવા મળી રહ્યો છે. એવામાં હવે ઉદ્યોગકારો પ્રોડક્શન ઓછું રાખવા અંગે વિચારી રહ્યા છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોની બીજી લહેર દરમિયાન સુરતમાં કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો આ ઉપરાંત લોકડાઉનના સમય પછી કાપડ ઉદ્યોગને આર્થિક મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો હતો. એવામાં સુરતમાં માર્કેટના વેપારીઓની વિવિધ સમસ્યાને મુદ્દે સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ અને રાજ્યોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે દિવાળી, લગ્નની સિઝન માટે ડિમાન્ડ પૂરતો જ સ્ટોક રાખવાનો નિર્ણય કરાયો હતો,

તમને જણાવી દઈએ કે કાપડ ઉદ્યોગપતિઓમાં ઓવર પ્રોડક્શન થતા માલનો ભરાવો થવાનો ભય જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા જોતાં વેપારીઓને નુકસાનથી બચવા માટે ઓવર પ્રોડક્શન નહીં કરવા માટે એસોસિએશને સલાહ આપી છે

image soure

ઉલ્લેખનિય છે કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે કાપડ ઉદ્યોગમાં 50 થી 60 % માંગ ઘટી છે આ ઉપરાંત કેરળ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ જોતાં સુરતના વેપારીઓનું કામ છેલ્લાં ઘણાં મહિનાથીઓથી લગભગ અડધું થઈ ગયું છે.

આટલું જાણે ઓછું હોય એમ ઓનલાઈન વેપારમાં પણ સતત થતા છેતરપિંડીના કિસ્સાઓએ વેપારીઓને ભારે ચિંતામાં મુકયા છે, જેથી વેપારીઓ ચેક કે પછી પ્રોમિસરી નોટ સાથે જ વેપાર કરવા મજબૂર બન્યા છે. ત્યારે ટેક્ષટાઈલ ટ્રેડર્સ એસોસિએશનની મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે કોરોના કાળને લઈને સૌથી વધુ માઠી અસર કાપડ ઉધોગ પર પડી છે. કોરોનાના કારણે મોટાભાગના કામદારો પોતાના વતન જતા રહ્યા હતા. જોકે હાલ કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયો છે, ત્યારે કામદારો ફરીથી સુરત તરફ આવી પહોંચ્યા છે. જો કે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, કામદારોને વેપારીઓ નોકરી પર નથી રાખી રહ્યા. કારણ કે હાલ કોઈ પણ પ્રકારની ખરીદી માર્કેટમાં નથી. જેથી કામદારોને પગાર ચૂકવવા તથા અન્ય ખર્ચાઓ માટે વેપારીઓ પાસે પૈસા નથી. હાલ કેટલાક કારીગરો બેકાર બન્યા છે, તો કેટલાક લોકો અડધા પગારે નોકરી પર રહેવા મજબૂર બન્યા છે

image soure

વિવિંગ એકમની જો વાત કરીએ તો, હાલની પરિસ્થિતિ તેમની પણ ખૂબ જ ખરાબ છે. પહેલા 35 જેટલા કામદારો એક જ યુનિટમાં કામ કરતા હતા. જો કે માર્કેટમાં ખરીદી ઓછી રહેતા હાલ માત્ર 15 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત સપ્તાહમાં 2 દિવસ રજા પણ આપવામાં આવી રહી છે. કારીગરોની સંખ્યા વધી ગઈ છે અને તેની તેની સામે કામ મળતું નથી. જો આ જ પરિસ્થિતિ રહેશે તો, બેકાર કારીગરો વતન ઉપડી જશે તેવી ભીતિ સેવાઇ રહી છે