ટીવીની આ 6 અભિનેત્રીઓ રિયલ લાઇફમાં છે બ્લેક, તેમ છતા અનેક લોકોના દિલમાં કરે છે રાજ

બ્લેક બ્યુટીસ ઓન ટીવી

image source

આજના આધુનિક સમયમાં પણ દુનિયામાં ઘણા બધા ક્ષેત્રો એવા છે જ્યાં આજે પણ રંગભેદ જોવા મળી જાય છે. તેમજ સમાજમાં આજે પણ યુવાનોને લગ્ન કરવા માટે ગોરી છોકરીની ઈચ્છા રાખે છે. જેના કારણે જો કોઈ છોકરીની ત્વચાનો રંગ શ્યામ હોય કે પછી ઘઉં વર્ણ હોય છે તો આવી છોકરીઓ પોતાના ફેસને વાઈટ બનાવવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓની સાથે જ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા પણ અચકાતી નથી.

image source

ટીવીના પરદા પર પણ આવો જ એક સમય હતો જયારે સીરીયલ્સમાં મોટાભાગની હિરોઈનની ત્વચાનું કોમ્પલેકશન ફેર હોવું જરૂરી માનવામાં આવતું હતું. જયારે આજે ટીવીના પરદા પણ કેટલીક એવી અભિનેત્રીઓ પ્રસિદ્ધ છે જેમનું સ્કીન કોમ્પલેકશન ભલે વાઈટ નથી તેમ છતાં તે ટીવી પરદા પર ખુબ જ નામના મેળવી રહી છે. આજે અમે આપને આવી જ ટીવી એક્ટ્રેસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ટીવીની આ બ્લેક બ્યુટીસ માંથી એક અભિનેત્રી એટલી પ્રસિદ્ધ થઈ છે કે, તેણે બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણને પણ પાછળ રાખીને આગળ વધી ગઈ છે.

image source

ચાલો જાણીએ આવી જ કેટલીક ટીવી એક્ટ્રેસીસ વિષે જેમણે પોતાના લુક્સ કરતા વધારે એક્ટિંગના બળે ઓળખ મેળવવામાં સફળ રહી છે.

-હિના ખાન:

image source

અભિનેત્રી હિના ખાનએ સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થઈ રહેલ સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી છે. ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ શોમાં હીના ખાનએ એક સીધી અને સરળ યુવતી એવી અક્ષરાનું પાત્ર નિભાવ્યું હતું. જો કે, હીના ખાન હવે શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’નો ભાગ રહી નથી. તેમ છતાં આ શો છેલ્લા દસ વર્ષથી ટીવીના પરદા પર ચાલી રહ્યો છે.

ત્યાર પછી હીના ખાનએ સ્ટાર પ્લસના જ અન્ય એક શો ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાનો નેગેટીવ રોલ પણ નિભાવ્યો હતો. હિના ખાન શ્યામ રંગ અને તીખા નૈન-નક્શની સાથે હીના ખાનએ પોતાની એક્ટિંગના કારણે દર્શકોના દિલો પર આજે પણ રાજ કરી રહી છે. હિના ખાનની સુંદરતાની સામે અન્ય અભિનેત્રીઓ ઝાંખી પડી જાય છે.

image source

હિના ખાનએ જયારે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ શો છોડી દીધાના થોડાક સમય પછી જયારે સંસ્કારી વહુ અક્ષરાનું પાત્ર નિભાવતી હતી તેણે જયારે સોશિયલ મીડિયા પણ પોતાના બીકીની પહેરેલ ફોટોસ શેર કર્યા ત્યારે હિના ખાનના આ ફોટોસએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

હીના ખાનએ આ વર્ષે બોલીવુડમાં ફિલ્મ ‘હેકડ’થી ડેબ્યુ કર્યું છે. હીના ખાન હવે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેમજ હીના ખાન પોતાના વિડીયોઝ અને ફોટોસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી જોવા મળે છે.

-નિયા શર્મા :

image source

અત્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનના કારણે દરેક સેલેબ્રીટીસ ઘરમાં જ રહીને પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહ્યા છે. ઉપરાંત સેલેબ્રીટીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પોતાના ફેંસ સાથે જોડાયેલ રહે છે. આ લોકડાઉન દરમિયાન ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના જુના દિવસોને યાદ કરી રહી છે. નિયા શર્મા કોઈને કોઈ કારણે દર્શકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. નિયા શર્મા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા વિડિયોઝ અને ફોટોસને ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે અને નિયા શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ સક્રિય રહે છે.

image source

એક્ટ્રેસ નિયા શર્માએ ટીવીના પરદે ઝી ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલ શો ‘જમાઈ રાજા’થી પ્રસિદ્ધિ મળવાની શરુ થઈ. ત્યાર પછી નિયા શર્માએ સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવેલ ટીવી શો ‘એક હજારો મેં મેરી બહેના હૈ’માં પણ જોવા મળી હતી. નિયા શર્માએ થોડાક સમય પહેલા જ પોતાની પાર્ટી કરી રહેલ ફોટોસને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ ફોટો ત્યારની છે જયારે નિયા શર્મા પાર્ટીમાં જઈ રહી હતી. નિયા શર્મા પોતાની બોલ્ડનેસના લીધે લાઈમલાઈટમાં બની રહે છે.

image source

દેશમાં ચાલી રહેલ લોકડાઉન દરમિયાન નિયા શર્માએ પોતાની જૂની ફોટોસ જેમાં નિયા એક બેકલેસ ટોપ, શોર્ટ્સ અને ઘૂંટણ સુધીના શુઝ પહેરેલ જોવા મળે છે. ત્યારે નિયા શર્માએ આ ફોટોસના કેપ્શનમાં લખે છે કે, ‘મેં આજે મારા જુના ફોટોસ જોયા ત્યારે ધ્યાનમાં આવ્યું કે, ત્યારે હું પાર્ટી કરતી હતી અને હું ત્યાં સુધી ડાંસ ફ્લોર પર ડાંસ કરતી જ્યાં સુધી અમને બધાને તે જગ્યા છોડી દેવાનું કહેવામાં આવતું નહી. નિયા શર્મા છેલ્લે કલર્સ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘નાગિન-4’માં જોવા મળી હતી.

image source

આપને જણાવીએ કે, નિયા શર્મા હમણાથી પોતાના અલગ અલગ લુકનો અનુભવ કરી રહી છે. ત્યારે નિયા શર્માના ફોટોસને તેના ફેંસ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે ત્યારે નિયા શર્માને ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી છે. નિયા શર્માને વર્ષ ૨૦૧૭માં બ્રિટીશ બેઝ્ડ ન્યુઝ પેપર દ્વારા કરવામાં આવેલ એક પોળમાં ટોપ 50 સેક્સીએસ્ટ વુમનની લિસ્ટ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પાછળ છોડીને બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિયા શર્મા પોતાની બોલ્ડ અને સેક્સી ફોટોસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલ રહેલ છે. ઉપરાંત નિયા શર્મા શ્યામ વર્ણ હોવા છતાં પોતાની એક્ટિંગ સ્કીલ્સથી તેને મળતા દરેક પાત્રને જીવંત કરી દે છે.

-પારુલ ચૌહાણ :

image source

સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલ શો ‘વિદાઈ’માં રાગિણીનું પાત્ર નિભાવીને ઓળખ મેળવનાર પારુલ ચૌહાણ હવે નાના પરદા પરનો એવો ચહેરો જેને દર્શકોમાં પોતાની એક્ટિંગ સ્કીલ્સથી ઓળખ મેળવી છે. પારુલ ચૌહાણએ ‘વિદાઈ’ શોમાં રાગિણી નામની એક શ્યામ વર્ણી છોકરી જેના માતાપિતાને પોતાની છોકરીના શ્યામ વર્ણના કારણે લગ્ન યોગ્ય પાત્ર શોધવા માટે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ‘વિદાઈ’ શો પછી પારુલ ચૌહાણ ફરીથી સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં કાર્તિક ગોએન્કાની સોતેલી માતા સુવર્ણા ગોએન્કાનું પાત્ર નિભાવ્યું હતું. જેને દર્શકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

-સાક્ષી તંવર.:

image source

અંદાજીત એક દાયકા પહેલા સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવતા ટીવી શો ‘કહાની ઘર ઘર કી’માં પાર્વતી અગ્રવાલનું પાત્ર નિભાવીને ભારત દરેક સાસુની ફેવરેટ પુત્રવધુ બનેલ સાક્ષી તંવર હવે ટીવી ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ બની ગયું છે. સાક્ષી તંવરએ જયારે ટીવીના પરદે અભિનય કરવાની શરુઆત કરી ત્યારે વાઈટ સ્કીન ધરાવતી અભિનેત્રીઓનો વર્ચસ્વ હતું. તે સમયની બધી જ અભિનેત્રીઓને પાછળ રાખીને સાક્ષી તંવરએ પોતાના માટે એક અલગ સ્થાન મેળવ્યું છે.

-દીપિકા સિંહ ગોયલ.:

image source

સ્ટાર પ્લસનો ટીવી શો ‘દિયા ઔર બાતી’માં આઈપીએસ સંધ્યા રાઠીનું પાત્ર નિભાવીને ઘર ઘરમાં પ્રસિદ્ધ થયેલ અભિનેત્રી દીપિકા સિંહ ગોયલ પણ શ્યામ વર્ણ ધરાવતી અભિનેત્રી છે. તેમ છતાં દીપિકા સિંહ ગોયલના ટીવી સીરીયલમાં આવતા જ શો ‘દિયા ઔર બાતી’ની ટીઆરપી રાતોરાત વધી ગઈ હતી. દીપિકા સિંહ ગોયલ હાલમાં પોતાની રીયલ લાઈફમાં એક બાળકની માતા છે અને હાલમાં પોતાના ઘર- પરિવારની જવાબદારીઓ પૂરી કરી રહી છે.

-જેનિફર વિન્ગેટ :

image source

જેનિફર વિન્ગેટએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત સ્ટાર વન પર પ્રસારિત કરવામાં આવેલ શો ‘દિલ મિલ ગયે’માં રીદ્ધીમાની ભૂમિકા નિભાવીને શરુઆત કરી હતી. પરંતુ જેનિફર વિન્ગેટને ‘સરસ્વતીચંદ્ર’ સીરીયલમાં કુમુદ ગૌરીનું મુખ્ય પાત્ર ભજવીને પોતાની અલગ ઓળખ મેળવી છે. સીરીયલ ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી ભાષામાં લખાયેલ નવલકથા પર આધારિત સીરીયલ છે આ નવલકથાના લેખક ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી છે.

image source

અત્યારે જેનિફર વિન્ગેટ સોની ટીવી ચેનલ પર પ્રસારિત ‘બેહદ- 2’માં માયાનું પાત્ર નિભાવી રહી છે. જેનિફર વિન્ગેટ અભિનીત સીરીયલ ‘બેહદ’ના પ્રથમ ભાગને ભરપુર સફળતા મળતા બીજો ભાગનું પ્રસારણ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. જેનિફર વિન્ગેટ ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદ ગૌરીનું પાત્ર હોય કે પછી ‘દિલ મિલ ગયે’માં ડૉ. રીદ્ધીમાનું પાત્ર હોય કે પછી ‘બેહદ’ સીરીઝમાં માયાનું પાત્ર હોય જેનિફર વિન્ગેટ પોતાની એક્ટિંગ સ્કીલ્સથી દરેક પાત્રમાં પ્રાણ ફૂંકી દે છે.

image source

બોલીવુડ અને ટેલીવિઝનના સેલેબ્સ દર વર્ષે ન્યુ યર અને ક્રિસમસ પાર્ટી એન્જોય કરવા માટે વિદેશમાં પોતાના ફ્રેન્ડ અને ફેમીલી સાથે જતા હોય છે જેમાં હવે જેનિફર વિન્ગેટનું નામ પણ હવે આ લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. જેનિફર વિન્ગેટની પર્સનલ લાઈફ વિષે જાણીએ તો જેનિફરના લગ્ન કરણ સિંહ ગ્રોવર સાથે વર્ષ ૨૦૧૬માં થયા હતા પરંતુ થોડાક સમય પછી બંને અલગ થઈ ગયા હતા અને હવે જેનિફર વિન્ગેટ હાલમાં રતિ અગ્નિહોત્રીના દીકરા તનુજ વિરવાનીને ડેટ કરી રહ્યા છે.

image source

કેમ કે, જેનિફર અને તનુજ અવારનવાર એકસાથે રજાઓ વિતાવતા જોવા મળી આવે છે તેમ છતાં તનુજ વિરવાની આ બધી વાતને ફક્ત અફવાહ જ ગણાવે છે. તનુજ વિરવાની વેબસીરીઝ ‘કોડ એમ’માં જોવા મળ્યા છે. ઉપરાંત તનુજએ એમેઝોન પ્રાઈમની ફેમસ ક્રિકેટ સીરીઝ ‘ઇનસાઇડ એજ’માં પણ જોવા મળ્યા છે. તનુજ વિરવાનીનું નામ જેનિફર વિન્ગેટ સાથે જોડાતા પહેલા કમલ હસનની દીકરી અક્ષરા હસન સાથે પણ ચર્ચામાં આવ્યું હતું.

image source

જેનિફર વિન્ગેટ હાલમાં સોની ટીવીના શો ‘બેહદ’ના બીજા ભાગમાં પણ મુખ્ય રોલ માયાનું પાત્ર નિભાવી રહી છે જેના માટે જેનિફર વિન્ગેટ અંદાજીત પ્રતિ દિન ૧.૮૦ લાખ થી ૧.૮૫ લાખ જેટલી ફી ચાર્જ કરે છે. રીપોર્ટ પ્રમાણે જેનિફર વિન્ગેટની માંગ નાના પરદા પર વધારે હોવાના કારણે જેનિફરને આટલી વધારે ફી ચુકવવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત