ગરદનની કાળાશથી પરેશાન છો? તો આ ઘરેલું ઉપાયો છે ખૂબ અસરકારક, અજમાવો તમે પણ

જો તમે ગરદનની કાળાશથી પરેશાન છો અને આ કાળાપણું સરળતાથી જતું નથી, તો પછી અહીં જણાવેલા ઉપાય અપનાવો તમારી કાળી ગરદન થોડા દિવસોમાં જ એકદમ સફેદ થશે.

દરેક વ્યક્તિ આકર્ષક દેખાવા માંગે છે. આકર્ષક દેખાવા માટે, દરેક સ્ત્રીઓ પાર્લરમાં અને પુરુષો સલૂનમાં જાય છે. પરંતુ, જો સારું વ્યક્તિત્વ હોવા છતાં પણ, ગરદન કાળી હોય છે અને તેમાં ડાઘ દેખાય છે, તો શું કરવું ? હા, જો તેવું છે, તો પછી ચોક્કસપણે એક મિનિટમાં જ તે તમારું વ્યક્તિત્વ બગાડે છે. આપણા સમાજમાં, ઘણી સ્ત્રીઓ અને પુરુષો એવા હોય છે, જે પોતાના ચેહરાની તો ખુબ જ કાળજી લે છે, પરંતુ તેમની ગરદન એટલી ગંદી હોય છે કે દરેકની નજર પેહલા ત્યાં જ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પછી અહીં કેટલાક ઘરેલું ઉપાય આપેલા છે, જેની મદદથી તમે તમારી કાળી ગરદન એકદમ સાફ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાય શું છે.

image source

1.ચણાનો લોટ, હળદર અને દૂધ

એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ, એક ચમચી દૂધ અને એક ચપટી હળદર લો. હવે આ બધી ચીજોને બરાબર મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે તેને ગરદન પર લગાવો. જો તમારી કોણી ખુબ કાળી થઈ ગઈ છે, તો તમે ત્યાં પણ આ પેસ્ટ લગાવી શકો છો. હવે આ પેસ્ટને સૂકવવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય, ત્યારે હળવા હાથથી ઘસીને ધોઈ લો. તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયા માટે કરો. તમારી ગરદન એકદમ સાફ દેખાશે.

2. બટેટા, ચોખા અને ગુલાબજળ

image source

એક વાટકીમાં બે ચમચી બટેટાનો રસ લો અને તેમાં બે ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. હવે તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. હવે આ બધી ચીજોને સારી રીતે મિક્સ કરો અને ગરદન પર લગાવો. હવે 20 મિનિટ માટે આ પેસ્ટ ગરદન પર રહેવા દો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ લો.

3. કાચો પપૈયા, દહી અને ગુલાબજળ

કાચા પપૈયાના થોડા ટુકડાને મિક્સરમાં પીસી લો અને તેમાં ગુલાબજળ અને થોડું દહીં નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ગરદન પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ પછી આ પેસ્ટ ઘસી લો અને તમારી ગરદન ધોઈ લો.

4. લીંબુ અને મધ

image source

એક બાઉલમાં એક ચમચી લીંબુ અને એક ચમચી મધ લો અને આ બંનેને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ગરદન પર લગાવો. 10 મિનિટ પછી તમારી ગરદન ધોઈ લો. આ મિક્ષણના ઉપયોગથી વૃદ્ધત્વની અસર પણ ઓછી થશે.

5. ચણાનો લોટ અને લીંબુ

એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી લીંબુ નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ગરદન પર સારી રીતે લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને થોડું માલિશ કરીને સાફ કરો. હવા તમારી ત્વચા પાણીથી સાફ કરો. આ પેસ્ટથી ત્વચા સાફ થવા સાથે ત્વચા ગ્લો પણ થશે.

6. ઓટ્સ

image source

જે રીતે ઓટ્સ સ્ક્રબનો કમાલ ચહેરા પર દેખાય છે, તે જ રીતે તેની અસર ગરદન પર પણ દેખાય છે. આ માટે ત્રણ થી ચાર ચમચી ઓટ્સને સારી રીતે પીસી લો અને તેમાં બે ચમચી ટમેટાના પલ્પ નાખી મિક્સ કરો. હવે આ પેસ્ટને સારી રીતે મિક્સ કરો અને તેને ગરદન પર લગાવો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ઉપાય કરવાથી તમારા ગરદનની કાળાશ ફટાફટ દૂર થઈ જશે.

7. દહીં અને હળદર

દહીં એ ત્વચાના ગ્લો વધારવાની કેટલીક કુદરતી રીતોમાંની એક છે. એક ચમચી દહીંમાં થોડી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી ગરદનની મસાજ કરો. આ ઉપાય દરરોજ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે. સારા પરિણામ માટે તમે દહીંમાં લીંબુ પણ ઉમેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત