તમારા વાળને કરો ખોડાની સમસ્યામાંથી જડમુળથી મુક્ત, આ ઉપાય છે ખુબ જ અસરકારક…

મિત્રો, વાળ અને ત્વચાની સાર-સંભાળ રાખવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા વાળમા કોઈપણ પ્રકારની ગંદકી દેખાશે તથા તમારા વાળમા ખોળાની સમસ્યા હોય તો લોકો તમારી પાસે પણ આવતા ગભરાશે. ઘણીવાર શક્યતા એવી બનતી હોય છે કે, તમારા વાળમા કાંસકો ફેરવતી વખતે તમારા સ્કેલ્પમાંથી સફેદ રંગની પોપડી નીકળતી હોય છે અને તેના કારણે આપણને દુ:ખાવો પણ થાય છે.

image source

આ સફેદ કણ તમારા માથામા ખંજવાળની સમસ્યા ઉત્પન્ન થવા માટે પણ જવાબદાર સાબિત થઇ શકે છે. જો તમે કોઈ જગ્યાએ બહાર જાવ છો અથવા તો ઓફિસમા હોવ ત્યારે વારંવાર માથામા ખંજવાળની સમસ્યા આવવા લાગે છે તો તમને ઘણીવાર શરમનો એહસાસ પણ થાય છે. આજે આ લેખમા અમે તમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે અમુક વિશેષ ઉપાય વિશે જણાવીશુ કે, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે.

image source

ખરેખર તો આ એક પ્રકારનુ ત્વચાનુ ઇન્ફેક્શન છે, જેનાથી તમને માથામા ખંજવાળની સમસ્યા આવવા લાગે છે અને તમને દુ:ખાવો પણ થાય છે અને ઘણીવાર તમને આ પોપડીમાથી લોહી નીકળવાનુ પણ શરૂ થાય છે. આના ઘણા કારણો છે જેમકે, આ કેમિકલ શેમ્પૂ લગાવવા અથવા બ્લીચનો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા થાય છે.

image source

આ લીંબુનો રસ તમારા માટે એક અસરકારક સારવાર સાબિત થઇ શકે છે. તે સ્કેલ્પની ત્વચામા રહેલી ફૂગ અને જંતુઓ દૂર કરવા માટે વપરાય છે. ફક્ત આટલું જ નહીં તે માથામા જમા થયેલ ખોડાની સમસ્યાને પણ તુરંત દૂર કરે છે. તમે લીંબુનો રસ કાઢીને તેને ખોપરી ઉપરની ચામડી પર લગાવો અને ત્યારબાદ તેનાથી મસાજ કરો. મસાજ યોગ્ય રીતે થઇ જાય ત્યારપછી માથુ ધોઈ લો. તમે અઠવાડિયામા ત્રણ વખત આ ઉપાય અજમાવી શકો છો.

image source

વાળ પર કોકોનટ ઓઈલ લગાવવુ એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામા આવે છે. આનાથી ફક્ત તમારા વાળ મજબુત જ થતા નથી પરંતુ, તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. હવે કોકોનટ ઓઈલ લો અને તેને તમે ખુબ જ સારી રીતે ગરમ કરી લો.

ત્યારબાદ આ ઓઈલને તમારા આખા માથા પર લગાવો. ત્યારબાદ આ ઓઈલને તમારા અસરગ્રસ્ત વિસ્તારમા લગાવો. તમે અંદાજે ૨૦-૨૫ મિનિટ સુધી આ ઓઈલથી તમારા માથા પર માલિશ કરો. નિયમિત બે-ત્રણ વખત આ ઉપાય અજમાવો તો તેનાથી તમને રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *