પતિનુ થયુ કોરોનાને કારણે થયુ મોત, એ પહેલા પત્નીને લખ્યો મોબાઇલમાં પત્ર, વાંચી શકો તો જ વાંચજો આ ભાવુક પત્ર

આખી દુનિયામાં કોરોના વાયરસે આતંક મચાવી દીધો છે ઉપરાંત તેના કારણે આખી દુનિયા પર ઘણા લાંબા સમયગાળા સુધી અસર જોવા મળશે. આ અસરો ઘણી બધી રીતે હોઈ શકે છે.: આર્થિક, સામાજિક, માનસિક, વ્યક્તિગત, પારિવારિક જીવન દરેક ક્ષેત્રોમાં ઘણી ઊંડી અસર જોવા મળી શકે છે. આજ દિન સુધીમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધા છે.

image source

કોરોના વાયરસે ઘણા બધા હસતા રમતા પરિવારોને જીવનભરનું દુઃખ આપી દીધું છે. આજે અમે આપને આવા જ એક પરિવારની વાત જણાવીશું. જેમાં એક ૩૨ વર્ષીય યુવક જે કોરોના વાયરસ સંક્રમણથી મૃત્યુ થયાના થોડાક સમય પહેલા જ પોતાના બાળકો અને પત્નીના નામે એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીનું લખાણ વાંચીને આપની આંખોમાં પણ આંસુ આવી જશે.

મોબાઈલ ફોનમાં મૃત પતિનો પત્ર.:

image source

આ ૩૨ વર્ષીય યુવકના મૃત્યુ પછી જયારે તેની પત્ની સામાન ચેક કરી રહી હતી ત્યારે મોબાઈલ ફોન ચેક કરતા ફોનમાં મૃત પતિનો પત્ર મળી આવ્યો. આ ઘટના અમેરિકાના કનેક્ટિકટના ડેનબરીમાં બની છે. આ યુવકે છેલ્લા એક મહિના સુધી કોરોના વાયરસ સંક્રમણ સામે એક મહિના સુધી લડત આપી પણ આ યુવક કોરોના વાયરસ સામે હારી ગયો અને પોતાનો જીવ ગુમાવી દીધો. ૨૨ એપ્રિલના રોજ જોન કોએલ્હોનું મૃત્યુ થઈ ગયું છે. જોન કોએલ્હોને છેલ્લા ૨૦ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોન કોએલ્હો સ્થાનિક કોર્ટમાં કાર્ય કરી રહ્યા હતા. કોર્ટમાં કામ કરવા દરમિયાન જોન કોએલ્હો કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો.

જોન કોએલ્હોની પત્ની કેટી જણાવે છે કે, જોનમાં કોરોના વાયરસના શરુઆતના કોઈ જ લક્ષણ જોવા મળ્યા હતા નહી. ત્યાર પછી કેટી અને તેની દીકરીમાં કોરોના વાયરસના શરુઆતના લક્ષણો જોવા મળ્યા. કેટી પોતાના પતિના છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવા ઈચ્છતી હતી, પણ તેમ કરવું શક્ય ના હોતું ઉપરાંત કેટીને હોસ્પિટલ પહોચતા પણ મોડુંથઈ ગયું હતું અને જયારે કેટી હોસ્પિટલ પહોચે છે ત્યાં સુધીમાં જોનનું મૃત્યુ થઈ ગયું હોય છે. મૃત્યુ પહેલા જોન કોએલ્હો પત્ની કેટી અને બાળકો માટે મોબાઈલ ફોનમાં એક નોટ લખે છે.

image source

આ નોટમાં જોન લખે છે કે, ‘હું તમને બધાને દિલથી પ્રેમ કરું છું તમે મને ઘણી ખુબસુરત જિંદગી આપી. હું ઘણો નસીબદાર છું અને મને આ વાતનો ઘણો ગર્વ છે. હું તારો પરી અને બ્રેડીન અને પેનીનો પિતા છું. કેટી, હું જેટલી પણ વ્યક્તિઓને મળ્યો છું એ બધી જ વ્યક્તિઓમાંથી તુ સૌથી સુંદર અને મારા માટે ઘણી કેરીંગ વ્યક્તિ છે. તે તારા જેવી ફક્ત એક જ છે.

image source

એ વાતની ખાતરી કરજે કે તુ તારી જિંદગી એ જ ખુશી અને એ જ પેશનથી જીવીશ જેના લીધે મને તારી સાથે પ્રેમ થયો. કેટી, બાળકો માટે એક સારી માતાના રૂપમાં તને જોવી એ મારા જીવનનો સૌથી શાનદાર અનુભવ હતો. બ્રેડીનને કહે જે કે, તે મારો સૌથી ફેવરેટ પાર્ટનર છે. તેના પિતા હોવા પર મને ખુબ ગર્વ છે. પેનેલોપને કહેજે કે, તે મારી પ્રિન્સેસ છે. તેની જે ઈચ્છા હશે તે મેળવી શકશે. હું ખુબ જ નસીબદાર છું. કેટી, જો તને કોઈ મળી જાય તો પોતાને રોકવાનો પ્રયત્ન કરતી નહી, બસ એ તને અને બાળકોને પ્રેમ કરે. હું આ માટે તને પ્રેમ કરીશ. કઈપણ થાય તુ હંમેશા ખુશ રહેજે.’