બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફરાહ ખાને શરૂ કર્યું હતું કરિયર, સરોજ ખાનના એક નિર્ણયે બદલી નાખી કિસ્મત

બોલિવૂડની પ્રખ્યાત નિર્દેશક, કોરિયોગ્રાફર અને રિયાલિટી શોની જજ ફરાહ ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. ફરાહ ખાનનો જન્મ 9 જાન્યુઆરી 1965ના રોજ થયો હતો. ફરાહના પિતા કામરાન ખાન મુસ્લિમ હતા, જ્યારે તેની માતા મેનકા ઈરાની પારસી હતી. તેમનો ભાઈ સ્ટંટમેન ફિલ્મમેકર બન્યો. જો કે, ફરાહ ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા.

image soucre

ફરાહે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સમાજશાસ્ત્રમાં અભ્યાસ પૂરો કર્યો. તે માઈકલ જેક્સનથી ખૂબ પ્રભાવિત હતી. આ જ કારણ હતું કે તેણે માઈકલ જેક્સનનું આલ્બમ થ્રીલર જોયા પછી ડાન્સને તેની કારકિર્દી તરીકે પસંદ કર્યો. એ પછી તે જાતે જ ડાન્સ શીખી અને પછી પોતાનું ડાન્સ ગ્રુપ બનાવ્યું. પરંતુ આ સફરમાં તેનો રસ્તો સરળ નહોતો. ફરાહ ખાનનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. ફરાહના પિતા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા હતા, જેના કારણે તેમને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો.

image soucre

પોતાના બાળપણના દિવસો વિશે એક ઈન્ટરવ્યુમાં ફરાહે કહ્યું હતું કે તેના પિતાએ ઐસા ભી હોતા હૈ ફિલ્મ બનાવી હતી. તેણે પોતાની તમામ કમાણી આ ફિલ્મમાં લગાવી દીધી હતી. પરંતુ આ ફિલ્મ પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. તો, ફરાહે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફરાહ ખાનની માતાએ સલમાનના પિતા સલીમ ખાન સાથે કામ કર્યું હતું. એટલા માટે સલમાન ખાન, ફરાહ ખાન અને સાજિદ ખાન બાળપણના મિત્રો છે.

image soucre

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરાહ ખાનના પિતાને દારૂની લત હતી. જેના કારણે તેનું મોત થયું હતું. પિતાના અવસાન બાદ ફરાહે ઘરની જવાબદારીઓ જાતે લીધી. ફરાહ ખાનને આ સ્થાન સુધી લઈ જવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનની મહત્વની ભૂમિકા છે. વાત જાણે એમ છે કે સરોજ ખાને વર્ષ 1992માં આવેલી આમિર ખાનની ફિલ્મ જો જીતા વોહી સિકંદરની વચ્ચે છોડી દીધી હતી. જે પછી ફરાહ ખાને તેનું સ્થાન લીધું અને ઘણા ગીતોની કોરિયોગ્રાફી કરી

image source

ફરાહના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ 9 ડિસેમ્બર 2004ના રોજ શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. શિરીષ ઉંમરમાં ફરાહ કરતાં લગભગ 8 વર્ષ નાનો છે. પરંતુ બંનેની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. શિરીષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એડિટર તરીકે કામ કર્યું હતું. શિરીષ પ્રથમવાર ફરાહને ફિલ્મ મૈં હૂં નાના સેટ પર મળ્યો હતો.

image soucre

કોરિયોગ્રાફર ફરાહ ખાન 43 વર્ષની ઉંમરે માતા બની હતી. જોકે, તેણે માતા બનવા માટે IVF ટેક્નોલોજીનો સહારો લીધો હતો. ફરાહ ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરી છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તમામ મહિલાઓ માટે ઈમોશનલ નોટ પણ લખી હતી.