જસદણમાં યુવતીએ ફાંસો ખાઇ લીધો, પછી 108ના કર્મચારીએ એવું કર્યું કે ફરીથી આવ્યો જીવ, આજે જીવે છે મસ્ત જીવન

આપણે કોરોનાની બીજી લહેર વખતે એક વાત સારી રીતે સમજી ગયા છીએ કે જો કોઈ પણ રોગમાં સમયસર સારવાર મળે તો કેટલું શક્ય બની શકે, લોકોનો જીવ પણ બચી શકે અને સારવારમાં પણ ઘણી રાહત મળી રહે. ત્યારે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યા છે કે જેમાં આ વાત બની છે અને 108ના એક કર્મીની ચારેકોર પ્રશંસા કરવામાં આવી રહી છે. તો આવો વિગતે જાણીએ આ સરસ કિસ્સા વિશે. બન્યું એવું કે વીંછિયાના દડલી ગામે રહેતી રેખાબેન હીરાભાઈ સોલંકી(ઉ.વ.20) નામની યુવતીએ બપોરના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ચોમેર હાહાકાર મચી ગયો હતો.

image source

જો કે પરિવારને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક વીંછિયાની 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી 108 ના ઈએમટી દિનેશભાઈ રાઠોડ અને પાઈલોટ વિરમભાઈ લુણી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જ્યાં સ્થળ પર દર્દીની તપાસ કરતા રેખાબેનના શ્વાસ તો બંધ થઈ ગયા હતા, એટલું જ નહીં હ્રદયના ધબકારા પણ આવતા ન હતા. જેથી 108 ના ઈએમટી દિનેશભાઈ રાઠોડે પોતાની સુઝબુઝ વાપરી અને રેખાબેનને સીપીઆર અને કૃત્રિમ શ્વાસ આપવાનું ચાલુ કરી દીધું.

image source

એક તરફ રેખાબેનને શ્વાસ આપનાનું ચાલુ રાખ્યું અને દવાખાને લઈ જવા માટે રવાના થયા. ત્યારે રસ્તામાં રેખાબેનના હ્રદયના ધબકારા અને શ્વાસ અચાનક શરૂ થઈ ગયા અને 108 ના ઈએમટી દિનેશભાઈએ તાત્કાલિક અમદાવાદ 108ના કોલ સેન્ટરમાં ડો.જોશીને ઘટનાની જાણ કરી કોલ સેન્ટરના ડોક્ટરની સલાહ પ્રમાણે જરૂરી સારવાર આપીને રેખાબેનને વીંછિયાની ખાનગી હોસ્પિટલ ખાતે હાલમાં ખસેડ્યા આવ્યા હતા. જ્યાં તેમને સમયસર પુરતી સારવાર મળી જતા રેખાબેનને નવ જીવન મળ્યું હતું. ત્યારે હવે રેખાબેન મસ્ત જીવન જીવી રહ્યા છે અને તમામ કર્મીઓનો પણ આભાર માની રહ્યા છે.

image source

આ પહેલાં મહીસાગર જિલ્લામાં પણ 108ની ટીમે એક સરસ કામગીરી કરી હતી. બન્યું હતું કંઈક એવું કે લુણાવાડા તાલુકાનાં હાડોડ પાસે અમદાવાદથી દાહોજ જતી એસટી બસમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાની પ્રસુતી કરાવી અને માતાનો જીવ બચાવ્યો હતો. સફળ ડિલિવરી કરાવતા બસનાં પેસેન્જરો સહિત તમામ લોકોએ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરીને વખાણી હતી. મેડિકલ ઇમરજન્સી માટે પહેલાથી જ 108 એમ્બ્યુલન્સની કામગીરી વખણાય છે.

image source

મહિસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાનાં હાંડોડ પાસે અમદાવાદથી દાહોદ જઇ રહેલી બસમાં વિજયભાઇ ભુરિયા અને તેમનાં પત્ની મમતાબેન દાહોદ તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં મમતા બહેનને પ્રસવની પીડા ઉપડતા તેમના પતિએ કંડક્ટરને જણાવતા બસનાં કંડક્ટરે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108ને કોલ મળતા જ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ચુકી હતી. જો કે મહિલાની પ્રસુતી 108માં જ કરાવવી પડે તેમ હતી. જેથી તત્કાલ ફિઝિશિયનનો સંપર્ક કરતા તેમની સલાહ સુચના અનુસાર પ્રસુતી કરાવી હતી. પ્રશંસનીય કામગીરી બદલ બસનાં તમામ લોકોએ 108ની ટીમનાં વખાણ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!