ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો કમરતોડ ભાવ વધારો

કોરોનાના કારણે એક તરફ તહેવારોની ઉજવણી કરવામાં પણ સમસ્યા નડી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાએ આડકતરી રીતે આપેલી મોંઘવારી લોકોની ચિંતા વધારી રહી છે. એક પછી એક જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવમાં થયેલા વધારાએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. તેવામાં આજે વધુ એક ઝટકો લોકોને મળ્યો છે. તહેવાર ટાળે જ્યાં પેટ્રોલના ભાવ 100ની નજીક પહોંચી છે ત્યાં બીજી તરફ રાંધણ ગેસના આસમાન અડતા ભાવ લોકોના ખિસ્સા અને બચત બંને પર ભારે પડી રહ્યા છે.

image soucre

ફરી એકવાર ગૃહિણીઓના રસોડાના બજેટને હલબલાવી નાખે તેવો ભાવ વધારો રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં થયો છે. રાંધણ ગેસ સિલિન્ડરમાં આ વખતે રૂપિયા 25 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગત આઠ મહિનામાં જ રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ 168 રૂપિયા વધ્યો છે. જો કે આ સમયે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

image soucre

થોડા સમયથી ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પરંતુ સપ્તાહની શરુઆતમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે તે વાતનો ઈનકાર કરી દીધો હતો. આ ઝટકો મળ્યાના બીજા જ દિવસે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો મંગળવાર અને 17 ઓગસ્ટથી જ અમલમાં ગણાશે. આ ભાવ વધારા બાદ જે 14.20 કિલોના સિલિન્ડરના ભાવ અત્યાર સુધી 838.50 રૂપિયા હતા તે 863.50 રૂપિયા થઈ જઈ.

image soucre

આ વર્ષની શરુઆતમાં સિલિન્ડરની કિંમત 707 રૂપિયા જેટલી હતી. જેમાં થોડા થોડા વધારા સાથે વધીને 863.50 રૂપિયા થયો છે. મહત્વનું છે કે એક ઓગસ્ટે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 72.50 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવ વધારા બાદ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડનો ભાવ 1644.50 રૂપિયા થયો છે..

image soucre

સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગેસ કનેક્શન માટે 14.2 કિલોના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. ગ્રાહકોએ સિલિન્ડરની કિંમત ચુકવવાની હોય છે ત્યારબાદમાં સબસિડીની રકમ તેમના ખાતામાં જમા થાય છે. જો ગ્રાહક નક્કી કરેલા સિલિન્ડર કરતાં વધુ સિલિન્ડર લેવા ઈચ્છે તો તેમણે બજાર કિંમતે સિલિન્ડર ખરીદવા પડે છે.