એલપીજી સીલીન્ડરમા કેટલો રહ્યો છે ગેસ…? જણાવશે આ નુસખો, એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…

મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અથવા રૂમ ભાડે રહેતા સ્નાતકો માટે સૌથી મોટી સમસ્યા એલપીજી સિલિન્ડરમાંથી અચાનક ગેસ પૂરો થઇ જવો. રાત્રે ખોરાક રાંધતી વખતે ગેસ સમાપ્ત થાય ત્યારે સમસ્યા વધુ વકરી જાય છે. જો પરિવારમાં કોઈ મહેમાન ઘરમાં આવ્યું હોય અને ગેસ ખતમ થઈ જાય તો ટેન્શન વધે છે.

image soucre

આવી સ્થિતિમા અમે તમને આજે એક એવી ઘરગથ્થુ યુક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના દ્વારા તમે સિલિન્ડરમા હવે કેટલો ગેસ બાકી રહ્યો છે…? તે તમે સેકંડમા સરળતાથી જાણી શકશો. તો ચાલો આજે આ લેખમા આપણે ગેસ સીલીન્ડર મા ગેસનુ પ્રમાણ ચકાસવા માટેની આ સરળ યુક્તિ વિશે માહિતી મેળવીએ.

image soucre

જો કે, લોકો એવું પણ માને છે કે સિલિન્ડરનું વજન ઉપાડીને તેનો તમે સરળતાથી અંદાજ લગાવી શકો છો પરંતુ, ઘણી વખત આ યુક્તિ ખોટી સાબિત થાય છે અથવા તો એવુ પણ કહી શકાય કે, તે અનુમાન સાચો હોવો શક્ય નથી. ઘણી વખત લોકો કહે છે કે જ્યારે જ્યોતનો રંગ વાદળીને બદલે પીળો થવા લાગે છે ત્યારે સમજી લો કે, હવે ગેસ સીલીન્ડરમાંથી ગેસ પૂરો થવાના આરે છે.

image soucre

ગેસ ખતમ થવાનો છે. જ્યારે ક્યારેક બર્નરની સમસ્યાને કારણે પણ આવું થાય છે. આ માટે અમે સૌથી સરળ અને સચોટ યુક્તિ જણાવી રહ્યા છીએ. સૌપ્રથમ તો તમે તમારા સિલિન્ડર ને એક ભીના કપડાથી ઢાંકી દો. ત્યારબાદ તે કપડાને કાળજીપૂર્વક કાઢીને જુઓ.

image soucre

ત્યારબાદ જે ભાગ કોરો છે ત્યા તમે નીરખીને જુઓ. પાણી ઝડપથી સુકાઈ જશે માટે તમારે તાત્કાલિક ચોકથી આ જગ્યાએ નિશાન બનાવવુ પડશે કારણકે, જ્યા ગેસ હશે ત્યા પાણી થોડા સમય માટે સુકાઈ જશે. આનું કારણ એ છે કે, સિલિન્ડરનો ખાલી ભાગ ગરમ રહે છે અને જે ભાગ ગેસથી ભરેલો છે તે પહેલા કરતા વધુ ઠંડો રહે છે.

image soucre

તો આ હતો ગેસ સીલીન્ડરમાં રહેલા ગેસના પ્રમાણને ચકાસવા માટેનો એક સરળ નુસખો. આવા જ અવનવા નુસ્ખાઓ વિશે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, ધન્યવાદ!