આ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે ફરહાન અખ્તર અને શિબાની દંડેકર, પહેલી પત્નીને 16 વર્ષ પછી આપ્યો હતો ડિવોર્સ

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર અને તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપલ માર્ચ 2022માં લગ્નના બંધનમાં બંધાવાની યોજના બનાવી રહ્યું છે. આ પહેલા ફરહાન અને શિબાની મોટા ફેટ વેડિંગ પ્લાન કરી રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે આને ખૂબ જ નાના પાયે આયોજિત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો, ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ ઇવેન્ટમાં આમંત્રિત કરવામાં આવશે.

કોરોનાના કારણે નાના લેવલ પર આયોજિત થશે ફંક્શન

image socure

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ લગ્નમાં માત્ર ફરહાન અખ્તર અને શિબાની દંડેકરના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે બંનેએ તેમના લગ્ન પહેલાથી જ મુલતવી રાખ્યા છે. તેથી હવે આ કપલ તેમના લગ્નને વધુ મુલતવી રાખવા માંગતા નથી.

5 સ્ટાર હોટલમાં થશે લગ્ન

image soucre

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કપલે તેમના લગ્ન માટે મુંબઈમાં 5 સ્ટાર હોટેલ બુક કરાવી છે. આ સાથે લગ્નની લગભગ અન્ય તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

લગ્નમાં પહેરશે પેસ્ટલ કલરના ડ્રેસ

image soucre

બોલિવૂડના અન્ય કપલ્સની જેમ ફરહાન અખ્તર અને શિબાની દંડેકર પણ તેમના લગ્ન માટે સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા પોશાક પહેરવા જઈ રહ્યા છે. બંને પોતાના લગ્નમાં પેસ્ટલ કલરનો ડ્રેસ પહેરશે.

image socure

શિબાની દાંડેકરે થોડા સમય પહેલા ફરહાન અખ્તર વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘અમે બંને સાથે ઘણી વસ્તુઓ કરીએ છીએ, જેના કારણે અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. ઘરે સાથે કામ કર્યા પછી અમે બંને પોતપોતાના કામે જઈએ છીએ. અમને બંનેને સમાન વસ્તુઓ ગમે છે, તેથી જ અમે કંટાળ્યા વિના લાંબો સમય સાથે વિતાવીએ છીએ.

પહેલી પત્નીને તલાક આપ્યાના 5 વર્ષ પછી કરી રહ્યા છે લગ્ન

image socure

આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને છેલ્લા કેટલાક સમયથી લિવ-ઈનમાં રહેતા હતા. ઈન્ડસ્ટ્રીમાં સૌથી શાનદાર કપલ ગણાતા ફરહાન અને શિબાનીની સોશિયલ મીડિયા પર અદભૂત ફેન ફોલોઈંગ છે. તમને જણાવી દઈએ કે 2000માં લગ્ન કર્યા બાદ ફરહાન અને અધુનાએ 2016માં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેમને બે પુત્રીઓ છે – શાક્યા અને અકીરા.