આ રીતે દાંંત પરથી જાણી લો પાર્ટનરનો નેચર, જેમાં ખાસ જાણજો આવા દાંતવાળી મહિલા વિશે કારણકે…

આવા પ્રકારના દાંત ધરાવતી મહિલાઓ હોય છે ચતુર, આપના પાર્ટનર દાંત પરથી જાણો તેમના સ્વભાવ વિષે.

સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિષે જાણકારી મેળવી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપણા શરીરના દરેક અંગ આપણા સ્વભાવ વિષે કઈકને કઈક જણાવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ દાંતોના આકાર પણ વ્યક્તિના સ્વભાવને દર્શાવે છે. જે લોકોના દાંતોમાં જગ્યા/ ગેપ હોય છે તેઓ બીજાના પૈસા પર એશ કરનાર વ્યક્તિ હોય છે. આપ કોઇપણ વ્યક્તિના દાંત જોઇને તેના સ્વભાવ અને ભવિષ્ય વિષે અંદાજો લગાવી શકો છો…

image source

દાંતોમાં હોય ગેપ:

જે લોકોના દાંતોની વચ્ચે થોડી જગ્યા હોય છે કે પછી જેમના દાંત થોડા દુર દુર હોય છે આવી વ્યક્તિ બીજાના પૈસા પર એશ કરનાર વ્યક્તિ હોઈ શકે છે. એના સિવાય આવી વ્યક્તિ સંપત્તિની બાબતમાં ઘણા ભાગ્યશાળી રહે છે કેમ કે, તેઓને પૈતૃક સંપત્તિ મળે છે જેનાથી તેઓ પોતાનું જીવન સરળતાથી પસાર કરી શકે છે. આવી વ્યક્તિઓ ખર્ચાળ સ્વભાવના હોય છે એટલા માટે એમની પાસે પૈસા ટકી શકતા નથી. આવા લોકો પ્રેમમાં ખુબ જ વિશ્વાસ રાખે છે.

image source

બહાર દાંત ધરાવતા લોકો:

જે વ્યક્તિઓના દાંત થોડાક બહારની તરફ નીકળેલા હોય છે તેવી વ્યક્તિનો સ્વભાવ વાતોડિયો હોય છે આવી વ્યક્તિ પોતાની વાતોને અન્ય વ્યક્તિઓ પાસે સારી મનાવી લેવામાં નિપુણ હોય છે. બહાર દાંત ધરાવતી વ્યક્તિઓ ક્યારેક હસમુખ થઈ જાય છે તો ક્યારેક ગુસ્સા વાળી થઈ જાય છે.

image source

દાંતની ઉપર દાંત:

દાંતની ઉપર દાંત ધરાવતા હોય છે તેવા લોકોનું દાંપત્ય જીવન ઘણું ખુશહાલ રહે છે. આવા દાંત ધરાવતી મહિલાઓ ચતુર અને શાસન કરવા વાળી હોય છે. ત્યાં જ આવા દાંત ધરાવતા પુરુષો સાહસી સ્વભાવ ધરાવે છે.

image source

આડા અવળા દાંત:

જે વ્યક્તિના દાંત આડા અવળા હોય છે આવી વ્યક્તિઓ સ્વભાવથી સ્વાર્થી હોય છે. આવી વ્યક્તિઓ પોતાના ફાયદા માટે કોઇપણ વ્યક્તિ સાથે મિત્રતા કરી શકે છે. એના સિવાય પણ આવી વ્યક્તિઓ લાલચી સ્વભાવ પણ ધરાવે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ જ આડા અવળા દાંત ધરાવતા વ્યક્તિઓને આખું જીવન સંઘર્ષ કરવો પડી શકે છે. ઉપરાંત આવી વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન હોય છે. આવી વ્યક્તિઓના વ્યવહારમાં છળ- કપટથી ભરપુર હોય છે આવી વ્યક્તિઓને પ્રેમમાં દગો મળે છે.

image source

આદર્શ દાંત સીધા અને સપાટ:

સફેદ અને સુંદર દાંત ધરાવતી વ્યક્તિઓ ઘણી ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી વ્યક્તિઓ ઘણી મિલનસાર અને ભાવુક હોય છે. આવી વ્યક્તિઓ કોઇપણ વ્યક્તિ પર પણ સરળતાથી વિશ્વાસ કરી લેતા હોય છે. આ વ્યક્તિઓ સરળ સ્વભાવના હોય છે. સીધા અને સપાટ દાંત ધરાવતી વ્યક્તિઓ ધનવાન હોય છે અને તેમને દેખાડો કરવાનું પસંદ હોય છે. આવા વ્યક્તિઓ નોકરી કરવાને બદલે પોતાનો બિઝનેસ કરવાનું વધારે પસંદ કરે છે. આવી વ્યક્તિઓ મિલનસાર સ્વભાવના હોય છે . આવી વ્યક્તિઓને પ્રેમમાં દગો મળે છે.

image source

નાના નાના દાંત:

નાના દાંત ધરાવતી વ્યક્તિઓ સ્વભાવે અકલમંદ અને ભરોસાને પાત્ર હોય છે. આ વ્યક્તિઓ કામ કરવામાં સફળતા મેળવવામાં નિપુણ હોય છે. આવી વ્યક્તિઓનો સ્વભાવ ઘણો મજાકિયો હોય છે. તેમનું સેંસ ઓફ હ્યુમર ગજબનું હોય છે આવી વ્યક્તિના પ્રેમ સંબંધ ઘણા ઊંડા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત