ગંગા નદીની 6500 કિમીની પરિક્રમા પૂર્ણ કરવામાં મૂળ પૂણેના 65 વર્ષીય નિવૃત કર્નલ આર પી પાંડેએ આપ્યો સાથે

ગત વર્ષે 16 ડિસેમ્બરે પ્રયાગરાજથી નીલકંઠ ગંગા પરિક્રમાનો શુભારંભ થયો હતો. બધાનો સાથ હોય, નદીઓ સાફ હોય તે નારા સાથે આ પરિક્રમાનું સમાપન 27 નવેમ્બરે થયું હતું. આ યાત્રામાં અમદાવાદના 64 વર્ષીય હિરેન પટેલ અને મૂળ પૂણેના 65 વર્ષીય નિવૃત કર્નલ આર પી પાંડેએ ચાલીને ગંગા નદીની 6500 કિમીની પ્રદક્ષિણ કરી હતી. તેમણે ગૌમુખથી ગંગાસાગર સુધીની પરિક્રમાા તેમણે 222 દિવસમાં પૂર્ણ કરી છે. જણાવી દઈએ કે આ પરિક્રમા ખૂબ જ મુશ્લેક હોય છે. આ મુશ્કેલ પરિક્રમા દરમિયાન મૂળ અમદાવાદના એવા હિરેનભાઈ પટેલને પાંસળીમાં ઈજા થતા ફ્રેકચર પણ થઈ ગયું હતું. પરંતુ તેમણે હાર માની નહી અને આ પ્રદક્ષિણા પૂર્ણ કરી હતી.

image soucre

અમદાવાદમાં રહેતા 64 વર્ષીય હિરેનભાઈ પટેલે યાત્રા પૂર્ણ થયા બાદ તેમના અનુભવો જણાવતા કહ્યું હતું કે ગત વર્ષે 16 ડિસેમ્બરે તેમણે પ્રયાગરાજથી યાત્રા શરુ કરી હતી. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને લીલી ઝંડી દેખાડી રવાના કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે મે માસમાં તેઓ ગંગોત્રી પહોંચ્યા તો તેમણે લોકડાઉનનો પણ સામનો કરવો પડ્યો. જેના કારણે યાત્રા અધવચ્ચે રોકવી પડી હતી. ત્યારબાર 22 સપ્ટેમ્બરથી તેમણે ગંગોત્રીથી યાત્રા ફરી શરુ કરી.

image soucre

તેમણે ઉમેર્યું હતું કે સૌથી મુશ્કેલ માર્ગ ગૌમુખથી ઋષિકેશ સુધીનો હતો. આ 700 કિમીના વિસ્તારમાં મોટા ભાગનો વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે તેથી અહીં રસ્તો પણ કાચો છે આ રસ્તામાંથી પસાર થતા તેમને 35 દિવસનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન ધાર્મિક સંસ્થા, સૈનિકો અને સેનાના અધિકારીઓએ તેમની ખૂબ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે 222 દિવસ સુધી ચાલેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો તથા યુવાઓને ગંગા નદીની સ્વચ્છતા માટે જાગૃત કરવાનો હતો. આ ઉપરાંત વૃક્ષારોપણ સહિતના કાર્યોમાં વધુ લોકો સક્રિય થાય તે માટેનો હતો.

image soucre

હિરેનભાઈ પટેલ અને નિવૃત કર્નલ આર પી પાંડે આ પ્રદક્ષિણા દરમિયાન 45 શહેર અને 5000 ગામમાંથી પસાર થયા હતા. અહીં દરેક સ્થળે તેમણે લોકોને એકત્ર કરી અને નદીને સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. તેમણે લોકોને સમજાવ્યું હતું કે દુનિયાની સૌથી પવિત્ર નદી ગંગા છે. તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે. નદીને સ્વચ્છ કરવાનું કામ કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં આ કાર્યમાં જો દરેક લોકો જોડાય અને નદીની આસપાસ વધુ વૃક્ષો વાવવામાં આવે અને બધા લોકો સંકલ્પ કરે કે ગંગા નદીને સ્વચ્છ રાખવી છે તો જ આ શક્ય બને.

image soucre

ગંગા નદીની પરિક્રમા બાદ હવે હિરેનભાઈ સાબરમતી નદીની પ્રદક્ષિણા કરશે અને અહીં પણ લોકોને નદીને સ્વચ્છ રાખવા અને વૃક્ષો વાવવા માટે જાગૃત કરશે