ફિલ્મ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીની આ અજાણી વાતો તમને નહીં ખબર હોય

ફિલ્મ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીની આ અજાણી વાતો તમને નહીં ખબર હોય

ભારતીય ક્રીકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારીત ફિલ્મ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી લોકોને ખૂબ પસંદ આવી હતી. આજે ભલે ધોની પોતાની કેરિયરના છેવાડે પહોંચી ગયો હોય તેમ છતાં તેના ચાહકોમાં કોઈ જ કમી નથી આવી.

image source

ધોની ભારતીય ટીમનો એક કૂલ કેપ્ટન કહેવાયો છે અને આ શિર્ષક હંમેશા તેના નામે જ રહેશે. આ ફિલ્મ ધોનીને ટોપ ક્રિકેટર બનાવતા કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો તેના પર છે. જો તમને તમારા ફેવરીટ ક્રીકેટ સ્ટારની આ ફિલ્મ પસંદ આવી હોય તો અમે આ ફિલ્મ વિષેની કેટલીક અજાણી વાતો લઈને આવ્યા છે જે તમને ખબર નહીં હોય.

image source

– આ ફિલ્મમાં ફિર સે નામનું એક ગીત હતું જેને ભારતીય ક્રીકેટ ટીમને સમર્પિત કરવામાં આવ્યુ હતું. પણ તેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.

image source

– આ ફિલ્મની રિલિઝ 2015માં કરવાનુ આયોજન હતું, પણ તેના એડીટીંગ અને આર્થિક સંકટના કારણે તેને એક વર્ષ મોડી રીલીઝ કરવામાં આવી હતી. કેટલાકનું એવું કહેવું છે કે તેના માટે બાંગલાદેશ સામેની મેચમાં ધોની રન આઉટ થતાં અને અચાનક ટેસ્ટ ક્રીકેટમાંથી રીટાયર થવાની ધોનીની જાહેરાત જવાબદાર હતા.

image source

– આ ફિલ્મમાં ફવાદ ખાને વિરાટ કોહલીનું પાત્ર ભજવ્યું હતું. પણ એડીટીંગમાં તેના રોલ તેમજ તેના સીનને કાપી નાખવામાં આવ્યા હતા.

image source

– ફિલ્મમા ડીરેક્ટર નીરજ પાંડેએ બીસીસીઆઈને ક્રિકેટ મેચના ફૂટેજ લેવા માટે વાત કરી હતી. તેના માટે બીસીસીઆઈએ 15 કરોડ રૂપિયાની માંગ કરી હતી. અને વાત બની નહોતી શકી અને છેવટે વાટાઘાટો બાદ થોડું ઘણું એડજસ્ટ કરવામાં આવ્યું હતું.

image source

– જોહ્ન અબ્રાહમ જે વાસ્તવમાં ધોનીનો સારો મિત્ર છે તે યુવરાજનું પાત્ર ભજવવાનો હતો , તો રામ ચરન તેજા સુરેશ રૈનાનું પાત્ર ભજવવાનો હતો અને શ્રેયશ તળપદે રોહીત શર્માનું પાત્ર ભજવવાનો હતો. અને ગૌતમ ગુલાટી ઝાહીર ખાનનું પાત્ર ભજવવાનો હતો, અને કાદર ખાન ગ્રેગ ચેપલનું પાત્ર ભજવવાનો હતો. તમને આ જાણીને આશ્ચર્ય થશે પણ છેવટે ફિલ્મમાં આવું કશું જ દર્શાવવામાં નહોતું આવ્યું.

image source

– આ ફિલ્મમાં બાંગ્લાદેશ સામેના ધોનીના દેખાવને બતાવવામાં નહોતો આવ્યો જેમાં ધોનીએ બાંગ્લાદેશનની ટીમને, ભારતીયોને અને સમગ્ર વિશ્વને અને નંબર વન રનર ઉસેન બોલ્ટને પણ ચોંકાવી દીધા હતા. બધાને એવું લાગ્યું હતું કે આ પ્રસંગને ઉમેરવા માટે ફિલ્મ મોડી રીલીઝ થઈ રહી છે પણ તેવું કશું જ ન થયું. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ મેચ તેમજ વિવિધ ફાઈનલ્સને પણ ફિલ્મમાં દર્શાવવામાં નહોતી આવી.

image source

– આ ફિલ્મનું કુલ બજેટ 80 કરોડ રૂપિયાનું હતું જેમાંથી 40 કરોડ ધોનીને જ ચૂકવવામાં આવ્યા હતા. પાછળથી ધોનીએ જાહેરાત કરી હતી કે તે બધા જ રૂપિયા ચેરીટી વર્ક માટે વાપરવામાં આવશે.

image source

– દર્શકની ઇચ્છા હતી કે આ ફિલ્મમાં ધોનીના ભાઈની ભૂમિકા પણ દર્શાવવામાં આવે પણ તેની મોટી બહેનની ભૂમિકા જ દર્શાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત