સિદ્ધાર્થ શુકલામાં મોતથી પાકિસ્તાન પણ ડુબ્યુ શોકમાં

બિગ બોસ ફેમ અભિનેતા સિદ્ધાર્થ શુકલામાં મોતથી હર કોઈ ચકિત છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગગજોથી લઈને એમના ફેન્સ આ અનહોનીથી ખૂબ જ હેરાન છે. હજી પણ લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે રોજ ત્રણ ત્રણ કલાક કરનાર, એકદમ ફિટ એકટર સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું છે. સિદ્ધાર્થના મોતથી ભારતના જ નહીં પણ પડોશી દેશ પાકિસ્તાનના ફેન્સ પણ ખૂબ જ દુઃખી છે.

image source

ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ સિદ્ધાર્થ શુકલા ટ્વીટરના ટોપ ટ્રેંડમાં છે. સિદ્ધાર્થની લોકપ્રિયતાનો અંદાજો એનાથી જ લગાવી શકાય છે કે પાકિસ્તાનમાં પમ એમના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે. પાકિસ્તાની ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોસ્ટ કરી રહ્યા છે. એક પાકિસ્તાની ફેને ટ્વીટર પર લખ્યું છે કે બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકના કારણે નિધન. જીવન કેટલું અનિશ્ચિત છે એનું એક ઉદાહરણ…. આપણે આગળ વિશે ક્યારેય નથી જાણતા. જીવનની કોઈ ગેરેન્ટી નથી પણ મૃત્યુની છે. આપણે જીવન માટે તૈયારી કરીએ છીએ..યોજનાઓ બનાવીએ છીએ…બચત કરીએ છીએ.

અન્ય એક ફેને લખ્યું છે કે મેં સિદ્ધાર્થને બિગ બોસ 13ની આખી સીઝનમાં સ્પોર્ટ કર્યો હતો. આખી દુનિયા એમના વિરુદ્ધ હતી પણ મેં આસીમને છોડીને સિદ્ધાર્થને પસંદ કર્યા હતા. મેં એટલે એમને પસંદ કર્યા કારણ કે એમને હમેશા સત્યનો સાથ આપ્યો. પણ એમની મોતની ખબર સાંભળીને હું સ્તબ્ધ છું. મને વિશ્વાસ નથી થઈ રહ્યો.

તમને જણાવી દઈએ કે બિગ બોસ 13ના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુકલાનું ગુરુવારે મુંબઈમાં 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુકલાને હાઈટ એટેક આવ્યા પછી મુંબઈમાં કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ એમનું મોત થઈ ગયું હતું.

image source

તમને જણાવી દઈએ કે ટીવીના જાણીતા સિદ્ધાર્થ શુકલા આજે ફેન્સ, મિત્રો અને એમના પરિવારજનોને રડાવીને પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. મુંબઈના ઓશિવારામાં એમના અંતિમ સંસ્કાર આજે કરી દેવામાં આવ્યા. એમને અંતિમ વિદ્યા આપવા માટે પરિવારના સભ્યો ઉપરાંત અમુક નજીકના લોકો પહોંચ્યા હતા.

image source

સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા. બ્રહ્માકુમારી સમાજના બે સભ્યો એમની અંતિમ યાત્રામાં સામેલ હતા. અંતિમ સંસ્કાર પહેલાં બ્રહ્માકુમારી વિધિ અનુસાર પૂજા પાઠ પણ કરવામાં આવ્યા.