વડોદરાનો અજીબ કિસ્સો, બેન્કના લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ જતાં આખી બેન્કમાં હોબાળો મચી ગયો

સામાન્ય રીતે લોકોને ઘરમાં પૈસા ઉધઈ ખાઈ જવાની બીક લાગતી હોય છે એટલે તે બેન્કનો સહારો લેતા હોય છે. અથવા તો ઘરમાં ઉંદરનો ત્રાસ હોય કે પછી ચોરની બીક હોય કે પછી અન્ય કોઈ કારણોસર લોકો પૈસા બેન્ક લોકરમાં મુકવા જતાં હોય છે. પણ હવે બેન્ક લોકરમાં પણ તમારા રૂપિયા સુરક્ષિત રહ્યા નથી એવું કહીએ તો એમાં કંઈ ખોટું નહીં પડે. કારણ કે હાલમાં એક કિસ્સો જ એવો સામે આવ્યો છે કે જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ વાત છે વડોદરા શહેરની કે જ્યાં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનાગર શાખાના લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઈ હતી અને હવે આ કિસ્સો ચારેકોર વાયરલ થઈ રહ્યો છે.

image source

આ સમગ્ર ઘટનાની ખબર ત્યારે પડી કે જ્યારે મહિલા ખાતેદાર લોકરમાં મૂકેલા રૂપિયા લેવા ગઇ. લોકરમાં મૂકેલા રૂપિયા ઊધઈ કાતરી ગઇ હોવાનું સામે આવતાં હોબાળો મચી ગયો હતો અને બેન્ક- કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાં પણ ઊધઈ આવી ગયાની શંકા વ્યકત કરવામાં આવી છે, જો કે હજુ એ તો તપાસનો વિષય છે અને માહિતી સાચી બહાર આવે ત્યારે જ ખબર પડે કે આખરે હકીકત શું છે. જો વિગતે આ કેસ વિશે વાત કરીએ તો વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા અપ્સરા સ્કાઇલાઈન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે, જેમાં ખાતેદારોને લોકરની સુવિધા આપવામાં આવે છે.

image source

આ જ બેન્કના મહિલા ખાતેદાર રેહાનાબેન કુતુબુદ્દીન ડેસરવાલાએ તેમના લોકર નંબર-252માં 2.20 લાખ રૂપિયા મૂકેલા હતા. નોટ વિશે વધારે વાત કરીએ તો એમાં રૂ.5,10,100 અને 500ની ચલણી નોટો સામેલ હતી. રેહાનાબેનને રૂપિયાની જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા ગયાં હતાં. પણ પછી જે થયું એ કોઈએ નહીં વિચાર્યું હોય. કારણ કે બેન્કનું લોકર ખોલતાંની સાથે જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકરમાં મૂકેલા તેમના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઇ હતી અને આ રૂપિયા હવે કાગળ જ થઈ ગયા હતા અને કોઇ કામનાં રહ્યા નહોતા. ત્યારબાદ ખાતેદાર મહિલાએ બેન્કના કર્મચારીઓને ફરિયાદ પણ કરી હતી.

image source

જ્યારે આ ફરિયાદ કરવામાં આવી ત્યારે લોકર રૂમમાં ઊધઈ બાબતે તેમણે અજાણ હોવાનું જણાવ્યું હતું, ત્યાર બાદ મહિલા ખાતેદારે રૂપિયા ઊધઈ ખાઇ જવા બાબતે બેંક-મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને તેમની સમક્ષ ખાતેદાર મહિલાએ વળતરની માગ પણ કરી હતી. આ ઘટના સામે આવતા જ બેંકમાં હોબાળો મચી ગયો હતો.પણ આ બધાની વચ્ચે જ્યારે મહિલાના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો ત્યારે બેન્ક ઓફ બરોડાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઇ રહ્યા છે અને ખાતેદાર મહિલાને વળતર આપવામાં આવે એવી માગ પણ ઊઠી છે. પણ જોવાનું એ રહ્યું કે આખરે આ બેન્ક વળતર આપે છે કે કેમ, કારણ કે તેના દ્વારા એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો વધારે લોકોના લોકરમાં પણ પૈસા ઉધઈ ખાઈ ગઈ હશે તો બેન્ક કેટલાક લોકોના અને કેટલા પૈસા વળતર રૂપે આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત