ગીતા રબારીએ નવા ઘરમા કર્યો ગ્રુહપ્રવેશ, તસવીરો સોશિયલ મીડિયામાં પર વાયરલ થતાં જોવા મળ્યો ઘરનો નજારો

ગુજરાતની ગીતોમાં ઘણા કલાકરો છે અને તેમા એક નામ મોખરે છે ગીતા રબારી. તેમણે પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. આજે તે એક ફેમસ સિંગર બની ગઈ છે અને માત્ર એટલું જ નહીં તેના સુંદર અવાજના કારણે કચ્છની કોયલ ઉપમા પણ મળી છે. આજે અહીં ગીતા રબારીના ગીતો નહી પણ એક બીજા કારણે તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

image source

હાલમાં ગીતા રબારીએ લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે અને તેની તસવીરો ગીતા રબારીએ જાતે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે પૂજા કરી રહી છે. જો કે ગીતા રબારીનું આ આલીશાન નવું ઘર કઈ જગ્યાએ આવેલું છે તે વિશે હજું સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ તસવીરોમા જોતા ગીતા રબારીનું આ નવું ઘર ખૂબ જ લેવિસ લાગી રહ્યું છે.

ઘરનુ ફર્નિચર પણ આ ફોટોમા દેખાઇ રહ્યુ છે જે ઉડેને આંખે વળગે એવું સુંદર રિતે કરેલુ છે. અ ઘર કોઈ મોટા સ્ટારનુ હોય એ રીતે બનાવામા આવ્યુ છે. તસવીરોમાં આ ગીત રબારી તેના પતિ સથે ઘરના મંદિરમાં દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા કરી રહી તેવુ જોવા મળ્યુ છે. વાત કરીએ ગીતા રબારી વિશે તો 1996માં કચ્છના તપ્પર ગામમાં તેનો જન્મ થયો હતો. નાનક્ડા ગામની આ ગીતા રબારી આજે પોતાના જાદુઈ અવાજથી ચાહકોમાં છવાઇ ગઈ છે.

આજે તે દુનિયાભરમા ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય બની છે. જાણવા મળ્યુ છે કે ગીતા રબારીની પહેલાની પરિસ્થિતિ તો ખુબ જ ખરાબ હતી. પોતે એક જ સંતાન હતા અને ઘરની હાલતને જોતા તેના માતા ગામની આસપાસના ઘરોમાં જઈને કચરા-પોતા જેવા કામ પણ કરતા હતા. તેનુ કહેવુ છે કે આ ફિલ્ડમા આગળ વધવા માટે તેના પિતાએ તેને ખુબ જ મદદ કરી છે અને તે કારણે જ આજે તે આ સફળતા સુધી પહોચી શકી છે.

મળતી માહિતી મુજબ ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગઈ રહી છે. આ પછી માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં પોતાના અવાજના કારણે ફેમસ થઈ હતી. ગીતા રબારીએ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. વાત કરીએ તેના વર્ક ફ્ર્ન્ટ અંગે તો તે ભજન, ગીતા, લોકગીત, સંતવાણી, ડાયરો જેવા કાર્યક્રમો કરે છે. આ અગાઉ ગીતા રબારીના ‘રોણા શેરમા’ તથા ‘એકલો રબારી’ ગીત ગુજરાતમાં ખુબ જ નામના મેળવી ચુક્યા છે.

ગીતા રબારી આજે એ નામ બની ચુક્યૂ છે જેમણે માત્ર ગુજરાતના ગામડાઓ જ નહી પણ શહેરો અને દુનિયાભરાના ગુજરાતી લોકોને પોતાના ગીતોથી ફેન બનાવી દીધા છે. જે છોકરીએ માત્ર 10 વર્ષની ઉંમરે નનકડા ગામમાથી ગાવાની શરૂઆત કરી હતી તેની કારકિર્દી આજે તો એટલી સફળ રહી છે કે તેનુ નામ આજે ગુજરાતના ટોપ સિંગરમાંથી એક છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ગીતા રબારીએ પોતાની આગવી ઓળખ બનાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!