દર્દી ઘરે સારવારમાં હોય અને મૃત્યુ પામ્યા હોય તો ? અરજી સાથે કયા કયા દસ્તાવેજ જોડવા છે જરૂરી… બધા પ્રશ્નોનું આ છે સમાધાન

તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે 50,000 ની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ સહાય એવા લોકોના પરિવારના સભ્ય કે વારસદારને મળવા પાત્ર છે જેનું મૃત્યુ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસની અંદર થયું હોય. આ રીતે થયેલા મૃત્યુને કોરોનાથી થયેલા મૃત્યુમાં ગણવાનો આદેશ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારોને આપ્યો હતો. ત્યારબાદ આ સહાય મળવા પાત્ર લોકો માટે રાજ્યની અમદાવાદ, સુરત અને રાજકોટ મહાનગરપાલિકા તરફ ખાસ વ્યવસ્થા શરુ કરી દેવામાં આવી છે.

image socure

રાજ્યની આ ત્રણ મહાપાલિકા તરફથી કોરોનાથી મૃત્યુ થયું છે તે માટેના પ્રમાણપત્ર મેળવવા જરૂરી એવા ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટની વાત કરીએ તો કોરોનાથી મૃત્યુ થયા હોય તે સત્તાવાર આંકડો તો 458 છે પરંતુ ફોર્મ વિતરણ શરુ થયું એના ત્રણ જ દિવસમાં 1700 ફોર્મ લેવાય ચુક્યા છે. આ જ રીતે અમદાવાદમાં સરકારી મોતનો આંકડો 3357 છે પરંતુ કોર્પોરેશનમાંથી 15 હજાર ફોર્મનું વિતરણ થયું છે. આ તો એ સંખ્યા છે જે ઓફિસથી લેવામાં આવ્યા હોય આ સિવાય અનેક ફોર્મ ડાઉનલોડ પણ કરવામાં આવ્યા છે.

સહાય મેળવવાની પ્રોસેસ

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિજનોને મળવા પાત્ર સહાય લેવા માટે આ પ્રોસેસ કરવી જરૂરી હશે. જેમાં સૌથી પહેલા તો મૃતકના સગાએ મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ મેળવવું પડશે. તેના માટે ફોર્મ ભરીને અરજી કરવી પડશે. આ પ્રમાણપત્ર સ્થાનિક તંત્ર આપશે જેમાં મૃત્યુનું કારણ કોરોના ન લખેલું હોય આવા કેસમાં બીજું ફોર્મ ભરવાનું રહેશે જેમાં કેટલાક ડોક્યુમેન્ટ જોડવા પડશે. આ ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કર્યા બાદ તેની ચકાસણી થશે અને ત્યારબાદ કોરોનાથી મોત થયું છે તેવા દસ્તાવેજ ઈસ્યુ કરવામાં આવશે.

સહાય માટેના અને અન્ય ફોર્મ સ્થાનિક જન્મમરણ નોંધણી કચેરી ખાતેથી મળી શકે છે. અથવા તો www.ahmedabadcity.gov.in વેબસાઈટ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ખાસ કેસમાં સહાય મેળવવા માટે શું કરવું પડશે તેની વિગતો નીચે દર્શાવ્યાનુસાર છે.

1. જો દર્દીનું મોત ઘરે થયું હોય અને મૃત્યુનું કારણ કોરોના છે તેનું પ્રમાણપત્ર ન મળ્યું હોય તો MCCD માં દર્શાવાયેલા મૃત્યુના કારણ સામે અસંતોષ છે તેવી અરજી પરિશિષ્ટ – 3 હેઠળ કરવાની રહેશે.

2. જો હોસ્પિટલમાંથી મળેલા ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોત થયું છે તેવું ન હોય, સ્મશાનગૃહમાંથી મળેલી પહોંચમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ -1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવી પડશે.

image socure

3. અરજી કરનારે પરિશિષ્ટ -1ની સાથે માત્ર મરણ દાખલાની નકલ અને અરજદારનો ઓળખનો પુરાવો જોડવાનો રહેશે. પરિશિષ્ટ -3 ભરવાનું હોય તો મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર, MCCD અપ્રાપ્યતા પ્રમામપત્રની નકલ, હોસ્પિટલમાંથી મળેલ મૃત્યુના કારણનું પ્રમાણ પત્ર, હોસ્પિટલમાં દાખલ દર્દીના કેસ પેપર, ઘરે મૃત્યુ થયું હોય તો જે ડોક્ટરે સારવાર કરી હોય તેણે આપેલી વિગતો અને દર્દીના લેબ ટેસ્ટ અને રેડિયોલોજી ટેસ્ટના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

મહત્વનું છે કે કોરોનાથી જેનું મોત થયું હોય તેના પરિવારજનોને સહાય આપવા અંગે સુપ્રીમકોર્ટે ગાઈડલાઈન્સ જાહેર પમ કરી છે જે અનુસાર તમામ સહાયમળવા પાત્ર વ્યક્તિની અરજી મળ્યાના 30 દિવસમાં તેને વળતરની 50,000ની રકમ ચુકવી દેવી ફરજિયાત છે.