આવો આનંદ શું આવતો હશે, આ માણસે આઠ વખત લીઘી કોરોનાની રસી, નવમી વખત લેવા ગયો તો ઝડપાયો

પશ્ચિમ યુરોપના દેશ બેલ્જિયમમાં વેક્સિનેશન માં થતા ફ્રોડ નો વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકની ધરપકડ 8 વખત રસી લેવાના ગુનામાં થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ યુવાનની ધરપકડ ત્યારે થઈ જ્યારે તે નવમી વખત વેક્સિન સેન્ટર પહોંચ્યો હતો. ત્યારે પણ તે રસી લેવાનો હતો પરંતુ હેલ્થ વર્કર તેને ઓળખી જતા તેનો ભાંડો ફૂટી ગયો.

image soucre

આ વિચિત્ર ઘટના બની છે બે લાખ ની આબાદી ધરાવતા શોરરોય શહેરમાં. અહીં એક યુવક પૈસા લઈને બીજા ના બદલે રસી લેવાના ગુનામાં પકડાયો છે. બેલ્જિયમ મીડિયાની રિપોર્ટ અનુસાર આ યુવક એવા લોકો ને સંપર્ક કરતો હતો જેને વેકસીન લીધા વિના જ વેક્સિનેશન નું સર્ટીફીકેટ જોતું હોય. આવા લોકો પાસેથી તે મોટી રકમ લઈને આરોપી પોતે તે વ્યક્તિની જગ્યાએ રસીકરણ સેન્ટર પહોંચી જતો હતો અને રસી લઇ લેતો હતો. સતત આઠ વખત રસી લીધી હોવાના કારણે નવમી વખત માં હેલ્થ વર્કર તેને ઓળખી ગયા અને તેની જાણકારી પોલીસને આપી દીધી.

આ વાતની જાણ થતાં બેલ્જિયમ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી જોકે હજુ સુધી એ લોકોના નામનો ખુલાસો નથી થતો જેના બદલે આરોપીએ વેક્સિન લીધી હતી.

Vaccination News in Gujarati, Latest Vaccination news, photos, videos | Zee News Gujarati
image soucre

જોકે ચોકાવનારી વાત એ છે કે આઠ વખત રસી લીધી હોવા છતાં પણ આરોપીને કોઈ પણ આડઅસર જોવા મળી ન હતી. ઓમિક્રોનનું વધતું જોખમ જોઈને બેલ્જિયમમાં સંક્રમણને રોકવા માટે પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. અહી કડક પ્રતિબંધ 26 ડિસેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. અહીં 10 જાન્યુઆરી 2022 સુધી સ્કૂલો બંધ રહેશે ત્યારબાદ સ્કૂલ ખોલવામાં આવશે.

image source

અત્યાર સુધીમાં અહીં કોરોનાના 20 લાખથી વધુ દર્દી સામે આવી ચૂક્યા છે જેમાંથી 15 લાખથી વધુ સ્વસ્થ થયા છે ત્યારે અહીં 4 લાખથી વધુ એક્ટિવ કેસ છે. અહીં 27 દર્દીના મોત થયા છે જ્યારે 743 ની હાલત ગંભીર છે.